Breaking News

ગુજરાતમાં દુષ્કાળનો વા : 207 માંથી માત્ર 4 જ ડેમો છલકાયા , કચ્છમાં તો દુષ્કાળ નક્કી જ….

ગુજરાતમાં વરસાદની ફરીવાર એન્ટ્રી થતા સૌ કોઈને આવું લાગતું હતું કે બધા જ ડેમો છલકાઈ જશે અને ખેડૂતોના સિંચાઈઅ પાણીના તમામ પ્રશ્નો હલ થી જશે. પરતું વરસાદ આવ્યો તો ખરા પણ સાવ નહીવત કહી શકાય એ પ્રકારનો. વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે.

આ વર્ષે વરસાદ ઓછો થતા રાજ્યમાં ઉનાળામાં પીવાના પાણીના ફાફા ન પડે એ બાબતની ચિંતા અત્યારથી જ થવા લાગી છે. રાજ્યમાં મોટા ભાગના જળાશયો ખાલી છે. રાજ્યમાં કુલ 207 ડેમો આવેલા છે તેમાંથી આજની તારીખ સધી માત્ર 4 ડેમો જ ભરાયેલા છે. બાકી બધા ડેમોમાં પાણી ની સપાટી સાવ ઓછી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના જળાશયો તો સાવ ખાલી ખમ પડ્યા છે. આ સાથે ગુજરાતના ૨૦૭ ડેમો પૈકી માંડ ચાર ડેમ છલકાયા છે, બીજી તરફ ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોની સ્થિતિ ખાલીખમ જેવી છે, ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં માંડ ૨૩.૬૩ ટકા જ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

કચ્છના રણ વિસ્તારમાં મોટા ભાગે બાગાયતી ખેતી થાય છે. તેથી ખેડૂતોને ફળફળાદીના પાકને સાચવી રાખવા માટે તેનું ખુબ જ જતન કરવ પડે છે. આ માટે તેઓને પાણીની પુષ્કળ જરૂર પડે છે. પરુ આ વર્ષે ઓછા વરસાદઅ કારણે કચ્છના મોટા ભાગના ડેમોમાં 21 ટકા જેટલું જ પાણી ભરેલું છે. જે ઉનાળામાં પીવા માટે સંગ્ર કરાઈ રહ્યું છે.

દક્ષીણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે એવું કહી શકાય તેથી ત્યાં 13 ડેમોમાં પાણી નો જથ્થો 70 ટકા જેટલો ભરાયેલો છે. તેથી દક્ષીણ ગુજરાતના ખેડૂતોને સિંચાઈની કોઈ મુશ્કેલી નથી. ઉત્તર ગુજરાત સહિતના ક્ષેત્રોમાં જ્યાં પાણીની તંગી છે ત્યાંના ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બની રહી છે.

નર્મદા સિંચાઈ વિભાગના તાજા આંકડાઓ મુજબ રાજ્યના 207 ડેમોમાં અત્યારે માત્ર 52 ટકા જેટલું જ પાણી ભરાયેલું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૪૮.૨૦ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યના સૌથી વધારે ડેમો સૌરાષ્ટ્રમાં આવેલા છે. સૌરાષ્ટ્રમાં કુલ ૧૪૧ ડેમો આવેલા છે જેમાંથી માત્ર 3 જ ડેમ છલકાયેલા છે. જયારે બાકીના ડેમો માં 35 થી 40 ટકા જેટલું પાણી ભરાયેલુ છે.

કચ્છ માં તો ડેમોની હાલત ખુબ જ ખરાબ છે કચ્છ જીલ્લાના એક પણ ડેમમાં 20 ટકા કરતા વધારે પાણી ભરેલું નથી. હવે આટલા પાણીને પીવા અને જીવન જરૂરીયાત માટે રાખવું કે ખેડૂતો ને સિંચાઈ માટે આપવું તે સમજ પડતી નથી. કચ્છના ૨૦ ડેમોની સાવ કંગાળ હાલત છે, અહીંના ડેમોમાં માંડ ૨૧.૮૭ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૬૯.૬૯ ટકા જેટલો પાણીનો જથ્થો છે, જોકે ૧૩ પૈકી માંડ એક જ ડેમ સંપૂર્ણ છલકાયેલો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૪૩.૫૭ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. એકંદરે વરસાદની ખેંચના કારણે ગત વર્ષની સરખામણીએ ગુજરાતના ડેમોમાં પાણીનું પ્રમાણ ઓછું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ધંધામાં મંદી હોવાથી પતિએ તેની પત્નીને વધારાના ખર્ચા કરવાની નાં કહેતા જ પત્નીએ કરી નાખ્યું એવું કે પરિવારને રોવાનો વારો આવ્યો..!

જો પરિવારમાં સુખનો માહોલ ટકાવી રાખવો હોય તો સમયની સાથે ચાલવું પડે છે, વેપાર ધંધામાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *