Breaking News

ગુસ્સે થયેલી વહુએ સાસુને ઝેર ભેળવીને ભીંડાની કઢી ખવડાવી સાસુની ખાતા જ થઇ એવી હાલત કે, જોતા જ સૌ લોકોના ટાંટિયા ધ્રુજી ગયા..!!

આજકાલ પરિવારના લોકો રાજી ખુશીથી હળી મળીને જીવન જીવે તો તેમનું ઘર સંસાર ખૂબ જ લાંબો સમય સુધી ચાલે છે પરંતુ નાની-નાની વાતમાં ઝઘડાઓ શરૂ કરી દેવામાં આવે તો પરિવારમાં શાંતિ રહેતી નથી અને અંદરો અંદર સાસુ અને વહુના ઝઘડાઓ વધીને પરિવાર અલગ થઈ જાય છે. હાલમાં જયપુરમાં પુત્રવધુ અને સાસુ વચ્ચે બનેલી આવી જ એક ગંભીર ઘટના સામે આવી છે.

જયપુરમાં મોડલ ટાઉન માલવયાનગરમાં રહેતા પરિવારમાં સાસુ-વહુના ઝઘડાઓ થતા હતા. પરિવારના મુખ્ય યુવક અશોકકુમાર મીણા તેમની ઉંમર 63 વર્ષની હતી. તેઓ પોતાના પત્ની અને બે બાળકો સાથે રહે છે. અશોકકુમાર ભારતીય રેલવેમાં એન્જિનિયર તરીકે પોતાની ફરજ બજાવતા હતા પરંતુ ઘણા સમયથી તેઓ આ નોકરીમાંથી નિવૃત્ત થયા છે.

અશોકકુમાર તેમની પત્ની ચંદ્રકલા સાથે લગ્ન બાદ ખૂબ જ સારું જીવન વિતાવ્યું હતું. ચંદ્રકલાની ઉંમર 60 વર્ષની હતી. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જેમાં દીકરાનું રાહુલ કવંત તેમની ઉંમર 35 વર્ષની છે અને દીકરી વંદના કવંત તેમની ઉંમર 32 વર્ષની છે. દીકરી વંદનાના લગ્ન ઘણા સમય પહેલા કરાવી દેવામાં આવ્યા હતા.

જેના કારણે તે પોતાના સાસરીયે રહેવા જતી રહી હતી ત્યારબાદ દંપતી તેમના દીકરા રાહુલ સાથે બે માળના મકાનમાં રહેતા હતા. રાહુલના લગ્ન પણ કાઠુંમારની રહેવાથી પરિવારની દીકરી સાથે કરાવવામાં આવ્યા હતા. દીકરીનું નામ સરોજ છે. તેમની ઉંમર 28 વર્ષની છે. પુત્ર અને પુત્રવધુ તેમના સાસુ-સસરા સાથે રહેતા હતા પરંતુ સરોજ અવારનવાર તેમની સાસુ ચંદ્રકલા સાથે ઝઘડાઓ કરતી હતી.

અને આવા ઝઘડાઓને કારણે સરોજના ભાઈ રીન્કુ અને તેમના પિતા રમેશચંદને અશોકકુમારએ પોતાના ઘરે બોલાવ્યા હતા અને પોતાની દીકરીને સમજાવવા કહ્યું હતું પરંતુ દીકરીને સમજાવાને બદલે ભાઈ અને પિતાએ સરોજના સસરા અશોકકુમાર સાથે ઝઘડો કર્યો હતો. સરોજના લગ્ન પછી બે વર્ષથી સતત ઝઘડાઓ થતા હતા. જેના કારણે પરિવાર પરેશાન હતો.

સરોજ અને રાહુલને એક દીકરો થયો પરંતુ દીકરાના જન્મ પછી પણ ઝઘડાઓ થતા બંધ થયા નહીં જેના કારણે લોકો સરોજથી ખૂબ જ કંટાળી ગયા અને સરોજે તેમના ભાઈ રીન્કુને ઘરે આવીને લઈ જવા કહ્યું હતું. જેના કારણે રીન્કુ તેમની બહેનને આવીને લઈ ગયો હતો અને તેણે પોતાના સાડા ત્રણ વર્ષના દીકરાને મૂકીને તે પોતાના પિયર રહેવા જતી રહી હતી.

ત્યારબાદ પિયર અને સાસરિયાંઓએ સમાધાન કર્યું હતું અને ફરી સરોજને ઘરે લાવવામાં આવી હતી. ત્યારે સાસુ સસરા ઉપરના માળમાં રહેતા હતા અને સરોજ તેમના પતિ રાહુલ અને તેમનો દીકરો નીચેના માળમાં રહેવાનું શરૂ કર્યું હતું. સાસુ-સસરાથી દીકરો અને દીકરાની વહુ જુદા રહેતા હતા છતાં પણ ક્યારેક ક્યારેક સાસુ અને વહુ વચ્ચે ઝઘડાઓ થતા હતા.

એક દિવસ પુત્રવધુએ તેની સાસુ માટે ભીંડાનું મિક્સ શાક બનાવ્યું હતું પરંતુ ચંદ્રકલા કાંદા ન ખાતી હોવાને કારણે તેણે અલગથી ભીંડાની કઢી ચંદ્રકલા માટે બનાવી હતી. સાસુ ચંદ્રકલાને ભીંડાની કઢી આપવા માટે તેમના દીકરાને બાઉલ લઈને ઉપર મોકલ્યો હતો. પૌત્ર દાદી પાસે જઈને બોલ્યો કે, મમ્મીએ તમારા માટે ભીંડાની કઢી બનાવીને મોકલી છે.

ત્યારબાદ ચંદ્રકલાએ ભીંડાની કઢી ખાધી હતી અને પરિવારના દરેક લોકોએ ભીંડા અને ડુંગળીનું મિક્સ શાક બનાવ્યું હતું તે ખાધું હતું. પરિવારના લોકો સૂઈ રહ્યા હતા પરંતુ ચંદ્રકલાને શાક ખાધા પછી ચેન મળ્યું નહીં તેને બેચેની અનુભવાતી હતી. જેના કારણે તે આગળના ફળિયામાં ચાલી રહી હતી. છતાં પણ તેને શાંત લાગ્યું નહીં અને અચાનક તેમને ઉલટી થઈ હતી.

જેના કારણે પરિવારના લોકોએ તેને સુવડાવી દીધી હતી પરંતુ તેની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ હતી. પરિવારના લોકોને તરત જ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં ચંદ્રકલાને દાખલ કરવામાં આવી હતી. તે સમયે ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમણે જે ભોજન લીધું છે તેમાં કોઈ ઝેરી પદાર્થ તેમણે ખાઈ લીધો છે જેના કારણે તેમની આ હાલત થઈ છે.

પરંતુ થોડીવાર સારવાર ચાલી ત્યારબાદ ચંદ્રકલાનું સારવારમાં જ મૃત્યુ થઈ ગયું હતું. પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા અને વિચારી રહ્યા હતા કે ચંદ્રકલાએ એવું શું ખાધું હતું કે જેના કારણે ચંદ્રકલાનું મૃત્યુ થઈ ગયું છે ત્યારબાદ રાહુલ પોતાના ઘરે આવ્યો હતો. તેમણે દરેક વાસણને ચેક કર્યા હતા પરંતુ બધા જ વાસણો સાફ હતા અને ડસ્ટબિનમાં પણ કશું મળી આવ્યું ન હતું.

ફ્રીજ જોતા પણ કોઈ ખાદ્ય સામગ્રીમાં ખરાબ દેખાયું નહીં. ત્યારબાદ મેડિકલની સૂચના પર પોલીસ અપેક્ષ હોસ્પિટલ પહોંચી હતી અને ચંદ્રકલા ના પરિવારના લોકોને પૂછપરછ કરી રહ્યા હતા. તે સમયે પરિવારના દરેક લોકોએ જણાવ્યું હતું કે તે બધા એક ભીંડા અને ડુંગળીનું મિક્સ શાક ખાધું હતું અને ચંદ્રકલા કાંદા ન ખાતી હોવાને કારણે તેમના દીકરાની વહુએ ભીંડાની કઢી બનાવી આપી હતી.

ત્યારબાદ પરિવારના લોકોને ઘરે આવ્યા હતા પરંતુ પોલીસ તેમના દીકરાની વહુની પૂછપરછ કરવા માટે ઘરે પહોંચી હતી અને સરોજની પૂછપરછ કરતા તેણે બરાબર જવાબ આપ્યો ન હોવાને કારણે પોલીસને સરોજ પર શંકા ગઈ હતી. સરોજની કડક પૂછપરછ કરતા તેમણે જણાવી દીધું હતું કે ઘઉમાં જીવાત ન થાય તે માટે જે દવા રાખવામાં આવતી હતી.

તે દવા તેમણે પોતાની સાસુની ભીંડાની કઢી બનાવવામાં મિક્સ કરી દીધી હતી. પોતાના સાસુ વહુના ઝઘડામાં તેમણે પોતાની સાસુનો જીવ લીધો હતો. આ જાણીને પરિવારના લોકો ખૂબ જ ગુસ્સે થયા હતા અને તેમના પરિવારની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યા હોવાને કારણે પરિવારના લોકો આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *