Breaking News

ઘરેણા સાફ કરવાનું કહીને બે યુવકો એકલી રેહતી મહિલાના ઘરે ઘુસ્યા બાદ એવું કરીને ભાગ્યા કે જાણીને દરેક પરિવારે ચેતવું જોઈએ.. ફોટા જોઈને હોશ ઉડી જશે..!

આખો દિવસ દરમિયાન ઘરે એકલી રહેતી મહિલાઓએ ખૂબ જ જીતીને રહેવું પડે છે. અત્યારના જમાનામાં ઘણા બધા લોકો ચોરી લૂંટફાટ કરવા માટે એવી તરકીબ લાવે છે કે, જેને દરેક લોકોએ જાણીને સાવચેત થઈ જવું જોઈએ. અત્યારે બિહારના પટના માંથી એક એવી ઘટના સામે આવી છે..

જેને જાણ્યા બાદ સમગ્ર સોસાયટીમાં હલ્લો મચી ગયો છે. અહીં પાટીલ પુત્ર ઇન્દ્રપુરી રોડ ઉપર આવેલા એક સોસાયટીમાં બંગલા નંબર 38ની અંદર રામાકાંત તિવારી નામના વ્યક્તિ તેમના પરિવારજનોની સાથે રહે છે. તેમના મોટા દીકરાની પત્ની નીતુ તિવારી અત્યારે એક ગંભીર ઘટનાનો શિકાર બની ગઈ છે..

સવારના સમયે રામાકાંત તિવારી તેમના બંને દીકરાની સાથે નોકરી ધંધે ચાલ્યા ગયા હતા, ત્યારબાદ તેમના મોટા દીકરાની વહુ નીતુ ઘરે કામકાજ કરતી હતી. એ સમય દરમિયાન તેમના ઘર પાસે કોઈ અજાણ્યા યુવકો આવી પહોંચ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે, તેઓ સોનાના દાગીનાને ચમકાવી દેવાનું કામકાજ કરે છે..

આ બંને યુવકોએ એક બેગ ટીંગાડેલી હતી, બંને યુવકો બાઇક લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ નીતુને જણાવ્યું કે તેમની પાસે એવું કેમિકલ છે. જે કેમિકલની મદદથી જો તમારા ગળામાં રહેલા સોના ચાંદીના ઘરેણાને સાફ કરવામાં આવે તો તે ચમક મારવા લાગશે તેની જાણકારી જોઈને ઘણા બધા લોકો તેમની પાસેથી દાગીના સાફ કરાવે છે..

આ બંને યુવકોની વાતમાં આવી જઈને નીતુએ તેના ગળામાંથી સોનાની ચેન ઉતારીને આ બંને યુવકોને સાફ કરવા માટે આપી દીધી હતી. આ બંને યુવકોએ આ ચેન સાફ કરીને આપી એટલે ચેન ખૂબ જ ચળકાટ મારવા લાગી હતી. એટલા માટે મહિલાએ ફરી પાછા તેના હાથમાં રહેલી અંગૂઠી તેમજ તેના લોકરમાં રહેલા અન્ય ઘરેણાંઓને પણ સાફ-સફાઈ કરવા માટે આ યુવકોને આપ્યા હતા..

એટલા બધા ઘરેણા જોતાની સાથે જ આ બંને યુવકોનો ઈરાદો બગડી ચૂક્યો હતો, તેઓએ ઘરની અંદર નજર કરીને જોયું તો ઘરે નીતુ સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર હતું નહીં. તેઓએ રૂમાલની અંદર બેભાન કરવાનો સ્પ્રે છાંટી દઈને  સુઘાડી દીધો હતો અને તેના ઘરમાં ઘૂસી જઈને સોના ચાંદીના ઘરેણાંની સાથે સાથે રોકડ રૂપિયાની પણ ચોરી કરી લીધી હતી..

અને ત્યાંથી ભાગી ચૂક્યા હતા, આ નશીલી ચીજવસ્તુઓની સાથે જ નીતુ ત્યાં ચક્કર ખાઈને નીચે ઢળી પડી હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેને ખબર પડી કે તેના ઘરે ચોરી થઈ ગઈ છે. અને આ બંને યુવકો ઘરની તમામ ચીજ વસ્તુઓ લૂંટીને ભાગી ગયા છે. તેઓએ ઘટનાની જાણકારી તેના પતિને પણ આપી હતી..

આ ઉપરાંત આસપાસના પડોશીઓને પણ જાણ મળતા તેઓ નીતુ ના ઘરે આવી પહોંચ્યા હતા. નીતુના પતિએ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશને હાજર થઈ આ અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ સીસીટીવી કેમેરાની મદદથી ફૂટેજ તપાસીને આ યુવકો કોણ છે અને તેઓ ભાગીને કહી દિશા તરફ આગળ વધ્યા છે..

તેની જાણકારી મેળવી રહી છે. આ અગાઉ પણ આવી ઘણી બધી ઘટના સામે આવી ચૂકી છે. સોના ચાંદીના દાગીનાને સાફ કરી દેવાના બહાને છેતરપિંડી કરનારા લોકો કેમિકલની અંદર આ ઘરેણાને સાફ કરી ઘરેણા માંથી સોનાના અમુક ભાગો ફેરવી લે છે. આ ઉપરાંત ચોરી લૂંટફાટ કરીને જતા પણ રહેતા હોય છે. આવી ઘટનાઓથી ખૂબ જ સાવચેત થઈને જીવન જીવવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *