Breaking News

હજાર રૂપિયાના સરકારી ચલણે મોટા વેપારીનો જીવ લીધો, ઘટના જાણીને મોટા મોટા અધિકારીઓ થયા દોડતા..!

આજકાલના સમયમાં નાની-નાની વાતોમાં લોકો પોતાના મગજનો પિત્તો ગુમાવી બેસે છે અને સામેવાળા વ્યક્તિ સાથે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ તે તમામ વાતો ભુલાવી દઈને તેના ઉપર તૂટી પડતા હોય છે. કેટલીક વખત તો જીવ લઈ લેવાની ઘટનાઓ પણ પોલીસ ખાતામાં નોંધાઈ ચૂકી છે..

અત્યારે મૂળ રાજસ્થાનના એક મોટા વેપારીની માત્ર હજાર રૂપિયાની વાતચીતને લઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. રાજસ્થાનના કોટા પાસે આવેલા રંગવાડી વિસ્તાર પાસે હરિઓમ નગર કોલોનીમાં રામેશ્વરભાઇ નામના મોટા વેપારી તેમના પરિવાર સાથે રહે છે. તેઓ જુદા-જુદા શહેરમાં ચાલતા મેળા અને મનોરંજનના કાર્યક્રમમાં પોતાના સ્ટોલ લગાવવાનો વેપાર ચલાવે છે..

તેઓ 10 થી 15 દિવસ પહેલા પોતાના ઘરેથી 20 લોકોની ટીમને લઈને હિમાચલ પ્રદેશના કુલુમાં આવેલા મેળાની અંદર સ્ટોલ લગાવવા માટે પહોંચી ગયા હતા. તો ત્યાંથી તેઓએ તેમના સાથીઓની મદદથી સ્ટોલ પણ નાખી દીધો હતો. મેળાની અંદર જે લોકો મનોરંજન તેમજ મોજ મજા કરવા માટે આવતા હતા..

તેઓ આ સ્ટોલ ઉપરથી કંઈક ને કંઈક ચીજ વસ્તુ ખરીદતા હતા. તેઓને જુદા-જુદા જિલ્લાઓમાં ઘણા બધા સ્ટોલ ચાલતા હતા. પરંતુ આ મેળાની અંદર એક વખત હિમાચલ પ્રદેશના સરકારી અધિકારીઓ આવી પહોંચ્યા હતા. અને જે સ્ટોલ ગેરકાયદેસર રીતે બનાવી દેવામાં આવ્યા હોય તેમને દંડ ફટકારીને ચલણ આપવામાં આવતું હતું..

જેમાં રામેશ્વર ભાઈના સ્ટોલને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેઓએ ખાણીપીણીનો સ્ટોલ નાખવાની મંજૂરી માંગી હતી અને તેઓ ત્યાં જુદી-જુદી ગેમો રમવાનો સ્ટોલ ઉભો કરી દીધો હતો. એટલા માટે તેમને 3000 રૂપિયાનું ચલણ ફાડીને દંડ ભરવા માટે જણાવ્યું હતું. રામેશ્વરભાઇને આ દંડની રકમ આટલી બધી મોટી લાગી કે, તેઓએ સહનના થતા તેમની બાજુમાં રહેલા અન્ય સ્ટોલ વિશે પણ આ અધિકારીઓને ફરિયાદ કરી દીધી હતી..

આ સ્ટોલ પ્રવીણભાઈ નામના એક યુવકનો હતો. જે જુદી-જુદી ગેમો રમાડીને પૈસા કમાતો હતો. જ્યારે અધિકારીઓએ આ સ્થળ ઉપર પણ ચેકિંગ ચલાવ્યું ત્યારે એ સ્ટોલના માલિકને પણ હજાર રૂપિયાનું ચલણ કાપીને આપી દીધું હતું અને દંડ ભરવા માટે જણાવ્યું હતું. જ્યારે પ્રવીણભાઈને હજાર રૂપિયાનો દંડ ભરવો પડ્યો ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા..

અને તેમની બાજુના સ્ટોલમાં રહેલા રામેશ્વરભાઇ સાથે ગાળા ગાળી કરવા લાગ્યા હતા. રામેશ્વર ભાઈએ જણાવ્યું કે જો મારે દંડ ભરવો પડે તો તમારે પણ દંડ ભરવો પડે એમ કહીને તેણે આ વાતને ટાળી નાખી હતી. પરંતુ પ્રવીણભાઈએ આ વાતને મનમાં રાખી અને તેઓ રામેશ્વરભાઈ સાથે અવારનવાર ગુસ્સો કરવા લાગતા હતા..

એક દિવસ જ્યારે તેઓ મેળાનો કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે રસોઈ બનાવતા હતા. ત્યારે પ્રવીણભાઈ ત્યાં આવી પહોંચ્યા અને રામેશ્વર ભાઈને ખૂબ જ મોટી મોટી ગાળો દેવા લાગ્યા હતા કે, તારા કારણે મારે હજાર રૂપિયાનો દંડ ભરવો પડ્યો છે. આ ઉપરાંત રામેશ્વરભાઈ પણ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને પ્રવીણભાઈ સાથે મારામારી કરવા લાગ્યા હતા..

આ મારામારીમાં પ્રવીણભાઈના હાથમાં રહેલો લાકડાનો ડંડો રામેશ્વર ભાઈને માથાના ભાગે વાગી ગયો હતો અને તેઓ ત્યાં નીચે ઢળી પડ્યા હતા. તેમના માથાના ભાગેથી એટલું બધું લોહી નીકળવા લાગ્યું કે, તેમને હોસ્પિટલ પહોંચાડે પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. માત્ર હજાર રૂપિયાના સરકારી ચલણને કારણે આજે એક વેપારીનો જીવ જતો રહ્યો હતો..

આ ઘટનામાં કયો વ્યક્તિ ગુનેગાર છે અને કયો વ્યક્તિ દોષિત છે. તેની કોઈ ચોક્કસપણે માહિતી મળી આવી નથી. આ બાબતને લઈ તેના લોકલ પોલીસ તંત્રમાં આવી ગયું છે. અને આ ઘટનાની જાણકારી મેળવીને જરૂરી કાર્યવાહી પણ ચલાવી રહી છે. ઘટનાના દોષિતોને સજા પણ આપવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *