Breaking News

ઘરની બહાર ઓટલા ઉપર બેઠેલો 5 વર્ષના દીકરાનું અકાળે મોત આવી પડ્યું, “હે ભગવાન તમે એટલા બધા નિર્દયી કેમ..?”

લોકોને પરિવારમાં ઘણી ગંભીર ઘટનાઓ બની રહી છે. જે સામે આવતા દરેક લોકોના હૃદય ધ્રુજી જાય છે. નાના બાળકો સાથે ક્યારે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. માતા-પિતાનું જરાપણ ધ્યાન ન રહેતા તેમના બાળકો સાથે જીવલેણ ઘટનાઓ બની રહી છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના જોઈને દરેક લોકો રડી પડ્યા હતા. આ ઘટના પંજાબના લુધિયાના વિસ્તારમાં આવેલા ટીબા રોડ પર પુનિત નગરની ગલી નંબર-6 માં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા અને તેમનો માસુમ દીકરો રહેતા હતા. દીકરાનું નામ આદિત્ય હતું. આદિત્યની ઉંમર 5 વર્ષની હતી.

તે પોતાના માતા પિતાનો ખૂબ જ લાડકો દીકરો હતો. પરિવારમાં એકનો એક દીકરો હોવાને કારણે તેને ખૂબ જ પ્યારથી મોટો કરવામાં આવ્યો હતો. પિતા કામ ધંધે જતા દીકરો તેમની માતા સાથે ઘરે રહેતો હતો અને આદિત્ય નગરની ગલીના છોકરા સાથે અવનવાર રમવા જતો હતો. આદિત્ય જે મકાનમાં રહેતો હતો.

તેની પાછળની બાજુ પર એક બીજું મકાન બની રહ્યું હતું. પુનિત નગરમાં ઘણા બધા મકાનો બની રહ્યા હતા પરંતુ આદિત્યની પાછળ જે મકાન બની રહ્યું હતું તે મકાનના પ્લોટ માં માટી કામ ચાલી રહ્યું હતું જેના કારણે જે.સી.બી મશીન પણ લાવવામાં આવ્યું અને આ જે.સી.બી. મશીન દ્વારા માટીને બહાર કાઢવામાં આવતી હતી.

આ માટી આદિત્યના ઘરની રૂમની પાછળની દીવાલ પર જ નાખવામાં આવતી અને ખૂબ જ વધારે માટી આ જગ્યા પર નાખવામાં આવી, જેના કારણે માટીના દબાણને લીધે અચાનક જ આદિત્યના મકાનના રૂમની પાછળની દીવાલ ધરાશાહી થઈ અને દિવાલ ધરાશાહી થતાં આદિત્ય અને તેમની માતા રૂમમાં બહારની તરફ ઓટલે બેઠા હતા.

પરંતુ માતા તે સમયે પાણી પીવા માટે ઘરમાં ગઈ હતી માતા અંદર ગઈ કે થોડી જ વારમાં દીવાલ ધરાશાહી થઈને આદિત્ય પર પડી અને તેની સાથે સાથે માટીનો ઢગલો પણ આદિત્ય પર પડ્યો હતો. આદિત્ય માટીની દીવાલ નીચે આવી ગયો જેના કારણે માતા તરત જ દોડીને આવી હતી અને કામ કરતા મજૂરો પણ ભેગા થઈ ગયા હતા.

આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને આદિત્યને બહાર કાઢવા માટે તેઓ ઝડપથી માટીને એક બાજુ પર કરી રહ્યા હતા પરંતુ એક કલાકનો સમય માટી નીચેથી આદિત્યને કાઢવામાં થઈ ગયો કારણે ત્યાં સુધીમાં આદિત્યનું મૃત્યુ થઈ ગયું હતું. આદિત્યના મૃત્યુ થઈ જતા તેમની માતા તેને ત્યાં જ બેહોશ થઈને ઢળી પડી હતી.

ત્યારબાદ આસપાસના લોકોએ આદિત્યના પિતાને આ ઘટનાની જાણ કરી હતી પિતા ઘરે જ ઘરે પહોંચ્યા હતા અને તેમના દીકરા સાથે બની ગયેલા આ દર્દનાક અકસ્માતને કારણે તે રડી પડ્યા હતા આસપાસના લોકોમાં પણ શોખનું માહોલ છવાઈ ગયો હતો તરત જ આદિત્યના પિતાએ પ્લોટ ના માલિક સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી અને તમામ તપાસની હાથ ધરી હતી એ દીકરાઓ તેમની માતા સાથે ઘરની બહાર રમત રમી રહ્યો હતો તે સમયે તેની સાથે આવી જીવલેણ ઘટના બની જતા એક જ ક્ષણમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *