Breaking News

ગુજરાતમાં માવઠાના વરસાદી કરાની સાથે સાથે હાડ થીજાવે તેવી ઠંડીની ટક્કર જામશે.. વાંચો આગાહી..!

ગુજરાતમાં હવામાન વિભાગએ આગાહી કરતા જણાવ્યું છે કે આવતા 3 દિવસમાં જ ઠંડી વધવાની પૂરે પૂરી શક્યતા છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ શેવાઈ રહી છે. મહત્વનું છે કે વહેલી સવારથી જ રાજ્યમાં શહેરીજનોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

અને સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. ગુજરાતના નલિયામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. તેમજ વહેલી સવારથી જ કડકડતી ઠંડીની અસર જોવા મળી છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં છે.

બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. હાલ હવામાં ભેજને લીધે લધુત્તમ તાપમાન ઘટ્યું નથી. રાજ્યના મોટાભાગના શહેરોનું લધુત્તમ અને મહત્તમ તાપમાન ઉંચકાયું છે.

જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના જુનાગઢ, જામનગર અને રાજકોટમાં તાપમાનમાં 4 થી 5 ડીગ્રીનો ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ ખુબ વધશે. કચ્છમાં પણ આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થઇ શકે છે.

ઉત્તર ભારતમાં પણ હવે ઠંડી ધીરે ધીરે વધી રહી છે. આ સાથે સાથે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાચચીતમાં આગાહી કરતા નિવેદન આપ્યું છે કે, ડિસેમ્બર મહિનાની શરૂઆત થતા જ વાવાઝોડા અને ચક્રવાત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવતા હોઈ છે.

જેના લીધે હવાના હળવા દબાણની અસરથી વાદળો લગભગ દેશના ઘણા ભાગોમાં આવી શકે.  ગ્રહો પ્રચંડ નાડીમાં છે એટલે હવાના હળવા દબાણો સર્જાતા રહેશે અને આ દબાણના લીધે દેશના ઘણા ભાગોમાં માગશર માસની શરૂઆત સુધીમાં ભારે માવઠું થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની સંભાવના પિશ્ચિમી વિક્ષેપ આવતા નથી તેથી ઠંડી પણ નથી.

એક બાજુ ઠંડીનું જોર ખુબ મોટા પ્રમાણમાં વધી ગયું હશે અને બીજી બાજુ દરિયામાં ઉત્તપન્ન થયેલા લો પ્રેશરના લીધે માવઠા વાવાઝોડા કે ચક્રવાત જન્મશે. જેના પગલે સમગ્ર પ્રદેશમાં ઠંડીનું ક્ફન લહેરાશે. તેથી વરસાદી ટીપાં બર્ફીલા કરામાં ફેરવાઈ શકે છે. જો કરા પડશે તો વાતાવરણ ખુબ જ ઠંડુગાર બની જશે..

અમદાવાદમાં 34.1 ડિગ્રી મહતમ અને 14.1 ડિગ્રી સાથે  નીચું તાપમાન નોંધાયું હતું.  નલિયામાં 15.2, વડોદરા તેમજ ડીસામાં 15.4 ડીગ્રી તાપમાન અને રાજકોટમાં 16 તો ભાવનગર અને ભૂજમાં 18 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ સુરતમાં 20 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

શ્રીનગરમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. ગઈ રાતે સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. આ દરમિયાન તાપમાન માઈન 2.3 ડિગ્રી નોંધાયું હતું. પંજાબ, હરિયાણા અને ઉત્તરીય રાજસ્થાનના કેટલાક ભાગોમાં શીતલેહરની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ પણ જાહેર કરી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *