જ્યારે પણ કોઈ માણસ મૂંઝવણમાં મુકાઈ જતો હોય ત્યારે તે પોતાની મૂંઝવણને તેના મિત્રો તેમજ પરિવારના સભ્યોની સાથે વાતચીત કરીને તેમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા હોય છે, પરંતુ આવા અઘરા સમયમાં પણ જો કોઈ વ્યક્તિનો સાથ ન મળે તો જે તે વ્યક્તિ હતાશ થઈને શું કરી બેસે તેનું નક્કી હોતું નથી..
આવા સમયે મગજનું નિયંત્રણ ગુમાવી દઈ વ્યક્તિ કોઈ પણ પગલું ઉઠાવી લેતો હોય છે, અત્યારે એક મહિલાએ ખૂબ જ અવડુ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર હિબકે ચડી ગયો હતો. આ મહિલાએ પોતાના દમ ઉપર કમાણી કરીને તેના પરિવારને સાચવવાની ઘણી બધી કોશિશ કરી પરંતુ અંતે તે ખૂબ જ કંટાળી ગઈ અને તમામ લોકોની સામે જંગ હારી જતા તેણે પોતાનો રસ્તો આપઘાત કરીને સાફ કરી નાખ્યો હતો..
આ દુઃખદાયી ઘટના નારાયણ પાર્કમાંથી ચર્ચાનો વિષય બનીને સામે આવી છે, અહીં ગૌતમભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે ગૌતમભાઈના પરિવારમાં તેમની પત્ની અનુષ્કાબેનનો પણ સમાવેશ થતો હતો, તેમજ ગૌતમભાઈના પિતા રાઘવભાઈ તેમજ ગૌતમભાઈની માતા બચુ બેનનો પણ સમાવેશ થતો હતો..
ગૌતમ ખૂબ જ સારી નોકરી ધરાવતો હતો, પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી એવા આવડા રમાડે ચડી ગયો હતો કે, તેણે પોતાની નોકરી મૂકીને અન્ય મિત્રોની સાથે સવારથી સાંજ સુધી રખડપટ્ટી ચલાવતો હતો અને તે વ્યસનના રવાડે ચડી ગયેલો હોવાને કારણે તે પરિવારજનોને પણ મુશ્કેલીમાં મૂકી દેતો હતો..
ધીમે તેને પૈસા કમાવાનું પણ બંધ કરી દીધું હતું, આ વાતની ચિંતામાં અનુષ્કાબેન ખૂબ જ ઊંડાશરી પડ્યા હતા કારણ કે, તેમનો પરિવાર મધ્યમ વર્ગીય હતો અને તેમના પતિએ પૈસા કમાવાનું બંધ કરી દેતા પરિવાર રસ્તા ઉપર આવી જવા પામ્યો હતો, એ સમયે અનુષ્કા બેને પોતાની આવડત બહાર કાઢી અને ઘરઘરાવો નાના બાળકોને ટ્યુશન કરાવવા લાગ્યા હતા..
તેનાથી જે રૂપિયા મળે તેનાથી તેમના પરિવારનું જીવન ગુજરાન ચાલતું હતું, ગૌતમને તેના માતા-પિતા તેમજ તેની પત્ની સતત સમજાવતા હતા કે આવા કાળા કામોને મૂકી દેવા જોઈએ અને શાંતિથી નોકરી ધંધો કરીને પરિવારની સાથે જીવન જીવવું જોઈએ, પરંતુ ગૌતમ દારૂના વ્યસને ચડી ગયો હોવાને કારણે હવે તે કોઈ પણ વ્યક્તિની વાતને પોતાના મનમાં સમજતો હતો નહીં..
બિચારા અનુષ્કાબેન સવારથી સાંજ સુધી ઘર ચલાવવાની સાથે સાથે બાળકોને ટ્યુશન આપવાનું પણ કામકાજ કરીને પૈસા કમાતા હતા, તેણે ઘણી બધી કોશિશ કરી પરંતુ તેનો પતિ ક્યારેય પણ સુધર્યો નહીં અને હવે તો તેને રોજબરોજ ઢોર મારે પણ મારવા લાગતો હતો. રોજબરોજની પતિની માથાકૂટોથી કંટાળી જઈને એક દિવસ સવારના સમયે મહિલાએ રસોડામાં ફીનાઇલના ટીકડા પીને આપઘાત કરી લીધો હતો..
જ્યારે રસોડામાં કોઈ વ્યક્તિના નીચે પડવાનો અવાજ આવ્યો એ અવાજ સાંભળતાની સાથે જ બચુ બેન તેમજ રાઘુભાઈ રસોડામાં દોડી ગયા હતા અને ત્યાં જઈને જોયું તો તેમના દીકરાની વહુ અનુષ્કાએ ફિનાઈલ ના ટીકડા આપીને આપઘાત કરી લીધો હતો. તેના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળી ગયા હતા..
અને ધીમે ધીમે અનુષ્કાનો શ્વાસ પણ બંધ થઈ ગયો હતો, પોતાની જ નજર સામે તેમના જ દીકરાની વહુને મૃત્યુ પામતા જોઈને માતા-પિતા આ દુઃખની ઘડી સહન કરી શક્યા નહીં, તેઓ પણ પરસેવો છૂટી ગયો હતો અને ત્યાં ને ત્યાં જ નીચે બેસી ગયા હતા. ઘરની અંદર ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો કારણ કે, એક દીકરાની કાળી કરતુંતોથી કંટાળી જઈને તેની પત્નીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો..
આ ઘટના ખૂબ જ ચોંકાવનારી સાબિત થઈ છે, આ ઘટનાનું કારણ જાણીને દરેક લોકો હચમચી ઉઠ્યા હતા કે, બિચારા અનુષ્કાબેન ઉપર શું વીતી હશે જ્યારે તેનો પતિ તેને ઢોર માર મારી રહ્યો હતો અને રોજબરો હેરાનગતિ પહોંચાડી રહ્યો હતો. જુદા જુદા વિસ્તારોમાંથી રોજબરોજ આપઘાત ના આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે..
આપઘાતની પાછળ કોઈને કોઈ વ્યક્તિની હેરાન કરતી જવાબદાર હોતી હોય છે, આવી હેરાનગતિ અન્ય કોઈ વ્યક્તિઓને ન પહોંચે એટલા માટે હંમેશા સુખ શાંતિ ભર્યું જીવન જીવવું જોઈએ. આ ઘટનાના સમાચાર અનુષ્કાના વ્યક્તિઓને પણ કરવામાં આવ્યા ત્યારે તેઓ પણ અનુષ્કા અને અંતિમ વિદાય આપવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા..
અનુષ્કાના માતા પિતા તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નથી કારણ કે, તેમની લાડકવાઈ એકની એક દીકરી તેમના જમાઈની કાળી કરતુતોને કારણે જીવ ટૂંકાવીને આ દુનિયામાંથી જતી રહી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]