Breaking News

ઘરની ચાવી પાડોશીને સાચવવા આપીને નવી વહુ શાક લેવા ગઈ, ઘરે આવીને જોયું તો આખો પરિવાર માથે ચડીને ચીસો નાખવા લાગ્યો, જાણો એવું તો શું થયું…!

કહેવાય છે કે સૌપ્રથમ સંબંધી આપણી બાજુમાં રહેતો પડોશી હોય છે. કારણ કે સુખ અને દુઃખની ઘડી આવી પડી એમ પડોશી જ આપડી સાથે ઉભા રહે છે અને સાથ સહકાર પૂરો પાડે છે. પરંતુ અત્યારે એક પડોશીને કારણે એક પરિવાર માથે મોટી આફત આવી પડી છે. જલધારા બંગલોઝમાં રામજીભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..

તેમના પરિવારમાં તેમનો એકનો એક દીકરો અભિષેકનો પણ સમાવેશ થાય છે. માત્ર બે મહિના અગાઉ જ અભિષેકના લગ્ન થયા હતા. અભિષેકની માતા એક પ્રસંગમાં ગામડે હાજરી આપવા માટે પહોંચી ગઈ હતી અને એ વખતે અભિષેકની પત્ની સંગીતાએ ઘરવખરીની ચીજ વસ્તુ તેમજ શાકભાજી લેવા માટે ઘરની બહાર જવાની ફરજ પડી હતી..

એ વખતે તેણે તેમના ઘરની ચાવી પાડોશીને સાચવવા માટે આપી હતી અને ત્યારબાદ તે શાક લેવા માટે શાક માર્કેટ ગઈ હતી. પરંતુ જ્યારે તે શાક લઈને ઘરે પરત આવી ત્યારે તો એવી ઘટના બની ગઈ હતી કે, આખો પરિવાર તેની માથે ચડી ગયો હતો. અને બૂમ બરાડા અને ચીસો નાખવા લાગ્યો હતો…

અભિષેક ભાઈ શેરબજારનું કામકાજ કરે છે. તેમજ તેમના પિતા રામજીભાઈ જમીન લે-વેચનું કામકાજ કરે છે. તેમના ઘરે રાખેલી તિજોરીમાંથી ખૂબ જ મોટી રકમની ચોરી થઈ જતા અત્યારે પરિવાર ઉભા રોડે ચડી ગયો છે. જ્યારે સંગીતા પાડોશીને ચાવી આપીને શાક લેવા માટે ગઈ ત્યારે પડોશીનો રખડું દીકરો આ ચાવી લઈને અભિષેક ભાઈના ઘરે ઘૂસી ગયો હતો…

અને તેમની તિજોરી કટર વડે કાપી નાખી અંદર મુકેલા રોકડ રૂપિયા ચોરીને ભાગી ગયો છે. તેમના ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો સાંજનો સમય થઈ જતા રામજીભાઈ તેમજ અભિષેકભાઈ બંને તેમના ઘરે પરત આવ્યા ત્યારે તેમણે જોયું તો તેમના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરે સંગીતા હાજર હતી નહીં. જ્યારે પડોશના વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે, સંગીતા શાકમાર્કેટ એ શાક લેવા માટે ગઈ છે..

થોડી જ વારમાં સંગીતા શાક લઈને ઘરે પરત આવી ગઈ હતી. પરંતુ એ વખતે તેમના ઘરે ચોરીનો બનાવ બની ચૂક્યો હતો. અને આ બનાવની જાણકારી રામજીભાઈ તેમજ અભિષેક ભાઈ બંનેને થઈ ચૂકી હતી. આ બંને વ્યક્તિ સંગીતા ઉપર જોર જોરથી બૂમ બરડા અને ચીસો નાખીને કહેવા લાગ્યા હતા કે, તે ખૂબ જ મોટી મૂર્ખામી કરી છે..

પડોશીના ઘરે કોઈ પણ કાળે ઘરની ચાવી છોડી મૂકવી જોઈએ નહીં. પડોશીનો દીકરો જ આપણા ઘરે ચોરી કરીને જતો રહ્યો છે. તારી એક મૂર્ખામીને કારણે અત્યારે ખૂબ જ મોટી રકમની ચોરી થઈ ગઈ છે. તેઓએ ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનને પણ પહોંચાડી દીધી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો..

અને તપાસ ચલાવ્યા બાદ આસપાસના વ્યક્તિઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા હતા. જેમાં અન્ય વ્યક્તિઓનું કહેવું છે કે, તેમના પડોશમાં રહેતો લલિત સોસાયટીમાં ઘણા બધા વ્યક્તિના ઘરેથી ચોરી કરીને ભાગી ગયો હતો. અને દરેક વ્યક્તિ સાથે સમાધાન કર્યા બાદ તેને સોસાયટીમાં પરત લાવવામાં આવ્યો હતો..

અને અત્યારે ફરી એકવાર તે તેના પડોશમાં રહેતા અભિષેક ભાઈના ઘરેથી ખૂબ જ મોટી રકમની ચોરી કરીને ભાગી ગયો છે. લલિતની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અને તેને પકડવા માટે પોલીસની ટીમો પણ કામે લાગી ગઈ છે. જ્યારે જ્યારે આવી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવે છે. ત્યારે ચારેકોર ચકચાર મચી જતો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *