છેલ્લા ઘણા સમયથી આપણે એવા ઘણા બધા સમાચાર સાંભળ્યા છે, જેમાં ખરાબ વિચારધારા ધરાવતાં યુવકો યુવતીઓને લગ્નની લાલચ આપીને ન કરવાના કામો કરાવતા હોય છે. તેના પરિવારજનોને પાસેથી પૈસા પડાવી લેવા તેમજ .દુ.ષ્ક.ર્મ. જેવી હલકી પ્રવૃત્તિઓ કરવાના રવાડે પણ ચડી જતા હોય છે..
પરંતુ હાલ ગુજરાતની એક આલ્બમ અભિનેત્રીએ એક યુવકને પોતાની જાળમાં ફસાવી લીધો છે અને તેની પાસેથી કટકે-કટકે કરીને કુલ આઠ લાખ રૂપિયા સુધીની રકમ પચાવી પાડી છે. તેમજ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકીઓ આપી છે. આલ્બમ ની અભિનેત્રી ની લાલચ માં ધનસુરાના ચોગમડાકંપા વિસ્તારમાં રહેતા તેમજ..
હાલ બોટાદની આનંદધામ રેસિડેન્સીમાં રહેતા જીગ્નેશ કુમાર પટેલ નામના યુવકને ગુજરાતી અભિનેત્રીએ યશ્વી દિનેશભાઈ પટેલ નામની છોકરીએ ફસાવીને બરબાદ કરી નાખ્યો છે. આ મામલો ધનસુરા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જેમાં ફરિયાદ કરતાં જીગ્નેશકુમાર પટેલે જણાવ્યું છે કે તે થોડા સમય પહેલા ગુજરાતી અભિનેત્રી યશવી પટેલ નામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી મિત્રતા બનાવી હતી..
તેઓ એકબીજા સાથે વાતચીત કરતા હતા. યશવી પટેલ ની બર્થ ડે હોવાથી તેણે મને વડોદરા ખાતે બોલાવ્યો હતો. હું તેને મળવા માટે વડોદરાની એક હોટેલમાં ગયો હતો. જ્યાં જઈએ તેના પરિવારજનો સાથે તેની મુલાકાત કરાવી હતી. યશ્વીના પિતાએ જીગ્નેશ કુમારને જણાવ્યું હતું કે યશ્વી માટે એક સારો છોકરો શોધીએ છીએ..
જે લગ્ન માટે લાયક હોય એ બધી વાતો કરીને જીગ્નેશકુમારને વશ કરી લીધો હતો. અને જણાવ્યું હતું કે જીગ્નેશકુમાર તમે અમારા તમામ પરિવારજનોને ગમ્યા છે. એટલા માટે તેમની દીકરી યશ્વીનું આલ્બમ શૂટિંગ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તેના લગ્નની તારીખ નક્કી કરવામાં આવશે ગુજરાતી અભિનેત્રી સાથે લગ્ન કરવાની ઇચ્છામાં જીગ્નેશકુમાર ખૂબ જ ખુશ થઇ ગયો હતો..
વારંવાર યુવતી અને જીગ્નેશ કુમાર વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત ચાલતી હતી. તમામ પરિવારના સભ્યોને જીગ્નેશકુમાર ઉપર ખૂબ જ વિશ્વાસ હતો. જેમાં જીગ્નેશકુમાર પણ ધીમે ધીમે પરિવારજનોની વાતોમાં આવવા લાગ્યો હતો. અને તેઓ જે વસ્તુઓની માગણી કરી તે તમામ ઈચ્છાઓને પૂર્ણ કરવા લાગ્યો હતો..
બડે ઉપર ગિફ્ટ આપવા માટે પરિવારને 55 હજાર રૂપિયાનું iphone માંગ્યો હતો એટલા માટે જીગ્નેશકુમાર iphone પણ લાવી આપ્યો હતો ત્યારબાદ તેને એક સોનાની બુટ્ટી પણ બનાવી આપવાની વાત પરિવારજનોને કુમારને કરી હતી. એટલા માટે જીગ્નેશકુમાર 46 હજાર રૂપિયા ની બુટ્ટી બનાવીને ગિફ્ટ કરી હતી..
પરંતુ એ બુટ્ટી ખોવાઈ ગઈ છે તેમ કહીને જઈએ નવી બુટ્ટી લઇ આપવાનું કહ્યું હતું એ મુજબ નવી બુટ્ટી પણ વડોદરાથી લઇ આપી હતી. ત્યારબાદ મમ્મી અને પપ્પા બંને બીમાર છે. તેમજ ભાઈની ભણવાની ફી ભરવાની છે. તેમ કહીને કુલ ચાર લાખ રૂપિયાની રકમ બેંક ના માધ્યમથી જીગ્નેશકુમાર પાસે ખાતામાં મંગાવી હતી તેણે જણાવ્યું હતું કે મારે આલ્બમની ફી આવે એટલા માટે હું તમને પૈસા પરત આપી દઈશ..
પરંતુ ઘણો સમય વિત્યા બાદ પણ તેને પૈસા પરત આપ્યા હતા નહીં. આ સાથે સાથે તેણે જુદી જુદી રીતે એટલી બધી વાર પૈસા મંગાવ્યા હતા એક દિવસ જીગ્નેશકુમારે યશ્વીને ફોન કર્યું હતું અને કહ્યું હતું કે મને મારા પૈસા પાછા આપી દે. તો યશ્વીએ તેને જણાવ્યું હતું કે તું તારો ફોન અને તારી બુટી પાછી લઈ જજે અને હવે આજ પછી ક્યારેય પૈસા માગવા આવતો નહીં નહીં..
તો તને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે અને જાન થી મારી પણ નાખવામાં આવશે. તેમજ જુદા જુદા પોલીસ અધિકારીઓના નામ લઈને તેને ખોટી રીતે ધમકાવવામાં પણ આવ્યો હતો. આ તમામ બાબતોથી કંટાળી જઇને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનો ગુનો તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓને લઈને જીગ્નેશકુમાર એ અભિનેત્રી યશવી પટેલ ની સામે ફરિયાદ નોંધાવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]