Breaking News

ગુજરાતના આ જીલ્લાઓમાં આજે ભયંકર હીટવેવની આગાહી, આ વિસ્તારમાં અતિશય ગરમીની સાથે લૂ ફૂંકાશે..!

રાજ્યમાં ઉનાળો અગનગોળા વરસાવી રહ્યો છે. રોજ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી ઉપર ચડી રહ્યો છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દીધું છે. આ સાથે તેઓએ જણાવ્યું છે કે આગામી ૪૮ કલાકની અંદર અંદર તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સુધી નીચે જશે..

પરંતુ ચારથી પાંચ દિવસ સુધી ગરમીમાં કોઈપણ પ્રકારનો ઘટાડો દેખાશે નહીં. એટલે કે અતિશય ગરમીને કારણે ગરમ હવા વાતાવરણમાં પ્રસરી છે. ગરમ પવન ફૂંકાવાને કારણે હીટ વેવની આગાહી આપવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, હિંમતનગર, પાલનપુર, બનાસકાંઠા તેમજ કચ્છનું નાનું રણ અને મોટું રણની સાથે સાથે રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે તડકો પડશે તેમ જણાવ્યું છે…

આ તડકાને લઈને કેટલીક સાવચેતી રાખવા માટે પણ હવામાન વિભાગે જાહેરાત કરી છે. અને જણાવ્યું છે કે નાના બાળકો તેમજ વડીલોને અતિશય તડકામાં ન જવા દેવા. આ સાથે સાથે આછા કલરના કપડાં તેમજ કોટનના કપડા પહેરવા માટે જણાવ્યું છે. જેથી કરીને તડકાની વધારે પડતી અસર શરીર પર ન થાય..

તેમજ બપોરના સમયે બહાર નીકળતી વખતે શરીર પર તેમજ માથાના ભાગે ઠંડા વસ્ત્રો રાખવાનું જણાવ્યું છે.  હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા દસ વર્ષમાં માર્ચ મહિનાની અંદર પહેલી વાર આટલી બધી ગરમી જોવા મળી રહી છે. કારણ કે મોટા ભાગે માર્ચ મહિનો પૂરો થતાની સાથે ગરમીની ગતિ વધતી હોય છે.

પરંતુ આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન ૪૨ કે ૪૫ ડિગ્રી આસપાસ પહોંચી જતા રાજ્યના નાગરિકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન શાસ્ત્રી અંકિત પટેલે કહ્યું છે કે, અમદાવાદમાં 25 માર્ચ આસપાસ ગરમીનો પારો ૪૨ ડિગ્રી આજુબાજુ પહોંચ્યો હોય છે.. પરંતુ આ વર્ષે 15 માર્ચ આવતાની સાથે જ ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચી ગયો છે. આ બાબત ૨૦ વર્ષમાં પહેલી વાર બની છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *