ગુજરાતના નવા CM આજે દિલ્હીની મુલાકાતે: જાણો ભૂપેન્દ્ર પટેલ કેમ પહોંચ્યા દિલ્હી..

ગુજરાતના રાજકારણમાં ખાસ ભાજપ સરકાર માં ભારે ઉથલપાથલ બાદ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ની પસંદગી કરવામાં આવી હતી. તમામ મંત્રીઓ ની પસંદગી બાદ  ગુજરાતના મુખ્યમંત્રી નો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે જવા રવાના થયા છે. જ્યાં બપોરે 4 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથે મુલાકાત કરશે.મહાનુભાવો સાથેની આ મુલાકાત મહત્વની ગણાય છે.

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી શુભેચ્છા મુલાકાત માટે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થયા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ સૌ પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈક્યા નાડુને મળશે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહને મળશે. સાંજે 6 કલાક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સોમવારે 20મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે પહોંચી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલ આજે પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તેમજ ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુજીની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરવા જઈ રહ્યા છે. આ સિવાય ભુપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સૌજન્ય શુભેચ્છા મુલાકાત પણ કરશે.

ગુજરાતમાં આગામી સમયમાં કયા કામો કરવામાં આવે અને ચૂંટણીને લઈને પણ તેઓ કોઈ ચર્ચા કરી શકે તેવી શક્યતા છે. નોંધનીય છે કે કોઇ પણ રાજ્યમાં નવા મુખ્યમંત્રીની વરણી બાદ દેશનાં વડાપ્રધાન સાથે બેઠક કરવાની પરંપરા રહી છે જે હેઠળ તેઓ શુભેચ્છા મુલાકાત માટે દિલ્હી જઈ રહ્યા છે.

ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ 11.30 કલાકે ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ ની શુભેચ્છા મુલાકાત કરશે. બપોરે 12 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે 6 વાગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ની પણ શુભેચ્છા મુલાકાત કરશે અને ત્યારપછી સીએમ ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીથી રાત્રે અમદાવાદ પરત આવશે.

ગુજરાતના રાજકારણની ઉથલપાથલ સાથે સાથે પંજાબ ના નવા cm ની નિમણુંક બાદ આમ અચાનક ગુજરાતના નવા cm ભુપેન્દ્ર પટેલની દિલ્લી ખાતે pm મોદી અને અન્ય મોટા મોટા સાથે ની મુલાકાત એ આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ સાથે ગૂઢ રાજકીય રણનીતિ ના એંધાણ આપી રહી છે મળતી માહિતી મુજબ cm ની આ મુલાકાત માં આ વિષયક વધુ ચર્ચાઓ થઈ શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment