Breaking News

હજારો સાપને પકડનાર આ યુવકનુ અચાનક જ મોત થયું, લોકોએ અશ્રુભીની આંખે શ્રધાંજલિ આપી.. વાંચો.

સાપ નું નામ પડતા જ લોકોના મનમાં એક અલગ જ પ્રકારનો ડર પેદા થઈ જાય છે. પરંતુ ખતરનાક સાપોને સફળ રીતે રેસ્ક્યુ કરનાર જીવ દયા પ્રેમી યુવક આજે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે આ માણસની ખોટ જરૂર વરતાશે.

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહિયલ ગામના જીવ દયા પ્રેમી યુવક કૃણાલનું સાપે ડંખ મારવાના લીધે થી મોત થયું છે. જેના લીધે સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાયો છે.

તમને જણાવી દઈએ કે કૃણાલ એસટી વિભાગમાં ફરજ બજાવતા મુકેશભાઈ છત્રાલા નો પુત્ર હતો. કૃણાલ તેના ગામની આસપાસના વિસ્તારોમાં નીકળતાં ઝેરી સાપ નું સફળ રીતે રેસ્ક્યુ કરીને તેને ખુલ્લા જંગલમાં છોડી મૂકી સાપનો અને અન્ય લોકોનો પણ જીવ બચાવ્યો હતો.

તે જીવ દયા પ્રેમી હતો. તેણે આજ સુધીમાં હજારો સાપોનું સફળ રીતે રેસ્ક્યુ કરીને જંગલમાં છોડી મૂક્યા છે. જેથી સાપનો પણ જીવ બચે અને કોઈપણ વ્યક્તિને ડંખ પણ ન લાગે.

કૃણાલને જીવ દયા પ્રેમી તરીકેની આગવી ઓળખ મળી છે. કુણાલની આ પ્રેરણાદાયી કામથી લોકોમાં સાપ પ્રત્યે દયા ભાવના કેવી રીતે રાખવી તેની સમજ ઊભી થઈ છે. જ્યારે જ્યારે સાપ નીકળે છે, ત્યારે ત્યારે કૃણાલ ને ફોન કરવામાં આવે છે. અને કૃણાલ તેના બધા જ કામ મૂકીને સાપ નું સફળ રીતે રજૂ કરવા માટે પહોંચી જતો હોય છે.

સાપને રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડી મૂકે છે. આવું ઉમદા કામ કરનાર યુવકનું મૃત્યુ સાપ ડંખ મારવાના લીધે જ થશે તેવું પણ વિચાર્યું હશે? હકીકતમાં શનિવારે મહિયલ વિસ્તારમાં આવેલી એક હોટલમાં ઝેરી સાપ નીકળ્યો હોવાની જાણ કૃણાલ થઈ હતી. જેથી કૃણાલ સાપનું રેસ્ક્યૂ કરવા માટે તાત્કાલિક ત્યાં પહોંચી ગયો હતો.

કૃણાલે સાપને જોઇને તેનું રેસ્ક્યુ કરવાનું કામ હાથ ધર્યું હતું. પરંતુ તે જ્યારે સાપને પકડવા જતો હતો ત્યારે ક્યારે સાથે અચાનક જ કૃણાલ હાથ પર ડંખ માર્યો હતો. ડંખ લાગતાં જ કૃણાલ ચક્કર ખાઈને પડી ગયો હતો. તેની તબિયત ધીમે ધીમે નાજુક થવા લાગી હતી. કૃણાલને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં તબીબોએ તપાસ બાદ જણાવ્યું કે કુણાલ નું મોત થયું છે. આ સમાચાર સાંભળતા જ લોકોમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. કારણકે જીવ દયા ના કામ માટે તેણે પોતાનો જીવ ન્યોછાવર કરી દીધો હતો. તેની રવિવારે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ ને કૃણાલે શ્રદ્ધાંજલિ આપી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *