ઉનાળો શરૂ થતાની સાથે જ કેસર કેરીના શોખીન લોકો માર્કેટમાં કેસર કેરી શોધવા નીકળી પડતા હોય છે. પરંતુ આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં કેસર કેરી થોડી મોડી દેખાવા જઈ રહી છે. હાલ સૌરાષ્ટ્રના નંબર વન માર્કેટ યાર્ડ ગોંડલમાં ફળોમાં સૌથી મીઠી અને મધુર કેસર કેરી ના શ્રી ગણેશ થયા છે..
ગયા વર્ષ કરતા કેરીની આવક એક અઠવાડિયું મોડી થઈ છે. પરંતુ આજે કેસર કેરીની હરાજી ચાલુ થઈ હતી. જેમાં વેપારીઓએ કેરીને ખરીદવામાં પૂરેપૂરો રસ દાખવ્યો હતો અને પડાપડી બોલાવી દીધી હતી. સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડ માં એક જ દિવસમાં કેસર કેરીના 400 બોકસની આવક નોંધાઇ હતી..
જેના ૧૦ કિલોના બોક્સના ભાવ 1100 રૂપિયાથી લઈને 1750 રૂપિયા સુધી જોવા મળ્યા હતા. ગોંડલ માર્કેટયાર્ડમાં ફળોના વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે તાઉતે વાવાઝોડાને પગલે મોટાભાગના આંબા અને નુકસાન થયું છે. એટલા માટે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું છે.
ઉત્પાદન ઓછું થવાને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. આ વર્ષે ગોંડલ યાડમાં કેરીની પ્રથમ આવક નોંધાતા જે વેપારીઓ ખુશખુશાલ થયા છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ઉના, તાલાલા, કંટાળા, જસાધર, બામણાસા વગેરે પંથકોની કેરી આવતી હોય છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડના અનુભવી વેપારીએ જણાવ્યું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘણા ખેડૂતો કેરીનો પાક વેચવા માટે આવે છે… તેમજ આવા માર્કેટીંગ યાર્ડમાંથી સૌથી સારી ગુણવત્તાવાળી કેરીની આવક થઈ રહે છે.
વાવાઝોડા અને માવઠાને કારણે સૌરાષ્ટ્રના કેરી બગીચાઓમાં ભરપુર માત્રામાં નુકસાની જોવા મળી હતી. જેના પગલે ઘણા ખરા આંબાઓમાં કેરી આવી જ નથી. તેમજ જે આંબાઓમાં કેરી આવી છે તેનું પ્રમાણ ખુબ જ ઓછું છે તેમજ પાકમાં સડો અને જીવાનનું પ્રમાણ પણ ખુબ જ દેખાઈ છે..
એટલા માટે આ વર્ષે કેસર કેરીના ભાવ 10 કિલોના બોક્સ પર 1200 રૂપિયાથી લઇને 2000 સુધી જુદા જુદા બોલાઈ રહ્યા છે. જયારે 20 કિલો પેટીના ભાવ 2300 થી લઈને 3500 સુધી પહોચી ગયા છે. માર્કેટયાર્ડમાં રહેલા કેરીના મોટા મોટા વેપારીઓનું કહેવું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરીના ભાવ ખુબ જ ઊંચા બોલાઈ રહ્યા છે..
પરતું જેમ જેમ સંપૂર્ણ કેરીની સીઝન શરુ થઇ જશે તેમ તેમ ભાવમાં થોડો ઘણો ઘટાડો પણ આવશે પરતું આ વર્ષે ઉત્પાદન બિલકુલ ઓછું થયું છે એટલા માટે ભાવમાં ઘટાડો ચોક્કસ પણે આવે તેવું નક્કી કહી શકાય નહી.. કેરી ખાવાના શોખીન લોકો માટે એક સારા સમાચાર પણ આવ્યા છે, જ્યારે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે.
સારા સમાચાર એ છે કે, જૂનાગઢના ખેતીવાડી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. એટલા માટે કેસર કેરી માત્ર એક અઠવાડિયાની અંદર અંદર જ બજારમાં મળવાનું શરૂ થઈ જશે.. પરંતુ ખરાબ સમાચાર એ છે કે, આ વર્ષે પાછળના તમામ વર્ષોકરતા કેસર કેરીના ભાવ એટલા બધા ઊંચા બોલી રહ્યા છે કે સામાન્ય લોકો માટે કેરી ખરીદીને ખાવી ખૂબ જ મુશ્કેલ બની જશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]