Breaking News

ઘરે મહેંદી મુકાવવા આવેલી યુવતીએ નજર ભંગ કરીને કર્યું એવું કે જે દરેક મહિલાએ જાણી લેવું જોઈએ, નહીતો ધરાઈ ધરાઈને પછતાશો..!

હાલ ડગલે ને પગલે ખૂબ જ સાવચેત રહેવું પડે છે. તમારું સહેજ પણ ધ્યાન ભંગ થાય કે તમારે ખૂબ મોટો બનાવનો સામનો કરવાની ફરજ આવી પડતી હોય છે. કેટલાક લોકો તો સામાન્ય વ્યક્તિને પોતાની જાળમાં ફસાવવા માટે ધ્યાન ભંગ કરવા અવનવા કીમીયાવો અપનાવે છે. જેવું વ્યક્તિનું ધ્યાન ભંગ થાય કે તેને તરત જ છેતરપિંડીમાં ઉતારી દેવામાં આવતો હોય છે..

દિન પ્રતિદિન આવા ઘણા બધા મામલાઓ સામે આવે છે, જે લોકો સુધી પહોંચ્યા બાદ લોકો પણ સાવચેત થાય છે. અને પોતાના જીવનમાં ડગલે અને પગલે સાવચેત થઈ આવા લોકોનો સામનો કરવાની ફરજ ન પડે તેનું ધ્યાન રાખતા હોય છે. પાટણ શહેરના લાલેશ્વર પાર્ક સોસાયટીના પ્રકારનો જ એક બનાવ સામે આવ્યો છે..

હાલ કોઈપણ લગ્ન પ્રસંગ હોય તેમાં મહેંદી મૂકવાના રિવાજ વર્ષો જુના ચાલી આવે છે. પરંતુ હવે જે વ્યક્તિને મહેંદી મૂકવામાં સારી એવી ફાવતું હોય તેને લગ્ન પ્રસંગ વાળા ઘરે બોલાવવામાં આવે છે. અને મહેંદી મુકાવવામાં આવતી હોય છે. લાલેશ્વર પાર્કમાં ઠાકોર ચેતનાબેન પુનાજી રહે છે. તે વ્યવસાયે મહેંદી મુકવાનું કામકાજ કરે છે.

ઠાકોર ચેતનાબેનના ઘરે એક યુવતી ગ્રાહક બનીને આવી હતી. તેણે જણાવ્યું કે તેને હાથમાં મહેંદી મુકવાની છે. ચેતના બેન મહેંદી મુકવાની શરૂઆત કરી એ પહેલા ગ્રાહક બનીને આવેલી આ મહિલાએ તેને મહેંદીનો કોન લેવા માટે બહાર મોકલી હતી. આ મહિલા મહેંદીનો કોણ લેવા માટે બહાર ગઈ કે ગ્રાહક બનીને આવેલી આ મહિલાએ ઘરમાંથી તિજોરી ગોતી તેની અંદર રહેલા સોના ચાંદીના દાગીના ચોરી કરી લીધા હતા..

અને ત્યારબાદ ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી. જ્યારે આ મહિલાને જાણ થઈ ગઈ કે તેના ઘરે રહેલી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ગાયબ છે અને આ મહેંદી મુકવામાં આવેલી મહિલા તેના ઘરે ચોરી કરીને જતી રહી છે. ત્યારે તાત્કાલિક તેણે પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી…

પોલીસે તાત્કાલિક કંટ્રોલરૂમ આ ઘટનાના આદેશ આપ્યા હતા. અને સીસીટીવી ફૂટેજની મદદથી આ મહિલાને ક્રિષ્ના સિનેમા સોની બજારના નાકા પાસેથી ઝડપી પાડવામાં આવી હતી. આ મહિલાની પૂછપરછ કરતા જણાયું કે મહિલાનું નામ હીનાબેન એટલે કિંજલ રાજુજી ઠાકોર છે..

જે પોતે વામૈયા વિસ્તારમાં રહે છે. આ મહિલાએ ઘરેણા તેના ઘરે છુપાવી દીધા હતા. આ ઉપરાંત પોલીસે સોના ચાંદીના દાગીનાને રિકવર કરી તમામ મુદ્દા માલ પરત કર્યો હતો. માત્ર ચાર દિવસની અંદર જ આ ચોરીનો મોટો બનાવો પોલીસે ઉકેલી નાખ્યો છે. રિકવર કરેલા મુદ્દા માલમાં બુટ્ટી, સોનાનું કડુ, સોનાની બંગડી, ચાંદીની ઝાંઝર અને 70000 રિકવર કર્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *