ઘરમાં સાસુ-વહુના રોજના કંકાસનો અંત લાવવા દીકરાએ વાપર્યું એવું મગજ કે જાણીને સૌ કોઈ કરવા લાગ્યા સલામ, જાણીને તમે પણ ચોંકી જશો..!

દરેક ઘરોમાં અમુક વખત કોઈને કોઈ વાતને લઈને ઘરના સભ્યોના વિચારો જુદા-જુદા થઈ જતા હોય છે અને આ જુદા વિચારોને કારણે જ ઘણી બધી વાર તેઓ લડાઈ ઝઘડો પણ કરવા લાગે છે. પાછળના ઘણા સમયથી આપણે જોતા આવીએ છીએ કે, સાસરીએ આવેલી દીકરાની વહુ અને તેની સાસુ વચ્ચે જોઈએ તેવો સુમેળ જોવા મળતો નથી..

અવારનવાર લડાઈ ઝઘડાના કિસ્સાઓ પણ સામે આવે છે, જેમાં મોટા મોટા પરિવાર પણ બરબાદ થઈ જતા આપણે નજર સામે જોયા છે. અત્યારે એક યુવક તેની ઘરની અંદર થતા રોજ રોજના ઝઘડાનો અંત લાવવા માટે એવું પગલું ભર્યું હતું કે, તેને જાણીને સૌ કોઈ લોકો સલામ કરવા લાગ્યા છે..

આ ઘટના ચંદ્રપુર ગામની છે. આ ગામમાં જીગ્નેશ કુમાર નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેની માતા પ્રેમીલાબેન તેમજ તેની પત્ની રાધિકા અને તેના એક નાનકડા ત્રણ વર્ષના દીકરા મનનો સમાવેશ થતો હતો. પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના ઘરની અંદર રોજ રોજ સાસુ વહુના ઝઘડાઓ થવા લાગ્યા હતા..

જીગ્નેશભાઈનું કહેવું છે કે, તેમની માતા કોઈ વાતને લઈને હંમેશા અડગ રહે છે, તો બીજી બાજુ તેમની પત્ની પણ તેમની માતાની કોઈ વાત સાંભળતી નથી. અને પોતાના મનનું જ ધાર્યું કર્યા કરે છે. સાસુ અને વહુ બંને પોતાની વાત ઉપર અડગ રહેવાને કારણે મતભેદો ઉભા થાય છે. અને તેઓ લડાઈ ઝઘડો કરવા લાગે છે..

આ લડાઈ ઝઘડો કરતા કરતા તેમને કશુ ભાન રહેતો નથી અને ગાળા ગાળી અને માર્કેટ પણ કરવા લાગે છે. તેમની આ કરતુતોથી જીગ્નેશભાઈ ખૂબ જ કંટાળી ગયા હતા. તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. સાસુ વહુના આ ઝઘડાને કારણે મકાન માલિક તેમનું મકાન પણ ખાલી કરાવી નાખતા હતા..

તેઓએ છેલ્લા પાંચ મહિનાની અંદર ચાર વખત મકાન બદલ્યું છે. તેઓ હંમેશા તેમની માતા અને તેમની પત્ની બંનેને સમજાવતા રહ્યા કે, તમે મહેરબાની કરીને આ લડાઈ ઝઘડો બંધ કરી દો અને સમગ્ર પરિવારને શાંતિથી જીવન જીવવા દો પરંતુ આ બંને માંથી કોઈ પણ વ્યક્તિ સમજવા માટે તૈયાર થતું નહીં અને નાની-નાની બાબતોમાં કંકાસ કરવા લાગતા હતા..

એક દિવસ જીગ્નેશભાઈ એવું ભેજુ દોડાવ્યું કે, આ સાસુ વહુના ઝઘડા અચાનક જ બંધ થઈ ગયા છે અને બંને વ્યક્તિ હવે હળી મળીને રહેવા લાગ્યા છે. જીગ્નેશભાઈએ વિચાર્યું કે, આ મામલાને જો અહીં અટકાવવામાં નહીં આવે તો આવતીકાલે ખૂબ જ મોટું અને ચોંકાકાવનારું પરિણામ પણ તેમને ભોગવવાનો વારો આવી શકે છે..

એટલા માટે તેઓએ તરત જ તેમની માતાને તેમની ગાડી પાછળ બેસાડીને તેમના પિયરે મૂકી આવ્યા હતા અને જણાવ્યું કે, જો તમારે મારી પત્ની સાથે લડાઈ ઝઘડો જ કરવો હોય તો તમારે ઘરની અંદર આવવાનો કોઈ અધિકાર નથી. તમે તમારા માતા-પિતા પાસે રહેજો અને આ ઉંમરે ભજન કીર્તન કરીને જીવન જીવજો એમ કહીને જીગ્નેશભાઈ તેમની માતાને તેમના પિયરના ઘરે મૂકી આવ્યા હતા..

અને ત્યારબાદ બીજા જ દિવસે તેઓ તેમની પત્નીને પણ તેના પિયરના ઘરે મૂકી આવ્યા અને જણાવ્યું કે જો તારે મારી માતા સાથે લડાઈ ઝઘડો કરવો હોય તો તારે અમારા ઘરની અંદર આવવાની કોઈ પણ જરૂર નથી. હું અને મારો લાડકો દીકરો અમારી રીતે જીવન જીવી લઈશું. જો તમારે સુધરવું હોય તો જ તમે ઘરની અંદર પગ મૂકજો નહીં તો તમારું મોઢું જોવા માટે પણ હું રાજી નથી..

જીગ્નેશભાઈ એટલા બધા કંટાળી ગયા હતા કે, પોતાની માતા અને પોતાની પત્ની બંનેને પોતપોતાના પિયરે મૂકી આવ્યા હતા. જ્યારે આ બંને વ્યક્તિને ભાન થઈ કે માં અને પત્નીના લડાઈ ઝઘડાની અંદર બિચારો દીકરો પીસાઈ રહ્યો છે. તે તેની માતાને પણ ઠપકો આપી શકતો નથી, તો તેની પત્નીને પણ ઠપકો આપી શકતો નથી..

બિચારો દીકરો વચ્ચેના ભીડીયાની અંદર ભીડાઈ ગયો છે. અને હવે તેને શું કરવું તેનું કશું સમજાય એ પહેલા તો તેણે તેની માતા અને તેની પત્નીને બંનેને જુદી-જુદી જગ્યાએ મૂકી આવ્યો હતો. દસ દિવસ સુધી આ બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવાની પણ બંધ કરી દીધી અને અંતે આ બંને વ્યક્તિને અંદરો અંદર સમજણ આવી ગઈ હશે કે, તેમનો દીકરો કેટલો બધો કંટાળી ગયો છે કે..

તેમને પિયરમાં મૂકી આવ્યો છે આ બંને વ્યક્તિ પોતપોતાની આપમેળે તેમના ઘરે પરત આવી ગયા હતા અને ત્યારબાદ તેઓ સરખી રીતે જીવન જીવવા લાગ્યા છે. જીગ્નેશભાઈનું કહેવું છે કે, આ બંને વ્યક્તિ હવે એવી રીતે જીવન જીવે છે કે, મને પણ માનવામાં મુશ્કેલી અનુભવાય રહી છે કે હકીકતમાં અમારી માતા અને આ પત્ની છે કે, જે પહેલા ખૂબ જ મોટા દુશ્મનની જેમ લડાઈ ઝઘડો કરતા હતા..

તે હવે એકદમ સરળતાથી જીવન જીવવા લાગ્યા છે. જીગ્નેશભાઈ હજી પગલું ભર્યું તે પગલા ને જાણીને સમાજના અન્ય લોકો તેમને સલામ કરી રહ્યા છે કે, જો તેઓએ કદાચ આજે આ પગલું ભર્યું હોત નહીં તો આ લડાઈ ઝઘડો આગળ વધીને આવતીકાલે કયો વળાંક ધારણ કરી લે તેનું નક્કી હોતું નથી. આવા ઘરેલુ કંકાસ ની અંદર માનસિક સ્થિતિ બગડી જતી હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment