Breaking News

ગુજરાતમાં આ તારીખથી પડશે માવઠા, અંબાલાલ અને હવામાન વિભાગની મોટી આગાહી.. વાંચો..!

જેમ દિવાળી નો સમય નજીક આવતો ગયો તેમ તેમ ઠંડીનો ચમકારો ખુબ તેજ બની રહ્યો છે. ધીમે ધીમે ઠંડી રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે અને હિમવર્ષાનો આરંભ પણ થાય તો કશુ કહી શકાય નહી. હવામાન વિભાગે અને ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આવનારો સમય ખેડૂતો માટે ખુબ જ આકરો સાબિત થવાનો છે.

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં તારીખ 10 નવેમ્બર થી લઈને 15 નવેમ્બર સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગના વડાના જણાવ્યા મુજબ લક્ષદ્વીપ પાસે મોટું લૉ પ્રેશર સર્જાવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે તેવી પૂરે પૂરી શક્યતા છે.

આ આગાહીના પગલે ગુજરાતના દરિયા કિનારા ના વિસ્તારોમાં કે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ઠંડા પવન અને અંધી સાથે ફૂંકાશે.અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં આગામી 3 થી 4 દિવસમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે આવેલા વિસ્તારોમાં દે ધના ધન વરસાદ વરસવા લાગશે.

ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાઅ ભારે વરસાદને પગલે ખેડૂતોના પાક પહેલાથી બગડી ચુક્યા છે. સમય જતા જે લોકોના પાકમાં અસરકારક વાંધો ન હતો તે લોકોના પાકમાં રીકવરી આવી ચુકી છે. પરંતુ જો આ માવઠા ખેડૂતોને હેરાન કરવા માટે આવશે તો બચેલું કશુ જ નહી બાકી રહે.

હવામાન વિભાગ તેમજ અંબાલાલની આ આગાહીને લીધે મારા દેશના ખેડૂતો શિયાળુ પાકમાં નુક્સાન વેઠવું પડશે તેવું જણાઈ રહ્યું છે. રાજ્ય સરકારે પણ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ખુલ્લામાં રાખેલા અનાજને નુક્સાનથી બચાવવા માટે સૌરાષ્ટ્રના ખેડૂતો અને APMCને ખાસ સૂચનો કર્યાં છે.

કમોસમી માવઠાને લીધે મગફળી અને કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ રહેલી છે. મગફળીનો તૈયાર થયેલો પાક ખેતરમાં પડેલો છે. બસ તેને વેચવાનો બાકી છે તેવી પરીસ્થિતિમાં જો વરસાદ વહેલ પહોચી ગયો તો બધો જ પાક વેડફાય જશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *