Breaking News

ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજના આ એક શબ્દએ “હું સફળ ઉદ્યોગપતિ બની શક્યો છું” જાણી લો શું હતો એ શબ્દ..

ગુજરાતના અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રોજ હજારોથી લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લે છે. કહેવાય છે કે, અહીં મુલાકાત લેનાર દરેક વ્યક્તિ પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી કોઈને કોઈ સારો ગુણ જરૂર શીખીને જાય છે. અને પોતાના જીવનમાં પરિવર્તન લાવે છે..

બીજાના સુખમાં જ આપણું સુખ છે. આ સૂત્રને અનેક હરિભક્તોએ પોતાના જીવનમાં વાગોળે લીધું છે. પ્રમુખસ્વામી મહારાજ હમેશા કહેતા હતા કે, બીજાના સુખમાં જ આપણું સુખ રહેલું છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર સુરતના ડાયમંડ કિંગ કહેવાતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ મુલાકાત લીધી હતી..

અને આ મુલાકાત બાદ તેઓએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું છે કે, તેઓ એક સફળ ઉદ્યોગપતિ બન્યા છે, એ પાછળ પ્રમુખસ્વામી મહારાજના મુખેથી નીકળેલો એક શબ્દ છે. જ્યારે એકવાર ગોવિંદભાઈ ધોળકિયાના ઘરે સ્વામીજીની પધરામણી હતી. ત્યારે ગોવિંદભાઈ ધોળકિયાએ સ્વામીજીને પૂછ્યું હતું કે, તેઓ તેમના પાર્ટનર સાથે મળીને ધંધાને આગળ વિકસાવવા માંગે છે..

ત્યારે સ્વામીજીએ સહજ સ્વભાવથી ગોવિંદભાઈ ને જણાવ્યું કે, “હા તમારે આમ કરવું જોઈએ”, બસ આ શબ્દોથી જ ગોવિંદભાઈ ધોળકિયા એક સફળ ઉદ્યોગપતિ બની શક્યા છે. ગોવિંદભાઈ ધોળકિયાનું કહેવું છે કે, સ્વામીજી હંમેશા હકારાત્મક રહેતા હતા અને એ જ કારણ છે કે આજે બીએપીએસ સંસ્થા સમગ્ર વિશ્વમાં નંબર વન સંસ્થા બની ગઈ છે..

પછી માનવતાના કામો હોય કે ધાર્મિક કામ હોય દરેક જગ્યાએ બીએપીએસ સંસ્થાનો ડંકો હંમેશા આગળ જ રહે છે. પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં ગુરુ છે. કારણ કે તેઓએ પોતાના જીવન દરમિયાન લોકોને ખોટા રસ્તે જતા અટકાવ્યા છે. અને પોતાનું ચારિત્ર્ય દ્રઢ કરવાની શિખામણો પણ આપી છે.

ગોવિંદભાઈ ધોળકિયાએ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની મુલાકાત બાદ જણાવ્યું કે, તેઓ જ્યારે અહીં મુલાકાત લીધી ત્યારે તેઓને એકદમ અદભુત દ્રશ્યમાન થયું હતું. ગોવિંદભાઈ ધોળકિયા વધુમાં જણાવ્યું કે, તેઓએ જ્યારે પણ સ્વામીજી સાથે વાત કરી છે. ત્યારે તેઓને હકારાત્મક જવાબ મળ્યા છે..

તેઓએ ત્યારે પણ સ્વામીના મુખેથી નકારાત્મક જવાબ સાંભળ્યો નથી અને આ કારણથી જ અત્યારે આ સંસ્થા સતત સફળતાના પગથીયા ચડી રહી હોય તેવું કહી શકાય છે. પ્રમુખસ્વામી મહારાજ સાથેનો તેમનો દિવ્ય અનુભવ યાદ કરતા તેઓએ ઘણી બધી વાતો કહી છે.

અત્યારે આ શતાબ્દી મહોત્સવની અંદર રોજ ઘણા બધા ભક્તો દર્શન માટે આવી પહોંચે છે. આ શતાબ્દી મહોત્સવ પાછળ હજારો થી લાખોની સંખ્યામાં હરિભક્તોએ પોતાની સેવા પૂરી પાડી છે. આ ઉપરાંત કોઈને કોઈ જગ્યાએ પોતાનો યોગદાન આપ્યું છે. અહીં જુદી જુદી ઝાંખીઓ દરેક લોકોનું ખૂબ જ મન ખેંચી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *