Breaking News

હાડ થીજાવતી ઠંડીથી બચવા પુજારીએ બંધ રૂમમાં તાપણું કર્યું, ધુમાડામાં શ્વાસ રૂંધાઈ જતા 5 વર્ષની દીકરીનું તડપી તડપીને થયું મોત.. ઓમ શાંતિ..!

અત્યારે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. આ ઠંડીની સામે રક્ષણ મેળવવા માટે દરેક લોકો સ્વેટર તેમજ ધાબળા જેવી ચીજ વસ્તુઓનો સહારો લે છે. કારણ કે ઠંડીથી રક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે. આ ઠંડીમાં ઢીલા પોચા હૃદયના લોકો માટે તો દરેક ચીજ વસ્તુઓ મુશ્કેલમય બની જાય છે..

ઠંડીના કારણે તેમના શરીરના અંગો પણ કામ કરતા બંધ થઈ જતા હોય છે. અત્યારે હરિયાણાના જિલ્લા પાસે આવેલા બહાદુરગઢ માંથી એક એવી ઘટના સામે આવી ચૂકી છે કે, જેને જાણ્યા બાદ દરેક લોકોએ જેથી જવું જોઈએ. શિયાળાની આ ઠંડીમાં પાછળના સમયમાં ઘણા બધા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે..

અને અત્યારે માત્ર પાંચ વર્ષની એક માસુમ બાળકીનું એવી રીતે મૃત્યુ થયું છે કે, જેના વિશે જાણીને સૌ કોઈના રુંવાટા બેઠા થઈ ગયા છે. બહાદુરગઢના ગણપતિ ધામ મંદિરમાં દીપક નામનો વ્યક્તિ પૂજારી તરીકે ફરજ બજાવે છે. અને ત્યાં રહેલી એક રૂમની અંદર તે તેના પરિવાર સાથે રહે છે..

પરિવારમાં તેની પત્ની તેમજ તેની પાંચ વર્ષની માસુમ દીકરીનો પણ સમાવેશ થતો હતો. રાત્રિના સમયે ત્યાં અતિશય માત્રામાં ઠંડીનું પ્રમાણ વધી જાય છે અને તેની ઓરડીમાં ઠંડીથી રક્ષણ મેળવી શકાય તેવી કોઈ પણ ચીજ વસ્તુ ન હોવાને કારણે તેઓએ ઓરડીની અંદર હોય તાપણુ કરીને ઠંડીથી રક્ષણ મેળવવાનું નક્કી કર્યું હતું..

એ મુજબ તેણે તેની ઓરડીની અંદર તાપણું શરૂ કરી દીધું હતું. ધીમે ધીમે ધુમાડો સમગ્ર જગ્યાએ ફેલાઈ ગયો અને ઓરડીનો દરવાજો લોક થઈ જતા કોઈ વ્યક્તિ ત્યાંથી બહાર નીકળી શક્યા નહીં, પરિણામે દીપક નામના આ પુજારીની પાંચ વર્ષની દીકરી ગુનગુનનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો અને તેનું તડપી તડપીને મૃત્યુ થઈ ગયું હતું..

તે શ્વાસ લઈ શકી નહીં, પરિણામે તેનો જીવ જતો રહ્યો. જ્યારે ગણપતિધામ મંદિરના પૂજારી દીપક તેમજ દીપક ની પત્ની બંનેની હાલત બગડી ગઈ હતી, જ્યારે તે જોરથી બુમો પાડીને જીવ બચાવવાની કોશિશ કરતો હતો, ત્યારે ત્યાં ને આસપાસમાંથી પસાર થતા કેટલાક લોકોએ તેમની ઓરડીમાંથી ધુમાડો નીકળતો જોયો હતો..

તરત જ તેવો ત્યાં પહોચ્યા અને દરવાજો તોડીને દીપક તેમજ તેની પત્નીને બહાર કાઢ્યા હતા. પરંતુ તેની પાંચ વર્ષની માસુમ દિકરી ગુનગુણને આ ઓરડીમાંથી બહાર કાઢે એ પહેલાં તો તેનું મૃત્યુ થઈ ગયું હતું. માતા પિતાની મોટી મૂર્ખામીને કારણે આજે પાંચ વર્ષની દીકરીનો જીવ ગયો છે.

બંધ રૂમની અંદર તાપણુ કરવાને કારણે ધુમાડો થયો અને આ ધુમાડાથી શ્વાસ રૂંધાવાને કારણે આ દીકરીનો જીવ જતો રહ્યો છે. ત્યારબાદ તો તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવી પરંતુ ત્યાં જનરલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, આ દીકરીનો જીવ જતો રહ્યો છે. આ બાળકીનું પોસ્ટમોર્ટમ કરવું પડશે ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડી દેવામાં આવી હતી..

પોલીસનો કાફલો ઘટના સમય પહોંચી આવ્યો અને આ બાળકીને પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, આ અગાઉ પણ બહાદુરગઢ જિલ્લાના રોહાડ તેમજ કાસર નામના ગામડાઓમાં એક પછી એક ત્રણ વ્યક્તિઓના મૃત્યુના સમાચાર સામે આવી ચૂક્યા છે..

તેઓ પણ ઠંડીને કારણે જ મૃત્યુ પામ્યા છે. ગણપતિધામ મંદિરનો પૂજારી દીપક મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી છે. પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી અહીં મંદિરમાં પૂજારી તરીકેની ફરજ બજાવીને પોતાના પરિવાર સાથે ઓરડીમાં જીવન વિતાવે છે. દીપક અને તેની પત્ની બંનેનો જીવ એમ કેમ રીતે બચી ગયો છે. પરંતુ તેની દીકરીનો જીવ બચી શક્યો નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *