Breaking News

ઘરે 2 દીકરી બાદ ત્રીજી દીકરીનો જન્મ થતા પરિવારે 2,22,222 રૂપિયાનું દાન કર્યુ.. વાંચો સંપૂર્ણ લેખ..

દીકરીના પગલા ઘરમાં પડતા જ ઘરનો સમગ્ર માહોલ બદલાઈ જતો હોઈ છે. દીકરી તો વહાલનો દરિયો કહેવાઈ .. દીકરીના કોમળ પગલા ઘરમાં સારા સમયનું સુકન લઈને આવતા હોઈ છે. અત્યારના સમયમાં સૌ કોઈને દીકરીની આશા વધારે હોઈ છે. ભારત દેશમાં દીકરીઓ દરેક ક્ષેત્રે એક આગવી ઓળખ પ્રાપ્ત કરે છે અને દેશનું નામ રોશન કરે છે.

પહેલાના સમયમાં દીકરીને પેટમાં જ હટાવી દેવામાં આવતી હતી. આ બાબતે સરકારના કડક નિર્ણયો થતા આ તમામ વસ્તુઓમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે અને લોકો સમજવા લાગ્યા છે કે મારી 1 દીકરી 100 દીકરા બરાબર છે. દીકરીતો લક્ષ્મીનો અવતાર કેહવાય છે. સમાજમાં હવે લક્ષ્મી અને દેવીશક્તિ સમાન ગણાતી દીકરીઓ પ્રત્યે જૂની રૂઢીઓ અને માનસિકતામાં મોટો બદલાવ આવ્યો છે.

અત્યારે સમાજમાં દીકરીનો જન્મ થતા જ માતા-પિતા અને પરિવાર ખુબ જ આનંદથી ઉજવણીઓ કરે છે અને એક આગવો સંદેશો આપે છે કે દીકરીઓ કોઈનાથી કમ નથી. દીકરીનું પાલન-પોષણ ખુબ સારી રીતે કરવામાં આવે છે. આ વિચારધારા સમાજમાં એક નવો માર્ગ ચીંધે છે.

અત્યારે એક એવી ઘટના સામે આવવી છે જે જાણીને તમારું દિલ ગદગદ થઈ ઉઠશે. મોરબીના એક પરિવારમાં 2 દીકરીઓ બાદ અન્ય ત્રીજી દીકરીનો જન્મ થયો હતો. પરિવારને દીકરાની આશા હતી પરતું દીકરી આવતા તેને ભગવાનના  આશીર્વાદ સમજીને તેને ફૂલડે વધાવી હતી.

દીકરી આવતાની ખુશીમાં પરિવારે નકળંગ ધામે ભૂમિદાન પેટે રૂ.2,22,222નું અનુદાન કર્યુ હતું. અગું બે દીકરી હોઈ તો કોઈપણ પરિવારને દીકરાની આશા હોઈ જ છે. પરતું હરીની ઈચ્છા એ સૌ કોઈને મંજુર હોઈ છે. મોરબીના થાનગઢમાં કારખાનું ધરાવતા કિરણ રિફેકટ્રીઝ નીતિનભાઈ સુંદરજીભાઈ મૈંજડિયાને સંતાનમાં અગાઉથી બે દીકરી છે. ત્યારે ફરી ઈશ્વરે દીકરીની ભેટ આપતાં નીતિનભાઈ અને તેમના પરિવારે ત્રીજી દીકરીના જન્મને ખુશીભેર મનાવ્યો છે.

 નીતિનભાઈ મૈંજડિયાના ઘરે જન્માષ્ટમીના પાવન અવસરે લક્ષ્મીજીનાં વધામણાં થયાં હતાં, આથી ઈશ્વરે આશીર્વાદરૂપે ત્રીજી દીકરીની ભેટ આપી હોવાનું સમજીને પ્રજાપતિ પરિવાર તથા મિત્રોએ ઉમંગભેર તેના જન્મનાં વધામણાં કરી પુત્ર કરતાં પણ સવાઈ રીતે તેના જન્મ પ્રસંગને ઊજવ્યો છે.

એટલું જ નહીં, નીતિનભાઈના મિત્રોએ લક્ષ્મીજીનાં વધામણાંની ખુશીમાં ટંકારાના હડમતિયા ગામે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન નકલંકધામની જગ્યામાં ગુરુદેવને સેવકાર્યો માટે ભૂમિદાન પેટે રૂ.2,22,222નું અનુદાન આપ્યુ છે. આમ, આ પરિવારે દીકરી-દીકરો એકસમાન હોવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજને દીકરીઓ પ્રત્યેની જૂની રૂઢિઓ તેમજ માનસિકતામાંથી બહાર આવી દીકરીને વહાલનો દરિયો ગણીને તેનું પુત્રની જેમ જ લાલન-પાલન કરવાનું ઉતમ ઉદાહરણ આપ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *