Breaking News

ઘરમાં એકલી રેહતી મહિલા અજાણ્યા યુવકોને અડધી રાત્રે ઘરે બોલાવીને કરતી એવા કારનામાં કે વિડીયો જોઈને તમે પણ હચમચી ઉઠશો..!

દરેક વ્યક્તિ તેમના પરિવારનું જીવન ચલાવવા માટે રોજ ઊઠીને મહેનત મથામણ કરે છે અને જે રૂપિયા કમાય છે તેમાંથી તેમના પરિવારનું જીવન ગુજરાન ચાલતું હોય છે, મોટાભાગના લોકો મહેનતનો રોટલો ખાતા હોય છે. પરંતુ કેટલાક લોકોને મહેનત કરવી ગમતી નથી અને ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા માટે અવનવા કીમિયાઓ અપનાવા લાગતા હોય છે..

અત્યારે ઘરમાં એકલી રહેતી મહિલાએ એવડું મોટું કારનામું કરી નાખ્યું હતું કે, જેનો વિડીયો જોઈને તેના આસપાસના વિસ્તારમાં રહેતા તમામ રહીશો પણ હચમચી ઉઠ્યા હતા, આ ઘટના વિશે જાણીને કદાચ તમે પણ ચોંકી ઉઠશો કે આ મહિલા એ જો સીધા કામની અંદર મગજ વાપર્યું હોત તો આજે તે ખૂબ સારા પૈસા કમાતી હોત..

પરંતુ તેણે અવળો રસ્તો અપનાવ્યો જેના કારણે તેની બદનામી થવા જઈ રહી છે, આ હચમચાવી દેતી ઘટના સીતારામ ચોકડી પાસેથી સામે આવી છે, અહીં આવેલી નયના કોલોનીમાં સરિતા નામની મહિલા એકલવાયું જીવન જીવે છે. તેનો પરિવાર કોણ છે? તેમજ તેઓ ક્યાં રહે છે તેની કોઈપણ વ્યક્તિને ખબર હતી નહીં..

સરિતાની ઉંમર અંદાજે 27 થી 30 વર્ષ હોવાનું સામે આવ્યું છે, તે સવારના સમયે પોતાના ઘરેથી નીકળી જતી હતી અને અડધી રાત્રે ઘરે પરત પડતી હતી, જ્યારે તે ઘરે પરત આવે ત્યારે તેની સાથે કેટલા અજાણ્યા યુવકો પણ તેના ઘરે આવી પહોંચતા હતા. જે મહિલા એકલવાયું જીવન જીવતી હોય તેના ઘરે જો અડધી રાત્રે અજાણ્યા યુવકો પ્રવેશ કરી લે તો આ દ્રશ્ય કોઈપણ સામાન્ય વ્યક્તિને ચિંતામાં મૂકી દે તેવું હોય છે..

કારણ કે, સ્વતંત્રતા થી જીવવાનો તો દરેકને અધિકાર હોય છે પરંતુ એક મહિલા તરીકે રોજબરોજ જુદા જુદા અજાણ્યા યુવકો આ મહિલાના ઘરે આવીને શું કરતા હશે તે જાણવાની તલાવેલી તેના આસપાસના વિસ્તારમાં રહેતા તમામ રહીશોને જાગી ઉઠી હતી, તેઓને લાગતું હતું કે સરિતા તેના ઘરની અંદર નક્કી કોઈ કાળા કારનામાં ચલાવી રહી છે..

આ ઘટનાનો પડદાફાશ કરવા માટે સોસાયટીના કેટલાક રહીશોએ રેકી કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેઓને પાકો અંદાજ આવી ગયો કે નક્કી સરિતા તેના ઘરની અંદર બે નંબરના કામકાજ ચલાવે છે અને પૈસા કમાઈ રહી છે. ત્યારે તેઓએ તેના ઘરની પાસે એક કેમેરો ગોઠવી દીધો હતો આ કેમેરાની અંદર તમામ દ્રશ્યો કેદ થઈ ચૂક્યા હતા..

જેનો વિડીયો સોસાયટીના રહીશોએ પોલીસને પણ મોકલી આપ્યો છે, અને આ વિડીયોના આધાર ઉપર પોલીસે સરિતાના ઘર ઉપર છાપો માર્યો હતો અને તમામ કાળા કારનામાં બંધ કરાવ્યા હતા. સરિતાના બાજુના મકાનમાં રહેતા પરેશભાઈ નામના યુવકે આ કેમેરો ગોઠવી નાખ્યો હતો..

જેની અંદર સ્પષ્ટ પણે દેખાઈ આવ્યું હતું કે, સરિતા રાત્રે બે થી ત્રણ વાગ્યે આસપાસ પોતાના ઘરે પરત આવતી અને તેની સાથે રોજબરોજ ઘણા બધા અજાણ્યા યુવકો પણ તેના ઘરે આવી પહોંચતા હતા અને ત્યારબાદ આ અજાણ્યા યુવકો પોતાની સાથે એક કાળા કલરનો થેલો લઈને જતા રહેતા હતા..

આ થેલાની અંદર શું હોય તે તો કોઈ જાણી શક્યું નથી, પરંતુ તેના ઘરની અંદર વ્યવસ્થિત દ્રશ્યો જોવામાં આવ્યા તો ખબર પડી કે સરિતા નામની આ મહિલા પોતાના ઘરની અંદર વિદેશી દારૂનો ધંધો ચલાવતી હતી. અને રોજબરોજ રાત્રીના સમયે અજાણ્યા યુવકો તેના ઘરની અંદર પ્રવેશ કરીને દારૂનો સામાન લઈને જતા રહેતા હતા..

રાત્રિના સમયે તે આ કારોબાર ચલાવતી હતી, જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિને ખબર પડે નહીં દિવસ દરમિયાન તે પોતાના ઘરેથી ગુમ રહેતી જ્યારે રાત્રીના સમયે પરત આવી વિદેશી દારૂનો વેપલો ચલાવી રહી હતી, પોલીસે સરિતાના ઘર ઉપર છાપો માર્યો ત્યારે તેના ઘરની અંદરથી અંદાજે 250 કરતાં પણ વધારે વિદેશી દારૂની બોટલો મળી આવી હતી..

આ સાથે સાથે કુલ સાત લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના ઘરેણા પણ મળી આવ્યા છે, આ તમામ ચીજ વસ્તુઓને પોલીસે જપ્ત કરીને સરિતાની ધરપકડ કરી લીધી છે. હાલ તેની પૂછપરછ પણ થઈ રહી છે, સરીતાએ જણાવ્યું કે, તે રહેણાંક વિસ્તારમાંથી દારૂનો ધંધો ચલાવવા માંગતી અને પૈસા કમાતી હતી..

રહેણાંક વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિને શંકા જતી નથી. પરંતુ તેના પડોશમાં રહેતા પરેશભાઈ નામના યુવકને શંકા જવાને કારણે તેનો તમામ ભાંડો ફૂટી ગયો છે, આ અગાઉ પણ સોસાયટીમાં રહીને કાળા કાનામાં ચલાવતી મહિલાઓનો પડદાફાશ થઈ ચૂક્યો હતો. જેમાં વધુ એક પડદાફાશ જોડાઈ જતા ચારેકોર ચકચાર મચી ગયો હતો..

કોલોનીમાં રહેતા દરેક લોકો પણ મોઢામાં આંગળા નાખી ગયા અને વિચારવા મજબૂર થઈ ગયા હતા કે, જે મહિલા દરેક લોકોની સાથે ખૂબ જ શાંત સ્વભાવથી વર્તન કરતી હતી એ જ મહિલા પોતાના ઘરની અંદર એવા કાળા કારનામાં ચલાવતી હતી કે, જેના વિશે કોઈ વ્યક્તિને ખબર પણ પડી નહીં, હકીકતમાં દિન પ્રતિદિન આવા બનાવો ખૂબ જ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને દરેક લોકોએ ચેતી જવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *