Breaking News

ઘરની બહાર ખાટલો ઢાળીને સુતેલા સગા ભાઈઓના ગળા ધડથી છુટા થયેલા જોતા જ માં-બાપના મોતિયા મારી ગયા, ધાબળો ઉંચો કરતા જ ગળા નીચે પટકાયા..!

દિન પ્રતિ દિન ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. જુદા-જુદા વિસ્તારોમાંથી અતિશય હચમચાવી દેતી ઘટનાઓ હવે છાશવારે સામે આવવા લાગી છે. આટલી બધી ગુનાખોરી વધવા પાછળ તંત્ર પણ ખૂબ જ સતર્કતાથી કામ કરી રહ્યું છે. છતાં પણ આ ગુનાખોરી અટકવાનું નામ લેતી નથી..

અત્યારે એક એવો આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ પોલીસ પણ ચોકી ગઈ છે. આ ઘટના ઉત્તર પ્રદેશના વારાણસીની છે. અહીં આવેલા મુરતપુર ગામની અંદર જયપ્રકાશ ચોબે નામના એક વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની પત્ની શાંતિબેન તેમજ તેમના બે દીકરા અમન અને સુરજ પણ સમાવેશ થાય છે..

તેમના બંને દીકરા ખૂબ જ હોશિયાર હતા. કોઈ પણ કામને તેઓ ભેગા મળીને પાર પાડી દેતા હતા. એક દિવસ સાંજના સમયે સમગ્ર પરિવાર સાથે બેસીને ભોજન કર્યા બાદ જય પ્રકાશભાઈ અને તેમની પત્ની શાંતીબેન બંને એક રૂમની અંદર સુઈ ગયા હતા. જ્યારે બંને સગા ભાઈઓ તેમના ઘરની બહાર ઓસરીની જગ્યા ઉપર ખાટલો ઢાળીને સુતા હતા..

જ્યારે સવાર થઈ જતા જયપ્રકાશભાઈ તેમના બંને બાળકોને જગાડવાની કોશિશ કરી ત્યારે બંનેમાંથી કોઈ પણ ઉઠ્યા નહીં અને અંતે જય પ્રકાશભાઈએ બંનેના ધાબળા ઉંચા કરીને જગાડવાની કોશિશ કરતાની સાથે જ બંનેના ગળા નીચે પટકાયા હતા. આ જોતા જ તેવું હચમચી ગયા કે, એવું તો શું થયું કે તેમના બંને દીકરાના ગળા ધડથી અલગ કરી નાખવામાં આવ્યા…

અને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. તેમના આજુબાજુ દીકરા હજુ તો આખી જિંદગી જુએ એ પહેલા તો તેમને મોત આપી દેવામાં આવ્યું હતું. તેમને મોતાને ઘાટ ઉતારનાર વ્યક્તિ કોણ હશે અને શા માટે તેને મૃત્યુ આપવામાં આવ્યો હશે, વગેરે જેવા પ્રશ્નોથી તેઓ ખૂબ જ ઘેરાઈ ગયા હતા..

જય પ્રકાશભાઈના મોઢામાંથી તરત જ ચીસો નીકળી જતા તેમની પત્ની શાંતીબેન પણ તેમની પાસે આવી પહોંચી અને જોયું તો બંને દીકરા મૃત હાલતમાં હતા. આ જોઈને પતિ અને પત્ની બંનેના મોતિયા મરી ગયા હતા. તેમની આ ચીસો સાંભળીને આસપાસના પડોશીઓ પણ ત્યાં હાજર થઈ ગયા ઘડીકમાં જ ઘટનાની જાણકારી પોલીસ સુધી પણ પહોંચાડી દેવામાં આવી હતી..

કારણ કે, આ ખૂબ જ ગંભીર અને હચમચાવી દેતો મામલો હતો. આ ઘટનાની તપાસની અંદર પોલીસ લાગી પડી છે. તેમાં આસપાસના વ્યક્તિઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે. તેમજ સૂરજ અને અમન બંનેના માતા-પિતાના પણ નિવેદન નોંધીને પોલીસે કાર્યવાહી તો શરૂ કરી દીધી છે..

જેમાં અન્ય ઘણા બધા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમુક લોકોનું કહેવું છે કે, આ બંને ભાઈઓ ખૂબ જ સરળ સ્વભાવના છે તેમને ક્યારેય કોઈ વ્યક્તિ સાથે દુશ્મની હતી નહીં. છતાં પણ તેમને આવી રીતે હચમચાવી દેતું મોત આપવામાં આવ્યું છે. તો આ ઘટનાની પાછળ નક્કી કોઈ માથાભારે વ્યક્તિનો હાથ હશે તેવું તેમને લાગી રહ્યું છે..

આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. તેમના ગામના આસપાસના ગામડાના વ્યક્તિઓને ખબર પડી કે આ બંને સગા ભાઈઓનું મૃત્યુ થયું છે. અને આ મૃત્યુ ખૂબ જ દર્દનાક રીતે આપવામાં આવ્યું છે. ત્યારે તેઓ પણ અહીં આવી પહોંચી અને અહીં શું થયું છે તે જાણવાની માથામણ કરવા લાગ્યા હતા..

આ ઘટનાને લઈને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બંને દીકરાના માતા પિતાને ન્યાય અપાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે. જેને લઇ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. અને આરોપીઓને કડકમાં કડક સજા થશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *