Breaking News

ઘરે જન્મેલી દીકરીનો ચહેરો જોવે એ પહેલા જ કાળમુખા અકસ્માતમાં પિતા સહીત 4 લોકોના મોત, ઉઠી ૪ અર્થીઓ અને ખુશી માતમમાં ફેરવાઈ.. વાંચો..!

ભલભલા માણસના રુંવાડા બેઠા કરી દે તેવો એક બનાવમાં રાજસ્થાનના રાજસમંદ જિલ્લા માંથી સામે આવ્યો છે. હકીકતમાં આ બનાવ જેવો કરુણ બનાવ તમે આજદિન સુધી નહીં સાંભળ્યો હોય. જે પરિવારમાં માત્ર નવ દિવસ પહેલા એક દીકરીનો જન્મ થયો હોય. ઘરમાં પહેલી ખુશી એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુથી માતમમાં ફેરવાઇ ગઇ છે.

દેવીલાલ ગાડરી નામનો યુવક પોતાના પરિવારજનો સાથે રેલનગર વિસ્તારમાં રહેતો હતો. પરિવારમાં માતા પિતાની સાથે તેની પત્ની તેમજ તેની પત્નીએ માત્ર નવ દિવસ પહેલાં જ એક બાળકીને જન્મ આપ્યો હતો. સમગ્ર પરિવાર રાજીખુશી રહેતા હતા. પરંતુ દેવીલાલ ગાડરીના પિતા પ્રતાપ ગાડરી ગંભીર બીમારીમાં સપડાયેલા હતા..

એટલા માટે તેમની સારવાર માટે તેમનો લાડકવાયો દીકરો તેમને જયપુર ખાતે લઇ ગયો હતો. સારવાર દરમિયાન જયપુર દેવીલાલની સાથે સાથે તેમની માતા અને તેમના કુટુંબી સભ્ય પણ આવ્યા હતા. તેમના પિતાને ખૂબ ગંભીર બીમારી હોવાથી તેઓ છેલ્લા ઘણા સમયથી જયપુર ખાતે સારવાર લઇ રહ્યા હતા.

એમાં તેમને સમાચાર મળ્યા કે તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે. પોતાના ઘરે લક્ષ્મીજીનો અવતાર જન્મ્યો છે એમ સમજીને ઘરના સભ્યો ખુબ જ ખુશ હતા. તેમજ આ સમાચાર દેવીલાલના પિતા પ્રતાપ ગાડરીને મળતા જ તેઓ જલદી સાજા થઇ ગયા હતા. પોતાની દીકરીને જોવાની આશાએ તેમજ પિતાની સારવાર પૂર્ણ થઈ જતા તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા..

એવામાં રસ્તામાં તેમને ગમખ્વાર અકસ્માત નડયો હતો. લગભગ રાતના બે વાગ્યા આસપાસ ભીલવાડા વિસ્તાર પાસે તેમની કારને એક ટ્રકે ખુબ જ જોરદાર ટક્કર મારી હતી. અને કાર પડીકું વળી ગઈ હતી. આ કારમાં સવાર દેવીલાલ તેમના માતા-પિતા અને તેમના કુટુંબના સભ્ય સહિત કુલ ચાર લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા..

બીજી બાજુ દેવીલાલની પત્ની તેમજ તેની દીકરી સમગ્ર પરિવારજનોની રાહ જોઇને બેઠા હતા એવામાં એમ્બ્યુલન્સમાં એકસાથે ચાર-ચાર મૃતદેહો આવી પડતાં આ કરૂણ દ્રશ્યો જોઈને દેવીલાલની પત્ની ગભરામણના કારણે ઢળી પડી હતી. પરિવાર ઉપર આફતોના વાદળો ઘેરાયા હતા..

તેમજ ગ્રામજનો પણ દેવીલાલના ઘરે એકઠા થઇ ગયા હતા. ગામના સૌ કોઈ લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. જેમાંથી એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેની આંખોમાં દુઃખની માહોલ ન હોય. દેવીલાલની દીકરીએ એક પણ વાર તેના પિતાનું તેમજ દાદા-દાદીનું મોઢું જોયું નથી. બીજા દિવસે સવારમાં પરિવારના ત્રણ સભ્યોની એક સાથે અર્થી ઉઠી હતી..

જેમાં ગામના સૌ કોઈ લોકો જોડાયા હતા. સૌ કોઈ લોકોએ આ ત્રણેય લોકોને વિદાય આપી હતી. આ દિવસ ગામના લોકોએ શોક પાળ્યો હતો. કોઈ પણ નાગરિક એ દુકાન પણ ખોલી ન હતી. તેમજ ઘરમાં કોઈ ચુલો પણ સળગાવ્યો હતો. પરિવારમાં હાલ દુખનો માહોલ છવાયેલો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *