Breaking News

ઘરની બહાર રમતા 7 વર્ષના બાળકને ફોર્ચ્યુનર વાળાએ કચડી નાખ્યો, બાળકની અંતિમ ચીખ સાંભળીને રુંવાડા બેઠા થઈ ગયા..!

આજકાલ કેટલા લોકો બેફામ ગાડી ચલાવતા હોય છે. રસ્તા પર ચાલનાર સામાન્ય વ્યક્તિઓ તેમજ રસ્તો ઓળંગનાર વ્યક્તિઓનો સહેજ પણ વિચાર કર્યા વગર મન ફાવે તેટલી ઝડપે ગાડી ચલાવવાને કારણે કેટકેટલાય અકસ્માતો સર્જાવવા લાગ્યા છે. ડ્રાઇવિંગ પ્રત્યેની સમજ લોકોમાં ધીમે ધીમે ઓછી થતી હોય તેવું લાગી રહ્યું છે..

આ સમજ વધારવાની બદલે લોકો ટ્રાફિકના નિયમોને પોતાના ઘરના નિયમો સમજીને તોડવા લાગ્યા છે. અત્યારે રાજસ્થાનના જયપુર શહેરના નિવારૂ રોડ ઉપર એક ખૂબ જ હચમચાવી દેતો અકસ્માત સર્જાયો છે. જેમાં એક સાત વર્ષના છોકરાનું કમ કમાટી ભર્યું મૃત્યુ થયું છે. સાત વર્ષનો બાળક શિવરન સિંહ પોતાના ઘરની બહાર રોજની જેમ મિત્રો સાથે રમી રહ્યો હતો..

તેના ઘર આગળથી એક રોડ પસાર થતો હતો. રોડ ઉપર માત્ર લોકો ચાલીને અવરજવર કરતા હતા. રોડ નાનો હોવાને કારણે ત્યાં ભારે વાહન નીકળતા હતા નહીં. એટલા માટે આ બાળકો ત્યાં રમતા. પરંતુ એક દિવસ રમત રમતમાં જ આ બાળકને મોત આંબી ગયુ હતું. પાછળથી એક ફોરચ્યુનર કાર મોતની ગતિ આવી હતી..

અને આ બાળકને અડફેટે લઈને કચડી નાખ્યું હતું. એટલું જ નહીં કારચાલક બેકાબુ થયો હતો. અને તેને એટલી પણ ખબર ન પડી કે, તેની કારના ટાયર નીચે એક બાળક કચડાઈ ગયો છે. તે કાર ચલાવતો જ રહ્યો અને થોડે દૂર રહેલા એક ઈલેક્ટ્રીક પોલ સાથે આ કાર અથડાઈ  હતી જ્યારે તેને જાણ થઈ કે તેણે ખૂબ મોટો અકસ્માત સર્જી નાખ્યો છે..

અને સાત વર્ષના એક બાળકને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારી દીધો છે. ત્યારે તે ખૂબ જ ડરી ગયો હતો. તે તાત્કાલિક બીજી કારને ફોન કરીને બોલાવી હતી. ત્યારબાદ તેણે આ બાળકને બીજી કારમાં હોસ્પિટલે સારવાર માટે લઈ ગયો હતો. પરંતુ ત્યાં પહોંચે ત્યાં તો બાળકની હાલત ખૂબ જ ગંભીર થવા લાગી અકસ્માત સર્જનારા યુવકનું નામ સુરેશ યાદવ હોવાનું સામે આવ્યું છે..

હોસ્પિટલે ડોક્ટર હોય આ બાળકને મૃત જાહેર કરી દેતા સુરેશ યાદવ ફરી પાછો પોતાની ઘર પાસે આવ્યો અને ફોર્ચ્યુનર કાર લઈને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે તેની બીજી કાર ત્યારે ત્યાં જ પડી હતી. તે પરત ભર્યો એ સમયે લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને તેની કાળમાં તોડફોડ પણ શરૂ કરી દીધી હતી..

પરંતુ સુરેશ યાદવ નામનો આ યુવક ત્યાંથી ભાગી જવામાં સફળ થઈ ગયો હતો. આ બનાવની જાણ તેના સ્થાનિક લોકોએ પોલીસને પણ કરી હતી પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ કાર ચાલકને પકડી પાડવા માટે તપાસ ચલાવી હતી. સાત વર્ષનો દીકરો શિવરન સિંહ હજુ શાળાએ અભ્યાસ કરવા માટે જાય એ પહેલા જ તેનું મૃત્યુ થતાં..

પરિવારજનો માટે મોટી આફત આવી પડી હતી. માત્ર સાત વર્ષના દીકરાનું મૃત્યુ થતાં સૌ કોઈ લોકોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. તો બાળકના માતા-પિતા માટે તો આ દુઃખ સહન કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. આ બનાવને લઈને સૌ કોઈ લોકો દુખની લાગણીમાં વહી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *