આજકાલ લોકો મનફાવે તેવો ખોરાક ખાય છે. જેના કારણે તેના શરીરના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ઊંધી અસર પડતી હોય છે. છેલ્લા ત્રણ વર્ષથી લોકો સ્વાસ્થ્યને લઇને ખૂબ જાગૃત થયા છે. એટલા માટે લોકો જીમ અથવા તો ઘરે કસરત કરવા લાગ્યા છે. જેના કારણે સ્વાસ્થ્યમાં સુધારો કરીને ઘણા ફાયદાઓ લઈ શકાય પરંતુ જો કસરત યોગ્ય સમયે અને યોગ્ય રીતે ન કરવામાં આવે તો તેની આડઅસર પણ શરીર ઉપર થતી હોય છે..
આપણે સોશિયલ મીડિયા ઉપર કસરત કરનારા લોકોના ઘણા બધા રમુજી કિસ્સાઓ અવારનવાર જોયા છે. એ પ્રકારનો જ એક કિસ્સો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ જોતાની સાથે જ ખૂબ વધારે પડતા વ્યુ મળી રહ્યા છે. આ વીડિયોને જોઈને લોકો પોતાની હસી રોકી શકતા નથી આ વિડીયો હકીકતમાં એક યુવતીએ ઉતાર્યો છે જે માટે તેના ઘરે કસરત કરી રહેલી નજરે ચડે છે
જુદી જુદી કસરત કરવા માટે જુદા જુદા સાધનોની જરૂર હોય છે. આ તમામ પ્રકારના સાધનો જીમમાં મળી રહે છે. પરંતુ ખરેખર ઘરે કસરત કરવા માટે માત્ર ઓછા સાધનો કસરત કરવી પડતી હોય છે. આ છોકરી ઘરે લટકાવેલા એક સ્ટેન્ડ પર લટકીને શરીર પુશ અપ કરી રહી હતી. બે વખત પૂશ અપ કર્યા બાદ ત્રીજી વખત તે પુશ અપ કરવા માટે જતી હતી..
એવામાં દિવાલ પર લટકાવેલ સ્ટેન્ડ ધડાકેદાર નીચે ભાંગી પડયું હતું. અને આ યુવતી ધડામ દઈને જમીન પર પડતાની સાથે જ જોરથી અવાજ આવ્યો હતો. જેના કારણે ઘરના તમામ સભ્યો દોડાદોડી કરીને ત્યાં આવી પહોંચ્યા હતા અને જોયું તો પરિવારની દીકરી કસરત કરવાના બદલે ત્યાં જમીન પર ઢળી પડી હતી. અને તેના હાથમાં ઉખડી ગયેલ સ્ટેન્ડ હતું.
આ વિડીયો ઇન્સટાગ્રામ ઉપર આર્મી નામના એકાઉન્ટ પર શેર કરતાની સાથે જ ગણતરીની મિનિટોમાં ૨૫ લાખ વ્યુ મળી ગયા હતા. તેણે વિડિયો શરૂ કર્યો ત્યારે જ ઘણા લોકોને ખબર પડી ગઈ હતી કે નક્કી આ કસરત કરતાં કરતાં કંઈક એવો બનાવ બની શકે જેના કારણે સૌ કોઈ લોકોને રમુજ પડી જશે..
અને હકીકતમાં એવું જ તે યુવતીએ પૂશ અપ કરવા માટે જતી હતી એવામાં સ્ટેન્ડ ભાંગી ગયું હતું. હકીકતમાં કસરત કરવા માટે ખૂબ જ વજનદાર સાધનોની જરૂર પડતી હોય છે. આ તમામ સાધનોને બદલે કોઈ જૂના સાધનો વાપરવાથી આ પ્રકારની હરકતો વારંવાર થાય છે તેના કારણે તેઓ કસરત કરવી હોય તો સારા સાધનો થકી કસરત કરી શકાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]