Breaking News

ગુજરાતમાં મેઘરાજા રીસાયા : અંબાલાલ સહિતના હવામાન શાસ્ત્રીઓ પણ હવે આપે છે હવે દુકાળની આગાહીઓ? જાણો!

વરસાદ ન આવતા દુકાળની આગાહીઓ : ગુજરાતમાં મેઘરાજા રીસાયા હોય એવુ લાગે છે. લાંબા સમય બાદ પણ મેઘરાજાએ ઘણા જીલ્લાઓમાં એન્ટ્રી મારી નથી. ખેડૂતોનો પાક પાણીની સગવડ વગર ઉભે ઉભો સુકાઈ રહ્યો છે. આવા સમયે ખેડૂત મિત્રો મેહમાનની રાહ જોતા હોઈ એવી રીતે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. પરતું હાલ વરસાદની કોઈ સંભવાના ન લાગતા રાજ્યના હવામાન શાસ્ત્રીઓ દુકાળ પડશે એ મુજબની આગાહીઓ કરવ લાગ્યા છે. તો ચાલો આપડે જોઈએ કે કોણે કોણે શું આગાહીઓ કરી છે…..

સ્કાયમેટ નામની હવામન સંસ્થાએ ગુજરાતમાં 47 ટકા , ઓડીશામાં 31 ટકા, મણીપુરમાં 58 ટકા, અરુણાચલ પ્રદેશમાં 25 ટકા, આસામમાં 20 ટકા, નાગાલેંડમાં 23 ટકા તેમજ મધ્યભારતમાં 11 ટકા જેટલો વરસાદ ઓછો નોંધાયો છે એવું અનુમાન કર્યુ છે. તેમજ આ વર્ષે ભારતમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ નોંધાયો છે અને હજુ પણ ઓછો જ વરસાદ વરસશે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

ગુજરાતમાં દુષ્કાળની શકયતા કેટલી? : ગુજરાતમાં પણ આ વર્ષે પાછળના વર્ષોની સરખામણીમાં સાવ ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતોને એવી આશા છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ આવશે અને ખેડૂતોની તમામ સમસ્યાઓનો હલ થશે. તેમજ સ્કાયમેટ નામની હવામાન સંસ્થાએ જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં જરૂર વરસાદ વરસશે. ચોમાસું નહીવત છે એનું એક કારણ એ છે કે હિન્દ મહાસાગરમાં IODના 5 ફેઝ અને જુલાઈ ઓગસ્ટ મહિનામાં ફેરફાર થય શકે છે.

ખેડૂતોને સિંચાઇ અને લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાશે  :ગુજરાતનાં એક સિનિયર અધિકારીએ કહ્યું કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા દુકાળ એક મોટું સમસ્યા બની રહી છે. ખેડૂતોને સિંચાઇ માટે તો શું ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા પણ દુકાળનાં કારણે જોવા મળશે કારણે કે નર્મદા સિવાયનાં તમામ ડેમ પાણી વિના સુકાઈ રહ્યા છે.

ગુજરાત સરકારનું ટેન્શન વધ્યું :  પરિસ્થિતિ પર નજર રાખી રહેલા ગુજરાતનાં એક અધિકારીએ કહ્યું કે ઓછો વરસાદ ગુજરાત માટે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે અને સંભાવના છે કે ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં વરસાદ આવશે, નહીંતર ખેતી ક્ષેત્રને મોટો ફટકો પડશે.

કેટલો ઓછો વરસાદ? :  નોંધનીય છે કે ગુજરાતમાં સામાન્યપણે મધ્ય જૂનથી મધ્ય સપ્ટેમ્બર મહિના સુધી વરસાદી સિઝન જામતી હોય છે. ગયા વર્ષે જ્યાં નવમી ઓગસ્ટ સુધીમાં જ 449.3 mm વરસાદ ગુજરાતમાં પડ્યો હતો ત્યાં આ વર્ષે 15 ઓગસ્ટ સુધી માત્ર  304.7 mm વરસાદ જ પડ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *