Breaking News

Breaking News : આ તારીખે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી, આ તારીખે જાહેર થશે પરિણામ..!

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરે રાજ્યની દસ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. જે અનુસાર ડિસેમ્બર મહિનાની 19 તારીખે ચૂંટણી યોજાશે. ત્યારબાદ 21 ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે.

તમામ ગ્રામ પંચાયતોમાં બેલેટ પેપરથી મતદાન હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે દરેક ગામમાં 8 થી 12 વોર્ડ છે. જે માટે ઈવીએમ પૂરતા પ્રમાણમાં નથી. જેના કારણે બેલેટ પેપરથી જ મતદાન થશે. આ ચૂંટણીમાં નોટાનો વિકલ્પ પણ આપવામાં આવશે તેમ ચૂંટણી પંચે જણાવ્યું છે. તેમજ મતદાન દરમિયાન કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

19 ડિસેમ્બરના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. તેમજ અનિવાર્ય સંજોગોમાં મતદાન માટે 20 મી ડિસેમ્બરનો દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ 21 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરીને પરિણામો જાહેર કરવામાં આવશે.

  • 29 નવેમ્બર : જાહેરનામું પ્રસિદ્ધ થશે
  • 4 ડિસેમ્બર : ફોર્મ ભરવાની અંતિમ તારીખ
  • 6 ડિસેમ્બર : ફોર્મની ચકાસણી
  • 7 ડિસેમ્બર : ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ
  • 19 ડિસેમ્બર : મતદાન
  • 21 ડિસેમ્બર : મતગણતરી અને પરિણામ

ચૂંટણી જાહેર થયાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.  રાજ્યની કુલ 10,897 ગ્રામપંચાયતોમાંથી  10,284 સરપંચોની ચૂંટણી અને 89,702 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. આ સાથે આ સિવાયની જે ગ્રામ પંચાયતોમાં મુદ્ર 31 ડિસેમ્બરના 2022 પછી પૂર્ણ થાય છે..

તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેવી પંચાયતોમાં પ્રસંગોપાત ખાલી થયેલી બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. રાજ્યની લગભગ 10 હજાર કરતા વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવશે. સાથે એક હજારથી વધુ પંચાયતોમાં પેટાચૂંટણી પણ યોજાશે.

ચૂંટણીમાં ઈવીએમ મશીન નહીં પરંતુ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. આટલી મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતોમાં અનેક બેઠકો પર ચૂંટણી યોજાનાર હોવાના કારણે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે તેમ ચૂંટણી પંચ અગાઉ જણાવી ચૂક્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *