Breaking News

ગુમ થયેલી યુવતીની લાશ કુવા માંથી મળતા માં-બાપ ત્યાં જ ઢળી પડ્યા.. વાંચો ..

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં એક અજીબ ઘટના બની છે. જેમાં એક યુવતીની લાશ કૂવામાંથી મળી આવી છે. જેતપુર તાલુકાના પીઠડીયા ગામે રામજીભાઇ ચાવડા પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. તેની દીકરી શીતલ ચાવડા છેલ્લા બે દિવસથી ગુમ હતી. ઘરેથી નીકળ્યા બાદ તે બે દિવસ સુધી ઘરે આવી નહોતી.

જેથી પરિવારે તેની શોધખોળ ચાલુ કરી હતી. તેમજ વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. ફરિયાદ નોંધાવતા પોલીસે શીતલ ને શોધવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ પીઠડીયા ગામ પાસે આવેલા એક ખેતરમાં કૂવામાં પ્રાગજીભાઈ ગોંડલીયા નામના યુવકે લાશ તરતી હોય જેવું દેખાયું હતું..

તેથી તેણે તાત્કાલિક ધોરણે પોલીસને ફરિયાદ કરી હતી કે કૂવામાં લાશ છે. વીરપુર પોલીસે નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી યુવતીની લાશ કુવામાંથી બહાર કાઢી હતી. અને જોયું તો બે દિવસ પહેલા નોંધાયેલી ફરિયાદ મા જે યુવતી ગુમ હતી તે યુવતીની આશંકાઓ આ લાશ સાથે જોડાયેલી છે.

તેવું જણાતા તેણે તરત જ શીતલ ના પિતા રામજીભાઇ ચાવડા અને ઓળખ માટે બોલાવ્યા હતા. રામજીભાઇ ચાવડા તરત જ ઘટનાસ્થળે પહોંચી આવ્યા અને યુવતીની લાશ જોઈ તો તેણે પોતાની જ દીકરી હોવાનું જણાવ્યું હતું. કારણકે શીતલ જે કપડાં પહેરીને ઘરેથી નીકળી હતી તે જ કપડા તે લાશે પહેરેલા હતા.

પોતાની નજર સામે પોતાની દીકરીની લાશ જોતા શીતલ ના પિતા રામજીભાઈ ત્યાં જ ઢળી પડ્યા હતા અને પરિવાર પર આફતના વાદળો ઘેરાઇ ગયા હતા. ત્યારબાદ વીરપુર પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. તેમજ આગળની કામગીરી કાયદેસર રીતે હાથ ધરી છે.

સાથોસાથ આ યુવતીએ આપઘાત કર્યો છે કે કોઈએ તેની હત્યા કરી નાખી છે તે અંગે જાણકારી મેળવવા માટે વિરપુર પોલીસ સતત મળતી રહી છે. ગુજરાતમાં આવા બનાવોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. નજીવી બાબતમાં ઘર છોડીને જતા યુવક કે યુવતીને લાશ મળતા સૌ કોઈના જીવ પડીકે બંધાતા હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

વતને જવા નીકળેલા પરિવારની કારને ટ્રકે કચડી નાખતા એક સાથે 4 લોકોના જીવ ફાટી ગયા, હાઈવે ચીચયારીથી ગુંજી ઉઠ્યો..!

આજકાલ અકસ્માતના બનાવવામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. વાહન ચાલકની બેદરકારીને કારણે રોજ-દરરોજ અકસ્માત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *