Breaking News

ગુજરાતના આ વિસ્તારોમાં હીટવેવની આગાહી, તાપમાનનો પારો પહોચશે આટલા ડીગ્રીને પાર.. વાંચી લો હવામાન ખાતાની આગાહી..

ગુજરાતના હવામાન વિભાગે તેમજ જાણીતા હવામાન નિષ્ણાતોએ પણ આગાહી કરતા જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ જશે.. તાપમાન ૪૦ ડિગ્રી લઈને ૪૧ ડિગ્રી સુધી જુદું-જુદું નોંધાયું છે. જે ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે તાપમાન છે. આ તાપમાન નોંધાતા ની સાથે જ કોઈ લોકોએ ઉનાળાનો ખરેખરો અનુભવ કર્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે તાપમાનનો પારો કેટલો બધો ઉપર ચડી જશે કે જે આજ સુધી સૌથી વધારે તાપમાન સાથે પાછળ વર્ષના તમામ રેકોર્ડને તોડી નાખશે. આ સાથે સાથે હવામાન વિભાગે આવનારા અમુક દિવસો માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દીધું છે.

છેલ્લા ૨ દિવસથી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. બપોરના સમયે સૌ કોઈ લોકો ઘરની બહાર નીકળવા માટે સો વાર વિચાર કરે છે. ગરમીના કારણે મુસાફરો, ફેરિયાઓ અને રાહદારીઓને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં આ વર્ષની ગરમી જોતા એવું લાગી રહ્યું છે કે તમામ ગરમીના રેકોર્ડ આ જ વર્ષે તૂટી જશે..

હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ વાતાવરણમાં એન્ટી સાયકલોનીક સરકયુલેશનની અસર શરૂ થઈ ગઈ છે. એટલે કે ગરમ અને સૂકા પવનો અતિશય ઝડપે ફૂંકાવા લાગ્યા છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર વધારો થશે. તેમજ ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધવા લાગશે..

હાલ ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર થઈ ગયું છે. ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ માં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત હવામાન વિભાગે 15 તારીખે લઈને 18 તારીખ સુધી ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર સુરેન્દ્રનગર તેમજ કચ્છ ભારે હીટ વેવની આગાહી આપી છે…

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, પાટણ અને અમદાવાદ સહીતના જીલ્લાઓમાં ભારે ગરમીના કારણે હીટવેવની આગાહી આપવામાં આવી છે. આ સાથે સાથે દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર થઇ ચુક્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *