Breaking News

‘ગીફ્ટ લેવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલી યુવતીની લાશ બીજે દિવસે નદીના કોતરે પ્રેમી સાથે લટકેલી હાલતમાં મળતા ગામલોકોના ટાંટિયા ધ્રુજી ગયા.. વાંચો હચમચાવતો બનાવ..!

કહેવાય છે કે પ્રેમ ખૂબ જ આંધળો હોય છે. પ્રેમએ એવી વસ્તુ છે કે, જેમાં માણસ એક બીજાનો જીવ રાજી ખુશી આપી દેવા પણ ઈચ્છતા હોય છે. પ્રેમ પ્રકરણમાં એવા ઘણા બધા બનાવો આપણી સામે આવી ચૂક્યા છે કે, જે સાંભળતા જ ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા હોય અને હાલ આવા પ્રકારનો જે કિસ્સો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાંથી સામે આવ્યો છે..

પ્રેમમાં લોકો એક સાથે જીવવા અને મરવાના વચનો પણ આપતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક પરિવારોમાં પ્રેમ સંબંધ શક્ય ન હોવાને કારણે અંતે તેઓ ખૂબ મોટું પગલું ભરી લેતા હોય છે. જેને કારણે પરિવારના દરેક સભ્યોને ખૂબ જ દુઃખની લાગણીઓમાં સપડાઈ જવું પડતું હોય છે.

સુંઢયા ગામમાં પાયલબેન કિશોરજી ઠાકોર નામની યુવતી પોતાના પરિવારજનો સાથે રહે છે. અને પોતે વિસનગરની એસ.કે. યુનિવર્સિટીમાં ઓર્થોપેડિક ડોક્ટરનો અભ્યાસ કરી રહી હતી. આ યુવતીને મૂળ ઇન્દોરના એક યુવક સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. યુવક પણ આ યુવતીને ખૂબ જ પ્રેમ કરતો હતો. જેનું નામ જીતેન્દ્ર બાબુલાલ શર્મા હતું..

અને તેની ઉંમર 24 વર્ષની છે. જીતેન્દ્ર બાળપણથી જ પોતાની બહેન સાથે ઉમતા ગામમાં રહેતો હતો અને વિસનગરના એક ગેરેજમાં કામ કરતો હતો. એક દિવસ પાયલે પોતાના પરિવારજનોને કહ્યું કે, હું બજારમાં ગિફ્ટ લેવા માટે જાવ છું. એમ કહીને તે સાંજના પાંચ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ મોડી રાત સુધી પોતાના ઘરે પરત ન ફરતા..

પરિવારજનોને ખૂબ જ ચિંતા થવા લાગી હતી. અને તેણે પાયલની તમામ સહેલીઓને ફોન કરીને પાયલની જાણ માંગી હતી. પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસેથી પાયલની જાણ ન મળતા અંતે તેઓ પોતે જ પાયલને શોધવા માટે નીકળી ગયા હતા. બીજે દિવસે સવારે ઉમતા ગામ નજીક આવેલી એક નદીના પટમાં એક ઝાડ સાથે બે વ્યક્તિઓ ગળાફાંસો ખાધેલી હાલતમાં ગામજનોને મળી આવ્યા હતા.

આ બંને લોકોની એકસાથે લાશ જોતા જ ગામના તમામ લોકોના ટાંટીયા ધ્રુજવા લાગ્યા હતા. કારણકે આ દ્રશ્ય જોઈને તેઓ વિચારમાં પડી ગયા કે આ વ્યક્તિ કોણ હશે..? અને તેઓ શા માટે આ જગ્યાએ આવીને આપઘાત કરી લીધો છે..? આ બાબતના સમાચાર વાયવેગે આસપાસના તાલુકાઓમાં પ્રસરી ગયા હતા.

જેના કારણે પાયલના પરિવારને જાણ થઈ કે તેમની વ્હાલસોયી દીકરી 24 વર્ષના પ્રેમી સાથે એક જ ઝાડ ઉપર અને એક જ દોરડા વડે આપઘાત કરી લીધો છે. આ સમાચાર જ્યારે સામે આવ્યા ત્યારે તેમના પરિવારજનો ઉપર દુઃખનો પહાડ ફાટી નીકળ્યો હતો. જ્યારે વિસનગરની તાલુકા પોલીસ પણ આ બાબતની ભાળ મળતા જ ઘટના સ્થળે દોડી આવી હતી..

આ ઉપરાંત ગામના લોકો પણ એક સામટા ત્યાં ઉમટી પડ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ યુવક અને યુવતી પોતાની સાથે બે બેગ લઈને આવ્યા હતા. જેની અંદર દોરડા સહિતની અન્ય ચીજ વસ્તુઓ રાખવામાં આવી હતી. અને એક જ દોરડાથી બંને આપઘાત કરી લીધો છે. અને મોતને વ્હાલું કરી લીધું છે..

હાલ આ તમામ બાબતને લઈને યુવક અને યુવતી બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. અને આગળની તપાસ શરૂ કરી દીધી છે. હકીકતમાં પ્રેમ પ્રકરણમાં ભલભલા લોકો પોતાના જીવ ગુમાવતા આપણે જોયા છે. જ્યારે વ્યવહારુ જીવનમાં તેમજ પારિવારિક જીવનમાં પ્રેમ સંબંધ શક્ય બનતો નથી.. ત્યારે સાચા દિલથી પ્રેમ કરતાં પ્રેમી પંખીડાઓ આપઘાત કરી લેતા હોય છે જે ખરેખર ખૂબ જ ખોટું પગલું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *