Breaking News

સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટની બેઠક પૂર્ણ, કોને મળ્યું કયું ખાતું મળ્યું જુઓ લિસ્ટ..

ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનો મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યોનું મંત્રીમંડળ રચાયું. જેમાં 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ છે.

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ રાજભવન ખાતે યોજાઈ હતી. જેમા નો રીપિટ થીયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે. શપથ સમારોહ સમાપ્ત થાય બાદ સ્વર્ણિમ સંકુલ ખાતે શપથગ્રહણ કર્યા બાદ કેબિનેટ, રાજ્ય કક્ષા અને સ્વતંત્ર હવાલા મેળવનાર મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી.

કોને કયા ખાતાની ફાળવણી કરવી તે માટે સાંજે સાડા ચાર વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જે બાદ મંત્રીઑની ખાતાની ફાળવણી કરી દેવાઈ છે, મહત્વના ગણાતા ગૃહ, નાણા અને આરોગ્ય ખાતાના સુકાની પણ નક્કી કરી દેવામાં આવ્યા છે.

ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરાઈ છે. જેમાં હર્ષ સંઘવીને ગૃહ, રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ અને કાયદો, રાઘવજી પટેલને કૃષિ, બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર, પ્રદીપ પરમારને સામાજીક અને ન્યાય ખાતું ફાળવવામાં આવ્યું છે.

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીના શપથ લીધા બાદ આજે નવા મંત્રી મંડળની શપથ વિધિ પૂર્ણ થઈ ચૂકી છે. નવા મંત્રીમંડળમાં જૂના મંત્રીઓને પડતા મૂકીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં હર્ષ સંઘવીને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ સિવાય કોને-ક્યું મંત્રાલય સોંપવામાં આવ્યું છે, ખાતા ફાળવણી ની વિસ્તૃત માહિતી પર નજર નાખીયે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ– સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો

 • વિભાગો કેબિનેટ મંત્રી
 1.  રાજેન્દ્ર ત્રિવેદી   મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
 2. જીતુ વાઘાણી– શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક
 3. પૂર્ણેશ મોદી– માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
 4. ઋષિકેશ પટેલ આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો
 5. રાઘવજી પટેલ– કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન કનુ દેસાઇ- નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ
 6. કીરીટસિંહ રાણા– વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
 7. નરેશ પટેલ– આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા
 8. પ્રદિપસિંહ પરમાર– સામાજીક ન્યાય અને અધિકારીતા
 9. અર્જુનસિંહ ચૌહાણ– ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ
 • રાજયકક્ષાના મંત્રી(સ્વતંત્ર હવાલો)
 1. હર્ષ સંઘવી – રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન
 2. જગદીશ વિશ્વકર્મા– કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી
 3. બ્રિજેશ મેરજા– શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
 4. જીતુ ચૌધરી– કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો
 5. મનીષાબેન વકીલ– મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા રાજયકક્ષાના મંત્રી
 6. મુકેશ પટેલ– કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
 7. નિમિષાબેન સુથાર– આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ અરવિંદ રૈયાણી– વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
 8. કુબેર ડીંડોર– ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો
 9. કિર્તીસિંહ વાઘેલા– પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
 10. ગજેન્દ્રસિંહ પરમાર– અન્ન નાગરિક પૂરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
 11. આર. સી. મકવાણા– સામાજીક ન્યાય અને અધિકારીતા
 12. વિનોદ મોરડીયા– શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
 13. દેવા માલમ– પશુપાલન અને ગૌ સંવર્ધન

ગુજરાતના નવા મંત્રીમંડળે શપથ લેતાની સાથે ખાતા પણ ફાળવી દેવાય છે ત્યારે PM મોદીએ નવા મંત્રીઓને ટ્વીટ કરી શુભકામના પાઠવાત કહ્યું કે મંત્રી તરીકે શપથ લેનાર તમામ સાથીઓને અભિનંદન, આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે જાહેર સેવામાં જીવન સમર્પીત કર્યુ, આ કાર્યકર્તાઓએ પાર્ટીના એજન્ડાને આગળ વધાર્યો સૌને યશસ્વી કાળ માટે શુભકામનાઓ..

અમિતશાહએ પણ પાઠવી શુભકામના ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે @narendramodi જી અને @Bhupendrapbjp જી ના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળ લોક કલ્યાણકારી યોજનાઓને રાજ્યના ગરીબ લોકો સુધી પહોંચાડવા માટે નિરંતર સેવાભાવ સાથે કામ કરશે.”

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સગાભાઈના મૃત્યુના 11 મહિના બાદ દિયરે તેની વિધવા ભાભીને હથોડાના ઘા મારીને પતાવી દીધી, 3 માસુમ બાળકો નિરાધાર..!

કેટલીક વાર એવું થતું હોઈ છે કે પરિવારના મોભીના ગયા બાદ પરિવારના અન્ય સભ્યો પોતાને …

Leave a Reply

Your email address will not be published.