ગુસ્સે થયેલા પતિએ નાની વાતમાં પત્નીને ખેતરમાં લઇ જઈને પતાવી દીધી, કારણ જાણીને પરિવાર ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યું..!!

હાલના સમયમાં લોકો નાની નાની વાતમાં ઝઘડા કરી રહ્યા છે. જેમાં પારિવારિક ઝઘડાઓને કારણે બનતી જ ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના શાહજહાપુરમાં એક પતિ-પત્ની વચ્ચે પારિવારીક ઝઘડાને કારણે દર્દનાક ઘટના બની હતી. નરસા નાગલા ગામમાં આ ઘટના બની હતી.

ગામમાં પતિ-પત્ની રહેતા હતા. તેમાં પતિનું નામ આકાશ હતું અને તેમની પત્નીનું નામ લક્ષ્મી હતું. લક્ષ્મીના લગ્ન ઘણા સમય પહેલા આકાશ સાથે થયા હતા. બંને પોતાનું પારિવારિક જીવન ખૂબ જ સારી રીતે જીવી રહ્યા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા.

જેના કારણે લક્ષ્મી કંટાળીને પોતાના પિયર જતી રહી હતી અને તે પોતાના માતા પિતા સાથે રહેવા લાગી હતી એક દિવસ આકાશે લક્ષ્મીને ફોન કરીને પોતાના ગામની બહાર આવવા કહ્યું હતું તે સમયે ગામની બહાર આવેલા પીપળના ઝાડ પાસે આકાશ ઊભો હતો અને ત્યાં લક્ષ્મી આવી હતી. તે સમયે તેણે લક્ષ્મીને મનાવી હતી.

જેને કારણે લક્ષ્મી પોતાના માતા પિતાને જણાવ્યા વગર આકાશ સાથે બાઈક પર બેસીને ઘર તરફ જવા લાગી હતી બંને વચ્ચે આવતા બિલ હારી ગામ પાસે ઝઘડો થયો હતો.. જેના કારણે આકાશે પોતાની ગાડી ઉભી રાખી હતી અને બંને વચ્ચે ઝઘડો થતાં લક્ષ્મીએ તેમના પતિ પર ખરાબ કમેન્ટો કરી હતી.

જેના કારણે આકાશ ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે નજીકમાં આવેલા ભગવાનદાસના શેરડીના ખેતરમાં લક્ષ્મીને લઈ ગયો હતો અને ત્યાં જઈને લક્ષ્મીનું ગળું દબાવીને લક્ષ્મીને મારી નાખી હતી ત્યારબાદ આકાશ તેના ઘરે જતો રહ્યો હતો અને ત્યાં જઈને તેમને પોતાના સાસરિયામાં ફોન કરીને જણાવ્યું હતું કે,

‘લક્ષ્મી શું કરી રહી છે અને તે હજુ ઘરે કેમ નથી પહોંચી’ તેવા આરોપ લગાવ્યા હતા. જેના કારણે લક્ષ્મીની માતા રામદેવીએ પોલીસ સ્ટેશનમાં લક્ષ્મીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા સમયે આકાશની પૂછપરછ કરી હતી પરંતુ આકાશે કશું પણ બોલ્યું ન હતું અને પોલીસને એ ખેતરમાંથી કોઈ મહિલા ના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા.

જેના કારણે તપાસ કરતા જાણ થઈ હતી કે આમ લક્ષ્મીનો છે જેના કારણે આકાશની કડક પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે આકાશે પોતે લક્ષ્મીને મારી નાખ્યાનું કબૂલ્યું હતું. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. લોકો પોતાના જ અંગત વ્યક્તિઓ સાથે આવી કરુણ ભરી ઘટના કરી નાખતા તેઓ જરા પણ અચકાઈ રહ્યા નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment