Breaking News

ઘરે બનાવેલો નાસ્તો લઈને દીકરાને હોસ્ટેલમાં મળવા જતા માં-બાપની બાઈકને ડમ્પરે કચડી નાખતા બાળકો અનાથ થયા, ઉડી ગયા શરીરના ચીથડે ચિથડા..!

ઘણા બધા દીકરા કે દીકરીઓને સારા અભ્યાસ અને સંસ્કારની બાબતો શીખવવા માટે ઘરથી દૂર આવેલી હોસ્ટેલમાં મૂકવામાં આવે છે, હોસ્ટેલની અંદર બાળકોનું ઘડતર ખૂબ જ સારી રીતે થતું હોવાથી જે બાળકો ઘરે રહીને ખૂબ જ તોફાન અને મસ્તી કરતા હોય તેવા બાળકોને ભવિષ્યની સારી સમજણ માટે હોસ્ટેલમાં અભ્યાસ માટે મૂકવામાં આવતા હોય છે..

એવી જ રીતે ચંદ્રેશભાઇએ તેના લાડકા દીકરા હેતાર્થને ધોરણ પાંચના અભ્યાસ માટે તેમના ઘરથી અંદાજે 170 કિલોમીટર દૂર આવેલી પરમનાથ હોસ્ટેલની અંદર એડમિશન લેવરાવી દીધું હતું, તેઓએ તેમના દીકરા હેતાર્થને અહીં જ રહેવાની તેમ જ ખાવા પીવાની તમામ સુવિધાઓ કરાવી આપી પરમનાથ હોસ્ટેલની અંદર રહેતો..

તેમનો હિતાર્થ નામનો આ દીકરો હોસ્ટેલની બાજુમાં આવેલી ક્લેવર શાળાની અંદર અભ્યાસ કરતો અને પરમનાથ હોસ્ટેલની અંદર રહેતો હતો, તેઓએ તેમના બાળકને આ હોસ્ટેલની અંદર અભ્યાસ માટે મૂક્યો તેના બે મહિના થઈ ચૂક્યા હતા. ચંદ્રેશભાઇ અને તેમની પત્ની ગીતાંજલિ બેન તેમના ઘરે બનાવેલો કેટલોક નાસ્તો તેમના દીકરાને હોસ્ટેલમાં દેવા માટે ઘરેથી નીકળ્યા હતા..

જ્યારથી હેતાર્થ હોસ્ટેલમાં ગયો હતો ત્યારથી જ ગીતાંજલિ બેનને ઘરે ખૂબ જ એકલાપણ લાગતું હતું, અને તેઓ રજાના સમય દરમિયાન તેના દીકરાને હોસ્ટેલમાં મળવા માટે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે સાથે તેઓ ઘરે બનાવેલો નાસ્તો પણ પોતાના દીકરા માટે લઈ જઈ રહ્યા હતા, સવારના સમયે બાઇક લઈને પોતાના ઘરેથી નીકળેલા માતા-પિતા જ્યારે અડધી રસ્તે પહોંચ્યા..

ત્યારે સામેથી આવતા એક ડમ્પર ચાલકે ચંદ્રેશભાઇની બાઇકને અડફેટે લઈ લીધી અને કચડી નાખતા ટ્રકના બંને ટાયર ચંદ્રેશભાઈ તેમજ ગીતાંજલીબેનના શરીર ઉપરથી પસાર થઈ જતા તેમનું ઘટના સ્થળે ફટાકડો ફૂટી ગયો હતો, આ ગોઝારો અકસ્માત સર્જાતા આસપાસના ઘણા બધા લોકો ત્યાં દોડી આવ્યા હતા..

આ બંને વ્યક્તિના ઘટના સ્થળે જ જીવનું પડીકું વળી ગયું હતું, માતા-પિતાનું આ કરુણ અકસ્માતની અંદર મૃત્યુ થતાં બિચારો હેતાર્થ આઘાતમાં ચાલ્યો ગયો હતો, આ અકસ્માતને પગલે આસપાસના ગામડાના કેટલાક લોકોએ જાણકારી પોલીસની ટીમને પણ આપી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં તો આ ડમ્પર ચાલકે ડમ્પરને ઘટના સ્થળે મૂકીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો..

તો બીજી બાજુ આ ટ્રકના ટાયર નીચે આ બંને વ્યક્તિની લાશ દેખાઈ આવી હતી, તાબડતોબ બંને વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં પણ મોકલવામાં આવ્યા અને ત્યાંથી તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે પણ રવાના કરી દેવામાં આવ્યા હતા. માતા-પિતાના મૃત્યુના સમાચાર ધોરણ પાંચમાં ભણતા હેતાર્થ સુધી જ્યારે પહોંચી ત્યારે તેના માટે તો આફતોનો આભ ફાટી નીકળ્યું હતું..

તેને જ્યારે કહેવામાં આવ્યું કે, હવે તેના માતા-પિતા દુનિયાની અંદર રહ્યા નથી, ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું હતું અને તે જોર જોરથી  રડવા લાગ્યો હતો તેને સંભાળવા માટે પરમનાથ હોસ્ટેલના ઘણા બધા લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા, દુઃખની આ ઘડી કોઈપણ વ્યક્તિથી સહન થતી નથી કારણ કે, નાનકડી ઉંમરની અંદર જ પોતાના માતા પિતાની એક જ સાથે મૃત હાલતમાં જુવા કોઈપણ વ્યક્તિ માટે સહેલું હતું નથી..

બિચારા દીકરા ઉપર ત્યારે શું વીતી હશે જ્યારે તેના માતા પિતાનું મૃત્યુ થયું હતું, ચંદ્રેશભાઇ અને ગીતાંજલિ બેન તેના દીકરાને સરપ્રાઈઝ આપવા માટે અને ઘરેથી નાસ્તો લઈને હોસ્ટેલે જવા માટે નીકળી ગયા હતા પરંતુ અડધે રસ્તે જ તેમનું મૃત્યુ થઈ જતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે, ચંદ્રેશભાઇના અન્ય સગા સંબંધીઓ પણ તાબડતોબ અહીં આવી પહોંચી હતા અને તેમની અંતિમવિધિની કામગીરીઓ પણ શરૂ કરવામાં આવી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *