સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો હંમેશા લોકોમાં આંધી અને તુફાન ફેલાવી દેતા હોઈ છે. બચપન કા પ્યાર જેવા વિડીયોતો વર્લ્ડ લેવલ પર વાયરલ થાય છે. હમણા તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો છે જે IPS ઓફિસર રૂપીન શર્માએ પોતાના ટ્વીટર હેન્ડલમાં પોસ્ટ કરેલ છે.
આ વિડીયોમાં એક મૂર્તિ હલન ચલન કરતી નજરે ચડે છે. આ વિડીયો વિદેશના કોઈ વિકસિત શહેરનો હશે તેવું અનુમાન લગાવી શકાય છે. મૂર્તિના હલન ચલનથી લોકોમાં ડરનો માહોલ પેદા થયેલો વિડીયો માં જોઈ શકાય છે, કે આ મૂર્તિ અમારી પાસે તો નહી આવે ને .. જો આ પાસે આવશે તો શું થશે ? આવા ઘણા નત નવીન સવાલ પેદા થવા લાગે છે.
હકીકતમાં આ વિડીયોમાં દેખાઈ છે એ મુજબ એ વિસ્ત્તારમાં ખુબ વરસાદ ખાબક્યો હશે એ બાદ વરસાદી પાણી રોડ રસ્તા પર આવી ફર્યું હતું. એ પાણીમાં રોડ પર મુકેલું સ્ટેચ્યુ પણ તણાઈને રોડ પર વહેવા લાગ્યું હતું. પાણીનો વહાવ એટલો મજબુત હતો કે આવડા મોટા સ્ટેચ્યુને પણ તાણીને લઈ જાય છે.
આ સ્ટેચ્યુ રોડ પર પસાર થતા લોકોની બાજુમાંથી પસાર થાય છે તો ક્યારેક રોડ પર પસાર થતા વાહનોની નજીકથી. જયારે આ સ્ટેચ્યુ નજીક આવે છે ત્યારે સુ કોઈને ડર પેદા થાય કે આ નજીક આવશે તો શું થશે? સ્વભાવિક છે કે આ સ્ટેચ્યુ જે ગાડી ની નજીક અથવા લોકોની નજીક જાય તો નુકસાન જ કરે.
Floating Statue…☺️☺️??
In Rain.@hvgoenka @ipsvijrk pic.twitter.com/S6HB3hpQpt
— Rupin Sharma IPS (@rupin1992) September 8, 2021
લોકો આ વિડીયો જોઈને ખુબ આશ્ચર્ય પામી રહ્યા છે કારણકે તેઓને એમ થાય છે કે આ મૂર્તિ પાણી પણ આડી કેમ નથી પડી હતી? આ મૂર્તિ આગળ કેટલા કિલોમીટર સુધી જશે… વગેરે વગેરે..
હાલ અ વિડીયો એટલો વાયરલ થઈ રહ્યો છે કે જેની ન પૂછો વાત.. આ વિડીયો જોઈને ઘણા લોકો પ્રતિક્રિયાના ઢગલાઓ કરી રહ્યા છે. તો કોઈક આ વિડીયોને નોનસેન્સ સમજી રહ્યા છે. હવે તમે પણ આ વિડીયો જોઈને શેર જરૂર કરજો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]