Breaking News

ગુમ થયેલા યુવકનું માથું તળાવમાંથી અને ધડ ઓરડીમાંથી મળી આવ્યું, જાણો આ રહસ્યમય ઘટનાનું સાચું કારણ..!

ગુજરાતમાં દિવસેને દિવસે લૂંટફાટ તેમજ મારામારી ની ઘટનાઓ વધતી જાય છે. દાણીલીમડા વિસ્તારમાં ની સોઢળ તલાવડીમાંથી એવી વસ્તુઓ મળી છે કે જે જોઈને ત્યાંના લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે, તેઓની રાતોની ઊંઘ પણ ખરાબ થઈ ગઈ છે.

દાણીલીમડા વિસ્તારમાંથી શુક્રવારની સાંજે આશરે દસેક દિવસ પહેલાં શાહરૂખ ઉર્ફે મસુરી નામનો યુવક ગુમ થઈ ગયો હતો. અચાનક જ એક દિવસ ઘરે નહોતો આવ્યો. પરિવારે બીજા દિવસ સુધી રાહ જોઈ છતાં પણ તે ઘરે ન આવ્યો. તેમજ તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો.

તેથી પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ શાહરુખની કોઈ પણ જાણ ન મળતા તેઓએ અંતે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જલ્દી થી જલ્દી શાહરૂખને ગોતી લાવવા માટે અપીલ કરી હતી. પોલીસ પણ તેની દરેક શક્તિઓને લગાડીને શાહરૂખ ને ગોતવા લાગી હતી.

પરંતુ અચાનક જ દસ દિવસ પછી દાણીલીમડામાં આવેલી સોઢળ તલાવડીમાં એક એવી વસ્તુ મળી આવી હતી કે પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. તલાવડી ની પાસે બાળકો રોજની જેમ રમતા હતા. ત્યારે તેઓને એક યુવકનું માથું તળાવમાંથી તરતુ મળી આવ્યું હતું. ત્યારબાદ તેઓએ જેને સ્થાનિક આગેવાનોને જાણ કરી હતી.

સ્થાનિક આગેવાનોએ છાન બિન કરતા જોયું કે આ તો કોઈક યુવકનું માથું હતું. જેથી તેઓ તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને જોયું તો યુવકનું માથુ તળાવમાં હતું તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી તો તેને એક બંધ ઓરડામાં યુવકનું ધડ પણ મળી આવ્યું હતું.

પોલીસને શંકા ગઈ કે કદાચ ધડ અને માથું 10 દિવસ પહેલા ગુમ થઈ થયેલા શાહરુખનું હોઈ શકે છે. તેથી તેઓએ શાહરુખની માતાને ઓળખાણ માટે બોલાવ્યા હતા. જેમાં શાહરૂખની માતા હુશનાબનુએ શાહરૂખને હાથ પર આવેલા ટાકા અને તેના કપડાં પરથી મરનાર યુવક તેનો પુત્ર શાહરૂખ જ છે તે કન્ફોર્મ કર્યું હતું.

આ મિસ્ટ્રીને સુઈ જવા માટે અલગ-અલગ એજન્સીઓના પોલીસ કર્મીઓ કામ કરી રહ્યા છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચ પણ શંકાસ્પદ લોકોની અટકાયત કરીને આ ગુનાને ઉકેલો માટે પ્રયાસો કરી રહી છે. પોલીસને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે શાહરુખની હત્યા ડીઝલ ચોરી ની બબાલમાં થયેલી છે.

શાહરૂખ વિરુદ્ધ અગાઉ કેટલાય બનાવો સરકારી ચોપડે નોંધાઈ ગયા છે. ડીઝલ ચોરીના કિસ્સામાં તેની ગેંગના 4 લોકોની વચ્ચે અંદરો-અંદર બબાલ થઈ હતી. જે દરમિયાન શાહરૂખ ને અત્યારે વાર કરીને મારી નાખવામાં આવ્યો હોય તેવું જણાવ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *