Breaking News

ઘરે લાઈટબીલ આપવાના બહાને 2 યુવકો ઘરડા દાદીના ઘરે ઘુસી ગયા અને પછી તો જે થયું તે દરેકે ડોળા ફાડીને જાણીને જોઈ લેવું જોઈએ..!

ડગલેને પગલે હવે સાવચેત થઈને જિંદગી જીવવાનો વારો આવી ગયો છે. કારણ કે, રોજ રોજ ગુનાખોરીનું પ્રમાણ અતિશય માત્રામાં વધવા લાગ્યું છે. જે દરેક માટે પડકાર જનક પ્રશ્ન સાબિત થયો છે. કોઈ વખત સારી સારી વાતોમાં ફોસલાવી દઈને કોઈ છેતરપિંડી કરીને જતા રહે છે, તો કોઈ વખત ચકમો આપીને ધ્યાન ભંગ કર્યા બાદ છેતરપિંડી કરીને જતા રહે છે..

અત્યારે કયો વ્યક્તિ ચોર લૂંટારાનો શિકાર બની જાય તેનું નક્કી હોતું નથી. અત્યારે મધ્યપ્રદેશના ભોપાલના હબીબગંજ પાસે આવેલી અરેરા કોલોની માંથી એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણ્યા બાદ ઘરે સવારના સમયે એકાંતમાં કામ કરતી મહિલાઓએ જેથી જવું જોઈએ મોટાભાગે સવારના સમયે પુરુષો પોતાના નોકરી ધંધા પર ચાલ્યા જાય છે..

ત્યારબાદ મહિલાઓ ઘરે એકલી હોય છે, અને તેઓ ઘરે એકલા જ રહીને ઘરકામ કરે છે. અને એ વખતે ઘણા બધા ચોર લૂંટારાઓ મહિલાની એકલતાનો લાભ લઈને ઘરમાં લુંટ ચલાવી દેતા હોય છે. એવી ઘણી બધી ઘટના પાછળના સમયમાં સામે આવી ચૂકી છે. પરંતુ અત્યારે અરેરા કોલોનીમાં રહેતી 82 વર્ષની એક વડીલ મહિલા સાથે ખૂબ જ હજમચાવી દેતી ઘટના બની ગઈ છે..

તેમની કોલોનીમાં 30 વર્ષનો પવન વિશ્વકર્મા તેમજ 35 વર્ષનો નીતિન વિશ્વકર્મા નામના બે યુવકો લાઈટ બિલ આપવા માટે આવી પહોંચ્યા હતા. મોટાભાગે સમગ્ર કોલોનીનું લાઈટ બિલ કોઈ એક જ વ્યક્તિને આપી દેવામાં આવે છે, જે સમગ્ર કોલોનીના દરેક લોકો સુધી પહોંચાડી દે છે..

પરંતુ આ વખતે આ બંને લોકો પોતાના હાથમાં લાઈટ બિલના કાગળ લઈને આવી પહોંચ્યા ત્યાં 82 વર્ષના મંજુબા નામના એક દાદી એકલવાયું જીવન જીવે છે. તેમના ઘરે આ બંને વ્યક્તિ આવી પહોંચી અને દાદીને ધક્કો મારીને તેમના ઘરની અંદર ઘૂસી ગયા હતા અને ત્યારબાદ તેમના ગળામાં રહેલો સોનાનો ચેન આંચકી લીધો અને તેમના કબાટમાં રહેલા રોકડ રૂપિયા પણ ચોરી કરીને ત્યાંથી જતા રહ્યા હતા..

બિચારા દાદી ઉભા થાય એ પહેલા તો આ વ્યક્તિ ચોરી કરીને ત્યાંથી નાસી ગયા દાદીએ ચડતી હાલતમાં તેના પડોશીને જણાવ્યું કે, તેમના ઘરે બિલ આપવા માટે આવેલા યુવકો ચોરી કરીને જતા રહ્યા છે. ઘટનાની જાણકારી સમગ્ર કોલોનીને થતા નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણ આપવામાં આવી હતી..

પોલીસએ સીસીટીવી કેમેરાની ફૂટેજ તેમજ અન્ય લોકોના નિવેદનની મદદથી બેતુલ વિસ્તારમાં રહેતા બંને આરોપીને પકડી પાડ્યા હતા. સીસીટીવી કેમેરાની મદદથી આ બંને લૂંટારાની ઓળખ પણ મળી ગઈ હતી, આ બંને લૂંટારાઓ પાછળના સમયમાં પણ ઘણી બધી વાર પોલીસના હાથે ચડી ચૂક્યા છે..

ઘણી બધી વાર તેને મેથીપાક પણ ચખાડવામાં આવ્યો હતો, છતાં પણ તેઓએ ચોરી કરવાની આ કુટેવને છોડી નથી અને વધુ એક ચોરીના બનાવની અંદર આ બંને આરોપીની ધરપકડ કરી લીધી છે. આ બંને વ્યક્તિ દારૂ પીવાના ખૂબ જ શોખીન છે. તેઓ એક ફેબ્રિકેશનની દુકાન ચલાવતા હતા..

એક વ્યક્તિએ પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, તો એક વ્યક્તિએ 8 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. આ બંને વ્યક્તિએ ચોરી કરીને આવેલા રૂપિયાથી દારૂ ખરીદી લીધો અને ત્યારબાદ અયયાશી કરીને આ તમામ પૈસા ઉડાવી દીધા હતા. તેઓ જ્યારે પણ પૈસાની જરૂરિયાત ઊભી થાય ત્યારે કોઈ શિકાર બનાવીને તેના ઘરે ચોરી લૂંટફાટ કરવાની યોજના બનાવી લેતા હતા…

આ ઘટના બન્યા બાદ લોકો કહેવા લાગ્યા છે કે, ઘરે રહેતી એકલવાઈ મહિલાઓએ ખૂબ જ ધ્યાન રાખવું પડશે. કારણ કે, આવનારા સમયની અંદર ક્યારે કયો વ્યક્તિ ચોરી લૂંટફાટ કે છેતરપિંડી કરીને જતો રહે તેનું નક્કી હોતું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *