Breaking News

ગુજરાત માં આફતના એંધાણ! દ્વારકા માં દરિયો થયો ગાંડોતૂર, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

છેલ્લા કેટલાક દિવસો થી સમગ્ર રાજ્યના વાતાવરણ માં અચાનક પલટો જોવા મળ્યો છે મુખ્યત્વે આ વાતાવરણ પલટા માં અનેક જગ્યાએ શિયાળાની સીઝન વચ્ચે પણ વરસાદી ઝાપટા પડ્યા છે આ ઉપરાંત વધુ મુંજવણ માં મૂકી દે એવી બાબત એ છે કે વરસાદી પવન વધુ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે રાજ્યના સમગ્ર વાતાવરણ ની વિસ્તારમાં વાત કરવામાં આવે તો,

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત થયા હતા. બનાસકાંઠામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વારંવાર વાતાવરણમાં બદલાવને લઈ ખેડૂતો પરેશાન છે. ગઈ કાલે બનસાકાંઠાના અંબાજી અને ડીસા,

બાદ આજે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધરમપુર અને કપરાડાના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા છે. આ કમોસમી કમઠાણથી ખેડૂતોના પાકને વધુ નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. માવઠાના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો.

બનાસકાંઠાના સુઈગામના મોરવાડા પંથકમાં કમોસમી વરસાદી પડ્યો હતો. સુઈગામના બોરું, દુદોસણ, ડાભી, ધરેચાણા, મોરવાડા સહિતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા શિયાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. તે સિવાય મોડી રાત્રે યાત્રાધામ અંબાજીમાં પણ કમોસમી વરસાદી માહોલ રહ્યો હતો.

અંબાજીમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. સુરત, દ્વારકા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલના વાતાવરણમાં પલટો રાજ્યના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે.આજે વહેલી સવારથી જ સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાત સુધી તથા પાવાગઢથી લઇને,

દ્વારકાના દરિયા સુધી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.પાવાગઢમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.ચારે તરફ વાદળો વચ્ચે ઘેરાયેલા પાવાગઢ ડુંગરનું આહલાદક દ્રશ્ય સામે આવ્યું હતું.આ સાથે દ્વારકાના દરિયામાં પણ કરંટ અને પવન ફૂંકાવાને કારણે 8થી 10 ફૂંટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.આ સાથે,

સુરત,પંચમહાલ,છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તથા કયાંક કયાંક હળવો વરસાદ પણ વરસ્યો હતો.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યના વાતાવરણમાં આવતા ફેરફારથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગે દરિયા ખેડનારા માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે. 23થી 26 જાન્યુઆરી સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ઓખા અને સલાયા બંદર પર તંત્રએ સૂચન પણ જાહેર કરી દીધા છે. દરિયા કિનારે 40-50 કીમીની ઝડપે પવન ફુંકાવવાની શકયાતાઑ છે સાથે સરેરાશ 3થી 3.50 મીટર ઊંચા મોજાની પણ શક્યતા છે.

સાવચેતીના ભાગ રૂપે તંત્રએ દરિયાકાંઠા વિસ્તારો  અલર્ટ કરી દીધા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 22મી તારીખે, શનિવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નવસારી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની આગાહી કરાઈ છે.

આ સાથે ગુજરાતના દરિયામાં 40 થી 50 કિ.મી.ની તીવ્ર ઝડપ સુધી પવન ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.3 જાન્યુઆરીથી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે. જેથી ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *