Breaking News

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુલ પરથી આપઘાત કરતી યુવતીને કાફલો ઉભો રખાવીને બચાવી લીધી, જુવો વિડીયો..!

ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ ઘણા ખરા સુધારાઓ થયા છે. નવા મંત્રીઓ ખૂબ જ સંવેદનશીલ છે. જેમાં એક મોટું નામ ગુજરાતના ગૃહ મંત્રી નું છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોતે સંવેદનશીલ હોવાના અનેક દાખલાઓ પુરવાર કર્યા છે. કોઈપણ સમયે તેઓ મદદ માટે દોડી આવતા હોય છે.

તેઓ સુરતના પાલ ઉમરા બ્રિજ પરથી પસાર થતા હતા. તે સમય દરમ્યાન સુરતની એક યુવતી પાલ ઉમરા બ્રિજ પરથી નદીમાં કૂદકો લગાવીને આત્મહત્યા કરવાની વિચારમાં હતી. તે પુલની પાળી પર ચડી ગઇ હતી. સ્થાનિક લોકો આ યુવતીને જોઇને બૂમાબૂમ કરવા લાગ્યા હતા..

એટલામાં તો ગૃહરાજ્યમંત્રી પાલ ઉમરા બ્રિજ પરથી પોતાના કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા. તેઓએ આ દૃશ્ય જોતાની સાથે જ તાત્કાલિક ધોરણે તેમનો કાફલો ઉભો રખાવ્યો હતો. અને આ યુવતીને બચાવવા માટે ગૃહ રાજ્યમંત્રી દોડી ગયા હતા. તેઓએ આ યુવતીને સમજાવી હતી અને પૂછવા લાગ્યા હતા કે તો શા માટે આત્મહત્યા કરે છે..?

પરંતુ યુવતી કોઈ જવાબ આપતી ન હતી. એટલા માટે તેને પોલીસ સ્ટેશન લઇ જઇને સમજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી સુરતના મજુરાગેટ વિસ્તારના ધારાસભ્ય પણ છે. તેઓએ જ્યારથી ગૃહરાજ્યમંત્રી તરીકે નો ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી તેઓએ ગૃહ ખાતામાં ઘણા બધા સુધારા વધારા કર્યા છે.

આ સાથે સાથે તેઓ ખુદ સુરતના હોવાથી સુરતના જુદા જુદા કાર્યક્રમોમાં પણ હાજરી આપવા માટે તેઓ સુરત આવતા હોય છે. તેઓ પોતાના ઘરેથી અડાજણ વિસ્તારના યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. એ સમય દરમિયાન તેઓ પાલ ઉમરા બ્રિજ પરથી પસાર થતી વખતે આ દ્રશ્ય જોયું હતું..

ગૃહ રાજ્યમંત્રીએ આ યુવતીની પૂછપરછ પણ કરી હતી. અને તેને સમજાવવાનો પણ ખૂબ જ પ્રયાસ કર્યો હતો. યુવતીના માથે હાથ મૂકીને તેને એક પિતાની જેમ સમજાવી રહ્યા હતા. હર્ષ સંઘવીએ આ યુવતીને ખૂબ જ સમજાવી હતી. અને આપઘાત ન કરવા માટે પણ જણાવ્યું હતું. અંતે પોલીસ સાથે આ યુવતીને મોકલીને તેની સાથે બનેલા ગેર બનાવની ફરિયાદ લેવા માટે પણ ભલામણ કરી દીધી હતી..

આ પહેલાં પણ તેઓ જે સમયે ગૃહમંત્રી બન્યા તેના બે ત્રણ દિવસ બાદ તરત જ તેઓ સુરતના સરદાર બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે પણ એક વ્યક્તિ સરદારબ્રિજ પરથી નદીમાં કૂદીને જીવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ એ વખતે ગૃહ રાજ્યમંત્રી મોડા પડ્યા હોવાથી યુવકે આપઘાત કરી લીધો હતો..

પરંતુ હવે બીજી વાર તેઓ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા એ સમય દરમ્યાન તેમણે આ યુવતીને સફળતાપૂર્વક બચાવી લીધી છે. આ સાથે સાથે સંઘવીએ પોતે એક જવાબદાર ગૃહ મંત્રી છે તેની ફરજ નિભાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Surat News – Surties (@surties)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *