Breaking News

ઘરડા માં-બાપે તેના દીકરાને કહ્યું કે, “બેટા તારી વહુ અમને ભૂખ્યા રાખીને હેરાન કરે છે” અને પછી દીકરાએ કર્યું એવું કે જાણીને તમે પણ સમસમી જશો..!

મા બાપ તેમના દીકરા-દીકરીઓને ભણાવી ગણાવીને મોટા કરે છે અને ત્યારબાદ રોજગારી માટે તેમને શહેરમાં પણ મોકલી આપે છે. પરંતુ પાછળના સમયમાં એવી ઘણી બધી ઘટનાઓ આપણે સાંભળી ચૂક્યા છીએ કે, જેમાં શહેરમાં ગયેલા દીકરા કે દીકરી તેમના વતન એ રહેતા મા બાપને ભૂલી જતા હોય છે..

આ ઉપરાંત જો માબાપ તેમના કરે શહેરમાં રહેવા માટે આવી પહોંચે તો નાની નાની બાબતોને લઈને ખેંચતાણું કરવા લાગે છે. અને વડીલ માતા પિતાને ડગલેને પગલે દુઃખની ઘડીઓ સહન કરવા મજબૂર બનાવી દે છે. સમાજમાંથી આવી ઘણી બધી ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. અત્યારે પણ ખૂબ જ ચોંકાવનારી એક ઘટના સામે હવે ચૂકી છે..

ઘણા બધા કિસ્સાઓમાં તો નવી પરણીને આવેલી દીકરાની વહુને તેના સાસુ સસરાને રાખવા ગમતા નથી અને આવી બાબતોને લઈને લડાઈ ઝઘડો ઉત્પન્ન થઈ જતો હોય છે. અત્યારે એક ઘરડા મા-બાપનેથી તેના દીકરાને ઘરે શહેરમાં રહેવા માટે આવી પહોંચ્યા હતા અને ત્યાં તેઓને ખૂબ જ મોટી હેરાનગતી સહન કરવાનો વારો આવી ગયો હતો..

આ બનાવ કેશવદાસ નામના વડીલ વ્યક્તિ સાથે બન્યો છે. કેશવદાસ અને તેમની પત્ની રંજનાબેન બંને વતનમાં ખેતીનું કામકાજ પૂરું થઈ ગયું હોવાથી તેમના દીકરાને ઘરે શહેરમાં રહેવા માટે આવી પહોંચ્યા હતા. તેમના દીકરાના આજથી ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. કેશવદાસ દાદાનો એકનો એક દીકરો ધર્મેશ તેની પત્ની કરિશ્માની સાથે શહેરમાં જીવન ગુજારતો હતો..

ધર્મેશ એક ખાનગી કંપનીમાં મેનેજરની નોકરી કરતો હતો. સવારના સમયે તે નોકરીએ ચાલ્યો જતો જ્યારે તેના કારણે માતા-પિતા ઘરે હોવાથી આખો દિવસ દરમિયાન તેમની પત્ની ધર્મેશભાઈના વડીલ માતા પિતા અને હેરાનગતિ પહોંચાડતી હતી. શરૂઆતમાં તો કેશવદાસ દાદા અને રંજનાબેને આ બધી હેરાનગતિઓ સહન કરી હતી..

પરંતુ જ્યારે દુઃખની આ ઘડી તેમનાથી સહન થઈ શકી નહીં ત્યારે તેઓએ તેમના દીકરાને તેમની પાસે બોલાવી અને કહ્યું કે બેટા તારી વહુ અમને ભૂખ્યા રાખીને ખૂબ જ હેરાનગતી પહોંચાડી રહી છે. જ્યારે ધર્મેશભાઈએ તેમના વડીલ માતા પિતાના મોઢેથી આવા શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ સામસામે ઉઠ્યા હતા..

તેઓ વિચારમાં મુકાઈ ગયા કે આખરે તેમની પત્ની શા માટે આવી કરતું તો કરી રહી છે. તેમણે તેમની પત્નીને જણાવ્યું કે, તું શા માટે મારા માતા-પિતાને જમવાનું આપી નથી. અને શા માટે તેને હેરાનગતિ પહોંચાડે છો, તો સામેથી કરિશ્માએ જણાવી દીધું કે, તેમના માતા-પિતાને રાખવા ગમતા નથી. એટલા માટે તે હવે અલગ રહેવા માંગે છે…

ધર્મેશભાઈએ ઘણી બધી વાર સમજાવવાની કોશિશ કરી પરંતુ તેમની પત્ની કરિશ્મા સમજી નહીં અને અંતે ધર્મેશભાઈએ એવું ભેજુ દોડાવ્યું હતું કે, તેમની પત્નીની અકલ ઠેકાણે આવી ગઈ હતી. ધર્મેશભાઈ તાત્કાલિક ધોરણે કરિશ્માના સગા ભાઈને ફોન કરીને જણાવ્યું કે, તારે તારા માતા-પિતાને થોડા સમય માટે વતનને મોકલી આપવાના છે..

અને હું જેમ કહું તેમ નાટક રચવાનું છે. ધર્મેશભાઈએ તેના સાળાને ફોન કર્યા બાદ કરિશ્માના માતા પિતાને વતને મોકલી આપ્યા હતા અને ખોટી રીતે રડવાનો ડોળ કરાવ્યો હતો કે કરિશ્માના માતા-પિતાને કરિશ્માનો ભાઈ સાચવતો નથી. જ્યારે કરિશ્માને ખબર પડી કે, તેના ઘરડા માતા-પિતાને તેનો ભાઈ સાચવતો નથી..

અને તેના માતા-પિતાને વતને મોકલી આપ્યા છે, ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું હતું અને તે તેના ભાઈને સમજાવવા માટે આવી પહોંચી હતી. એ વખતે કરીશમાને તેના સગા ભાઈએ સમજાવી કે, તું તારા સાસુ સસરાને વતનએ મોકલવા માંગે છે અને તું તેને બરાબર રીતે સાચવણી કરતી નથી. જે બાબત બિલકુલ ખોટી છે. જ્યારે પોતાના ઉપર આવી ઘડી આવી પહોંચી ત્યારે કરિશ્મા બધું જ સમજી ચૂકી હતી..

અને તેને તેના સાસુ સસરા અને તેના પતિની પણ માફી માંગી હતી. જ્યારે સમાજમાં આવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી જતી હોય છે. ત્યારે ત્યારે સૌ કોઈ લોકોના મગજ કામ કરતા બંધ થઈ જાય છે કે, આવા સમયે શું કરવું જોઈએ અને શું કરવું જોઈએ નહીં, કારણકે જો સહેજ અમથો પણ નિર્ણય લેવામાં ચૂક થઈ જાય તો કોઈ પણ વ્યક્તિનું ઘર સંસાર ભાંગી પડતું હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *