Breaking News

ઘરે દીકરી માટે મીઠાઈ લઈ જવાનું વિચારીને યુવકે બાઈક ઉભી રાખી, 2 સેકન્ડમાં જ બની ગયું એવું કે યુવકનો જીવ ખેંચાઈ ગયો..!

ધંધો રોજગાર કરતા દરેક વ્યક્તિ જ્યારે પણ તેના ઘરે જતા હોય ત્યારે તેમના બાળકોને રાજ ખુશી કરવા માટે તેઓ કોઈને કોઈ ચીજ વસ્તુઓ ઘણી બધી વાર તેમના માટે લઈ જતા હોય છે, દરેક માતા-પિતાને તેમના બાળકો ખૂબ જ વાહલા હોવાને કારણે તેમના બાળકોને ઉછેર કરવામાં તેઓ ક્યારે પણ કોઈ કચાસ બાકી મુકતા નથી..

હાલ એક એવી ઘટના સામે આવી હતી કે જેમાં પોતાની જ દીકરી માટે મીઠાઈ ખરીદવા માટે ઊભા રહેલા એક યુવક સાથે એવી ઘટના બની કે માત્ર બે સેકન્ડમાં જ કાળનો કોળિયો ભરખી ગયો હતો, સામે આવતાની સાથે ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. આ હચમચાવી દેતો કિસ્સો રાધેશ્યામ કોલોનીમાં રહેતા પ્રીતમભાઈ નામના વ્યક્તિ સાથે બન્યો છે..

પ્રીતમભાઈ તેમના ઘરથી સાત કિલોમીટર દૂર આવેલા દીપા નગર રોડ ઉપરની એક કંપનીમાં નોકરી કરતા હતા, તેઓ સાંજના સમયે પોતાની નોકરી પૂર્ણ કરીને સાત વાગ્યા આસપાસ ઘરે આવી રહ્યા હતા. ત્યારે તેમને અચાનક જ યાદ આવી ગયું કે સવારના સમયે જ્યારે તેઓ નોકરીએ જવા માટે નીકળ્યા ત્યારે તેમની લાડકવાઈ દીકરી એ મીઠાઈ ખાવાની જીદ પકડી હતી..

પરંતુ એ સમયે તેને આ જીદને પૂરી કરવામાં તેના માતા-પિતા અસમર્થ રહયા હતા, એટલા માટે પ્રીતમભાઈ વિચાર્યું કે, તેઓ રાત્રિના સમયે તેમની દીકરી માટે મીઠાઈ લઈને જશે અને તેમની દીકરી ખુશખુશાલ થઈ જશે આમ વિચારીને તેઓએ પોતાની બાઈક રસ્તાની બાજુ પર થોભાવી અને મીઠાઈની દુકાન માંથી મીઠાઈ ખરીદવાનો તેઓએ વિચાર કર્યો હતો..

તેઓ પોતાની બાયક રસ્તા ઉપર થોભાવતાની સાથે જ માત્ર બે સેકન્ડમાં એવી ઘટના બની ગઈ કે, તેમનો જીવ ઘટના સ્થળે જ ચાલ્યો ગયો હતો, તેઓ રસ્તામાં વિચારતા હતા કે તેઓ તેમની દીકરી માટે મીઠાઈ ખરીદશે અને તેઓ રસ્તાની સાઈડ પર તેમની બાઈક ઉભી રાખી અને પાછળથી આવેલા એક ડમ્પર ચાલકે તેમની બાઇકને અડફેટે લઈને કચડી નાખી હતી..

પાછળથી આવતા ડમ્પર ચાલકે અચાનક જ કાબુ ગુમાવી દીધું હતું અને ડમ્પરના બંને ટાયર પ્રીતમ ભાઈની બાઈક ઉપર ચડી ગયા હતા, પ્રીતમભાઈ બાઇક ઉપરથી નીચે પટકાયા અને તેમનું માથું નીચે પટકાતાની સાથે જ લોહી વહેવા લાગ્યો હતો અને તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું રસ્તા ઉપર જ આ ઘટના સર્જાઈ જતાની સાથે રાહદારીઓ દોડતા થઈ ગયા હતા..

પ્રિતમ ભાઈનો જીવ બચાવવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ કમનસીબે પ્રીતમભાઈનો જીવ બચાવી શકાયો નહીં, મીઠાઈની દુકાન ઉપર મીઠાઈ ખરીદી રહેલા લોકો પણ તરત જ ક્યાં દોરતા થઈ ગયા હતા, પરંતુ કોઈ પણ વ્યક્તિ પ્રથમ ભાઈનો જીવ બચાવવામાં સમર્થ બની શકે નહીં પ્રીતમભાઈના મોબાઈલ માંથી ઈમરજન્સી નંબર ઉપર ફોન કરવામાં આવ્યો..

તેમની પત્નીએ ફોન ઉચાક્યો ત્યારે તેમને આ સમાચાર આપવામાં આવ્યા હતા કે, પ્રિતમભાઈ મીઠાઈની દુકાન પાસે ઊભા હતા અને તેમનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે, આ અકસ્માતની ઘટનાને લઈને ડમ્પર ચાલકે ડમ્પરની ઘટના સ્થળ પર જ મૂકીને ત્યાંથી ભાગવાની કોશિશ કરતો હતો..

પરંતુ મીઠાની દુકાનમાંથી બહાર નીકળેલા લોકોએ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો અને જ્યાં સુધી પોલીસના આવી ત્યાં સુધી તેને ત્યાં નીચે બેસાડી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસની ટીમ ઘટનાઓ સાથે પહોંચ્યા બાદ પ્રીતમભાઈની લાશને નજીકની હોસ્પિટલમાં અન્ય કામગીરીઓ માટે મોકલવામાં આવી હતી..

આ સાથે સાથે રસ્તા ઉપરથી ટ્રાફિક અને હળવું કરાવીને અન્ય વાહન ચાલકો માટે રસ્તો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો, જ્યારે ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ રહી છે. ડમ્પર ચાલક દારૂના નશામાં ધોધ બનીને ડમ્પર ચલાવતો હોય તેવી આશા ઘટના સ્થળ પર ઉભેલા રાહદારીઓએ જણાવી હતી..

આ ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે, રસ્તા ઉપર સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો ખૂબ જ મોટું અને કડવું પરિણામ સહન કરવાનો જે તે વ્યક્તિનો વારો આવી જતો હોય છે. પ્રીતમભાઈની પત્ની તો રડી રડીને બેહાલ થઈ ગઈ હતી કારણ કે દુખની આ ઘડી સહન કરી શકી નહી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *