Breaking News

ગીરના જંગલમાં મસ્તી કરતો દેખાયો ડાલામથો સાવજ..! આવો વિડીયો ભાગ્યે જ જોવા મળે, જુવો વિડીયો..!

ગીરના સિંહ નું નામ સાંભળતા જ કેશવાળી વાળો ડાલામથ્થો સાવજ તમારી નજર સામે આવી જતો હોય છે. ગીર નો સિંહ વિશ્વભરમાં પોતાના લુકને પોતાની ચાલ માટે પ્રસિદ્ધ છે. એશિયામાં સિંહોનું એકમાત્ર રહેઠાણ ગિરનાર જંગલમાં છે. પરંતુ સિહો જંગલ છોડીને ધીમે ધીમે આજુબાજુના ગામડાઓમાં પણ લટાર મારતા દેખાય છે.

મોટાભાગે તો સિહો ક્યારેય માનવ પર હુમલો કરતા નથી. પરંતુ તે ભૂખ્યા હોય ત્યારે કોઈ પણ પરિસ્થિતિ જોયા વગર કોઈના પણ હુમલો કરી દેતા હોય છે.

વેરાવળ મંડોર ગામ નજીક ના એક ખેતરમાં સિહો લટાર મારતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડિયોમાં જંગલના રાજા મસ્તી ના અનોખા મૂડમાં જોવા મળી રહ્યા છે.

ગીર પંથકના ગામની સીમમાં આવેલા ખેતરમાં સિંહનો મસ્તી કરતો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. મગફળીની ખેતી પૂરી થઇ ગયા બાદ તેની લાણણીનો ચારો બચેલો હતો. તેનો ઢગલો ખેતરમાં કર્યો હતો. એના ઢગલા પર જંગલના રાજા મન મૂકીને આલોટતા હતા.

તેમજ આરામ ફરમાવી રહ્યા હતા. ગીરના સિંહ નો વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે. પરંતુ મોટા ભાગના વિડિયોમાં જંગલના રાજા કોઈ પણ પશુઓને મારીને ફાડી ખાતા હોય અથવા તો શિકાર કરતા હોય તેવા મૂડમાં દેખાતા હોય છે. પરંતુ મસ્તીના મુડમાં ભાગ્યે જ જોવા મળે છે ત્યારે આ વીડિયો જોઈને લોકો ખૂબ જ આનંદ લઇ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *