Breaking News

દાગીના સાફ કરીને ચમકાવી દેવાના બહાને ઘરમાં એકલી રેહતી મહિલાઓ સાથે આ ટોળકી કરતી એવા કામ કે જાણીને દરેકે ચેતી જવું જોઈએ નહીતો ધરાઈ ધરાઈને પછતાશો..!

તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે કે દાગીના ચમકાવી આપવા માટે ઘરે ઘરે આવીને કેટલાક લોકો કામકાજ કરી રહ્યા છે અને લોકોને વાતોમાં ફસાવીને સોનાના દાગીનાને કેમિકલમા ઓગળાવીને સોનાની લૂંટ કરીને જતા પણ રહે છે. આવી ઘણી બધી ટોળકીઓ ફરી રહી છે. થોડા વર્ષો પહેલા પોલીસે આવી ત્રણથી ચાર ટોળકીઓને પકડી પાડી હતી.

ત્યારબાદ આ પ્રકારના કિસ્સાઓ બનતા બંધ થઈ ગયા હતા. પરંતુ અત્યારે ફરી એક વખત આ પ્રકારની એક ટોળકી સક્રિય થતા પોલીસે તાત્કાલિક ધોરણે તેમને પકડી પાડવા માટે ચક્રવ્યૂહ તૈયાર કરી નાખ્યું હતું. હકીકતમાં પોલીસે કસતારા વિસ્તાર પાસેથી એક યુવકને પકડ્યો છે. પોલીસે જણાવ્યું છે કે..

આ યુવકના કાકા તેમજ પરિવારના અન્ય સભ્યો સહિત ટોટલ ચાર લોકોની ટોળકી સુરતના જુદા જુદા વિસ્તારોમાં મહિલાઓને દાગીના ચમકાવી આપવાની વાત કરીને તેઓના દાગીના ચોરી કરીને ભાગી જતા હતા. હાલ પોલીસની ચપેટમાં આ ગેંગનો એક સભ્ય આવી ગયો છે. પરંતુ પોલીસે જણાવ્યું છે કે, આ યુવકના કાકા ચપેટમાં આવી જશે તો અન્ય ઘણા ગુનાઓ સુલજવાની શક્યતાઓ રહેલી છે.

તેમજ તેઓએ લૂંટ કરેલા દાગીનાઓ પણ પરત મળવાની સંભાવનાઓ રહેલી છે. હકીકતમાં આ ટોળકી કસતારા વિસ્તારમાં રહે છે. તેઓનું મૂળ વતન બિહાર છે. હાલ પોલીસે મંગુ ગુપ્તા નામના યુવકની ધરપકડ કરી છે. જેની ઉમર વર્ષ 25 છે. તે પોતાના કાકા અને પરિવારના અન્ય સભ્યો સાથે ગેંગ બનાવીને સોનાના દાગીના ચમકાવી આપવાનાનો પાવડર વેચતો હતો.

આ પાવડરની સાથે સાથે તે લૂંટફાટ પણ કરી નાખતો હતો. તે શેરીએ શેરીએ ફરતો હતો. અને જે ઘરમાં મહિલાઓ એકલી રહેતી હોય એ ઘરમાં જઈને તેઓને તાંબા પિત્તળના વાસણો ઉપર પાવડર લગાવીને ચમકાવી આપવાની વાતો કરતો હતો. પરંતુ તે આ પ્રકારની વાતો કરીને સમગ્ર શહેરની રેકી પણ કરી લેતો હતો.

અને ત્યારબાદ બીજા દિવસે તેના કાકા સોનાના દાગીના ચમકાવી આપવાની વાત કહી ને મહિલાઓ પાસે સોનાના દાગીના મંગાવતા હતા. મહિલાઓ જેવા દાગીના આ ગેંગના લોકોના હાથમાં આપે કે તરત જ તેઓ ત્યાંથી ભાગી જતા હતા. આ ગેંગ મોટાભાગે ગીચ વિસ્તારમાં કામ કરતી હતી. અને તે મોટી ઉંમરની મહિલાઓ હોય કે જેવો ઘરમાં એકલી રહેતી હોય તેઓને ટાર્ગેટ બનાવતા હતા.

આગળ પણ પોલીસે એક આરોપીને ઝડપી પાડી હતી. એ ટોળકી મહિલાઓને સોનાના દાગીના સ્વચ્છ કરવાની ગેરંટી આપતી હતી. ત્યારબાદ કોઈપણ મહિલા પોતાનું દાગીનો સ્વચ્છ કરવા માટે આ ગામના લોકોને આપણે એટલા માટે તેઓ આ દાગીનાને કેમિકલમાં ડુબાડીને બાકીનો પરત આપતા હતા.

પરંતુ આ કેમિકલ સોનાના દાગીનાને ઓગાળીને સોના ના અમૂક ભાગ કેમિકલમાં જ રહી જતા હતા. ત્યારબાદ તેઓ આ કેમિકલને સૂકવીને તેમાંથી સોનુ બહાર કાઢી લેતા હતા. અને ઓળખીતા સોનીને આ સોનું વેચી મારીને ઐયાશી કરતા હતા. પરિણામે અસલી દાગીનાનું વજન ઓછો થઈ જતો હતો. આ પ્રકારની આ કામો કરનાર ગેંગને પોલીસે પકડીને જેલના હવાલે કરી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *