Breaking News

ઘઉં કાઢવાના મશીનમાં 10 વર્ષની દીકરીનું માથું આવી જતા નીકળી ગઈ ચીખ, કાળજું કંપાવતો કિસ્સો આવ્યો સામે..!

આજકાલ જુદી જુદી રીતે અકસ્માતમાં અજાણતા એવા બનાવો બની જતા હોય છે કે જેના કારણે પરિવારજનો ખૂબ જ દુઃખી થઈ જતા હોય છે. હાલ એવો જ એક અકસ્માત અજાણતા રીતે ગરબાડા તાલુકાના જાંબુઆ ગામમાં બન્યો છે. હકીકતમાં દાહોદ જિલ્લા માં ગરબાડા તાલુકામાં જાંબુડા ગામમાં મોટાભાગના ખેડૂતોએ ઘઉંનો પાક વાવ્યો હતો..

પાકની સુકવણી થઇ જતાં તે પ્રેશર મશીન વડે ઘઉંના પાકને આપવામાં આવી રહ્યો હતો. તેમજ આ પાકને મશીન એકદમ ચોખ્ખો પણ કરી દે છે. રોજ ગામના ખેડૂતોના ખેતરોમાં થ્રેશર મશીન વડે ઘઉંના પાકને સહેલાઈથી સાફ કરવામાં આવતો હતો. આ મશીનમાં ઘઉં નાખવા માટે કામ કરનાર એક દીકરી અકસ્માતનો ભોગ બની ગઈ છે.

આ મશીન ખૂબ જ ઝડપથી ચાલતું રહી હોય છે. એટલા માટે તેની અંદર કાપેલા ઘઉંને નાખવામાં આવતા હોય છે. તો બીજી બાજુ ઘઉમાં રહેલો કચરો સાફ થઈ જાય છે. અને ઘઉં ચોખાના દાણા એક તરફ નીકળી આવે છે. આ પ્રક્રિયા ચાલી રહી હતી એ સમય દરમિયાન ઝીણી બેન નામની માત્ર દસ વર્ષની દીકરી મશીનના પાછળના ભાગમાં ખેંચાઇ ગઇ હતી..

જેના કારણે તેનું માથું અને હાથ પણ મશીનમાં ચાલ્યો ગયો હતો. મશીન એટલું ઝડપથી ફરી રહ્યું હતું કે દીકરીની ચીખ નીકળી ગઈ હતી. આ બનાવ બનતાની સાથે તાત્કાલિક ધોરણે મશીનને બંધ કરી દેવામાં આવ્યું હતું. પરિણામે દીકરીનો જીવ બચી ગયો છે. પરંતુ દીકરી નું માથું મશીનની અંદર આવી જતાં માથાના વાળ અને ચામડી સાથેના અવયવો બહાર નીકળી આવ્યા છે…

એટલા માટે તાત્કાલિક ધોરણે તેને ઝાઈડસ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી છે. આ બનાવ બનતાની સાથે જ માહોલ ગરમાયો હતો દીકરીના માથામાંથી લોહીની ધારાઓ વહી રહી હતી. એટલા માટે તાત્કાલિક ધોરણે ૧૦૮ને બોલાવી લેવામાં આવી હતી આ દીકરી થ્રેસર મશીનમા કેવી રીતે અકસ્માતનો ભોગ બની એ બાબતને લઇને કોઇ અન્ય માહિતી મળી નથી..

પરંતુ આ બનાવ બન્યા બાદ સમગ્ર ગરબાડા તાલુકામાં અરેરાટી મચી ગઇ છે. જ્યારે બીજીબાજુ ખેતરમાં કામ કરનાર લોકો મશીનરી સાથે કામ કરતી વખતે ખૂબ જ સાવચેતી જાળવવા લાગ્યા છે. કારણ કે આ બનાવ બન્યા બાદ સૌ કોઈ લોકોને જાણ થઈ ગઈ છે કે આ મશીનો જેટલા જરૂરી છે. એટલા જ હાનિકારક પણ સાબિત થઈ શકે છે. એટલા માટે પગલે પગલે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *