Breaking News

ઘર સામે રમતી બાળકીને નરાધમ યુવક અપહરણ કરીને લઈ ગયો અને પછી કર્યુ એવું કે આંખો ફાટી જશે

બાળકોના અપહરણ કરવાના બનાવોમાં દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફરીવાર નાના બાળકોની સુરક્ષા અંગે એક મોટો સવાલ ઉભો થયો છે. કારણકે મન ના મેલા નરાધમો હાલતા ચાલતા બાળકો સાથે ચેન ચાળા કરીને અપહરણ કરવા લાગ્યા છે. હવે તેઓને સબક શિખાવાનો સમય આવી ગયો છે.

આજે ઉપલેટામાં ફરીવાર એક બાળકને અપહરણ કરીને તેની સાથે સૃષ્ટિ વિરોધનું કર્મ કરવાનું કાવતરું એક નરાધમએ કર્યું છે. જેના પગલે લોકોમાં ચકચાર મચી ગયો છે. સૌ કોઈ આ નરાધમને મોટામાં મોટી સજા આપવાની માંગ ઉઠાવી રહ્યા છે.

ઉપલેટાના રબારી ખડકી વિસ્તારમાં બપોરના સમયે એક બાળકી રમી રહી હતી. બપોરનો સમય હોવાથી ત્યાં લોકોની અવરજવર ખુબ ઓછી હતી. ત્યારે અહીંથી એક બાઈક લઈને યુવક પસાર થયો હતો. તેણે બાળકીને એકલી જોઈને તેને ચોકલેટ લઈ આપી દેવાની અને બાઈક ઉપર આટો મારવાની લાલચ આપીને તેને બાઈક ઉપર બેસારી દીધી હતી.

તેનું અપહરણ કર્યું હતું. બાળકીને અવાવરું જગ્યા ઉપર લઇ જઈને તેની સાથેના કરવાનું કયું ત્યાર બાદ બાળકીને છોડીને નાસી ગયો હતો. ફૂલ જેવી બાળકીથી દુઃખ અને દર્દ સહન ન થતા તેણે તેની માતાને કહ્યું હતું અને તેની માતાએ ઉપલેટા પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.

11 વર્ષની ફૂલ જેવી બાળકી અને તેનો પરિવાર ઉપલેટાના ખાટકી વિસ્તારમાં રહે છે.તેના માતા પિતા ત્યાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બાળકીની માતાને બાળકી સાથે થયેલા ખરાબ કાર્યની જાણ તે તરત જ ઉપલેટા પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી દીધી હતી.

બાળકીની સારવાર ઉપલેટાની એક સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. બાળકી ખાટકી વાસની બાજુમાંના વિસ્તાર રબારી ખડકી પાસે રમતી હતી અને ત્યાં ઉભી હતી ત્યારે ત્યાંથી ઉપલેટાનો જ રહેવાસી એવો મુકેશ ભરત સોલંકી નામનો શખ્સ બાઈક લઈને નીકળ્યો હતો.

તેણે આ બાળકી પાસે પોતાનું મોટર સાયકલ ઉભું રાખીને ફોસલાવી હતી કે ચાલ તને મોટર સાયકલમાં ફરવા લઈ જાઉ અને સાથે તને હું ચોકલેટ ખવડાવીશ. લાલચ આપીને બાળકીને ફોસલાવી હતી અને તેને તેણે મોટરસાયકલ ઉપર બેસાડીને અપહરણ કરીને લઈ ગયો હતો.

બાળકીને અવાવરું જગ્યાએ લઈ જઈને તેની સાથે ન કરવાનું કરીને પોતાની હેવાનિયત દેખાડીને પોતાની હવસ સંતોષીને શહેરની નજીક મૂકી દીધી કે કહી શકાય કે ફેંકી દીધી હતી. હેવાનની હેવાનિયતના દર્દથી પીડાતી આ માસુમ બાળકી ગમેતેમ કરીને તેના ઘરે પહોંચી હતી. પછી તેની માતાએ પોતાની ફૂલ જેવી બાળકીની હાલત જોતા તેને તરત જ હોસ્પિટલમાં સારવાર અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરી હતી.

ઉપલેટા પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે નરાધમ મુકેશને પકડી લીધો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ તો હજુ ચાલી રહી છે પરંતુ હજુ સુધી મુકેશની કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા નથી મળ્યો.પોતાના સંતાનો અને ખાસ કરીને દીકરીઓને આવા નરાધમોથી કેમ બચવું તે માટે ખાસ તાલિમ અને સમજણ આપવી તે હવે અત્યારના દરેક સમાજની સમય સાથે જરૂરી છે જેથી કરીને બચપણથી જ બાળકો આવા નરાધમથી ચેતે અને આવી ઘટનાઓ થતી અટકે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *