Breaking News

ઘરની સામે રેહતા યુવકે પત્નીની છેડતી કરતા સમજાવવા ગયેલા પતિ ઉપર કરવામાં હુમલો, મામલો જાણીને ચોંકી જશો..!

ગઈકાલે અમદાવાદના બાવળા તાલુકામાં આવેલા શિયાળ ગામમાં ખુબ જ ચોંકાવનારી ઘટના બની છે. પતિ અને પત્નીના પવિત્ર સંબંધમાં જો અન્ય કોઇ યુવક દખલગીરી કરે તો તેને પહેલા લાડ પ્રેમથી સમજાવવામા આવતો હોય છે. છતાં પણ ન માને તો તેની સામે કાયદેસરના પગલાં પણ ભરવામાં આવતા હોય છે..

શિયાળ ગામની અંદર પ્રભુભાઈ વાલાભાઈ પઢારે ઘણા વર્ષોથી રહે છે. તેમના ફળિયામાં સામેની બાજુ ગૌતમભાઈ ભરતભાઈ પઢાર નામના વ્યક્તિ રહે છે. ગૌતમભાઈ અવારનવાર પ્રભુ ભાઈની પત્ની સાથે આડા સંબંધ બાંધવા માટે દબાણ આપતો હતો. એટલા માટે પ્રભુ ભાઈની પત્ની આ તમામ બાબતોની જાણ પ્રભુભાઈને કરતી હતી..

એટલા માટે પ્રભુભાઈ ગૌતમભાઈ સાથે બોલાચાલી કરી હતી અને આગળના સમયમાં આ પ્રકારની હરકતો ન કરવા જણાવ્યું હતું અને આ સાથે જ તેઓએ ગૌતમભાઈના કુટુંબીજનોને પણ આ બાબતની જાણ કરી હતી. અને સમાધાન કર્યું હતું. આ બનાવ બન્યા બાદના થોડા દિવસ પછી પ્રભુભાઈ તેમના પરિવાર સાથે ૧૫ દિવસ સુધી વડોદરા મજૂરી કામ કરવા માટે ગયા હતા..

પરંતુ તેઓ જ્યારે વડોદરાથી શિયાળ ગામ પોતાના ઘરે પાછા આવ્યા ત્યારે, સાંજના સમયે પ્રભુભાઈના નજીકના વ્યક્તિનું અવસાન થયું હોવાથી તેઓ ત્યાં ગયા હતા. તેઓ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે ફરી એકવાર તેમની પત્નીએ જણાવ્યું કે સાંજે હું ઘરની બહાર ઊભી હતી એ સમય દરમિયાન ગૌતમભાઈ તેમને ખરાબ ખરાબ ઈશારો કરી રહ્યા હતા. અને તેમની પાસે બોલાવી રહ્યા હતા..

એટલા માટે પ્રભુભાઈ તાત્કાલિક ધોરણે ગૌતમ ભાઈના ઘરે તેમના કુટુંબીઓને આ બાબતે જાણ કરવા માટે ગયા હતા. ગૌતમ ભાઈના ઘરે ગૌતમભાઈના પિતા ભરતભાઈ તેમજ તેના ભાઈ શાંતિભાઈ પણ બેઠા હતા. આ બાબતની જાણ થતાની સાથે જ ઘરના સૌ કોઈ સભ્ય ગૌતમભાઈ ને ઠપકો આપ્યો હતો..

પરંતુ પ્રભુ ભાઈ જેવા ગૌતમભાઈ ના ઘરમાંથી બહાર નીકળવા જતા હતા. એ સમય દરમ્યાન ગૌતમભાઈ તેમના પિતા ભરતભાઈ અને તેનો ભાઈ શાંતિ ભાઈ આ ત્રણેય યુવકો પ્રભુભાઈ ઉપર લાકડી લઈને તૂટી પડ્યા હતા. અને મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જોતજોતામાં તો તેઓ ઉશ્કેરાઈ ગયા હતા કે લાકડી વડે ઢોર માર મારવા લાગ્યા હતા..

પ્રભુભાઈ બૂમાબૂમ કરી નાખતા ફળીયાના તમામ લોકો એકઠા થઇ ગયા હતા. અને પ્રભુ ભાઈને લાકડીના મારથી બચાવ્યા હતા. આ ત્રણ યુવકોએ પ્રભુભાઈ ને જણાવ્યું હતું કે જો તે હવે તેમનું નામ લેશે તો તેને જાનથી મારી નાખશે. પ્રભુભાઈ ખુબજ ગંભીર રીતે ઘાયલ થયા હતા એટલા માટે તેઓને બગોદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ તેઓએ આ ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધાવી છે. પોતાની પત્ની ની છેડતી કરનાર યુવકને ઠપકો આપવા જતાં પતિ ને ઢોર માર ખાવાનો વારો આવ્યો છે. આ બનાવ બનતાની સાથે જ સમગ્ર ફળિયામાં અરેરાટી મચી ગઇ હતી. અને સૌ કોઈ લોકો ગૌતમભાઈ તેમજ તેમના પરિવારજનો અને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા હતા. કારણ કે આ ઘટનાની અંદર તેમના પરિવારજનોએ પણ તેનો સાથ આપ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *