Breaking News

ઘરમાં 3 વાર ચોરી થતા ઘરધણીએ ઘરમાં છુપી રીતે CCTV મુકાવ્યા, એક દિવસ રેકોર્ડીંગ જોતા જ દેખાયું એવું કે જોઈને ડોળા ફાટેલા રહી ગયા..!

ઘરમાં દરેક ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. કોઈ કિંમતી ચીજ વસ્તુ આડા અવળી જગ્યાએ મુકાઈ જતી હોય તો તેને શોધવામાં પરસેવે રેબઝેબ થઈ જવું પડે છે. અત્યારે હરિયાણાના પાણીપત શહેરના શાસ્ત્રી નગર કોલોનીમાંથી એક અતિશય માથા ફેરવી દેતી ઘટના બની ગઈ છે..

અહીં ઉદયવીર ભાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેમની પત્ની એક ફેક્ટરીમાં કામકાજ કરે છે. જ્યારે તેઓ પણ એક કંપનીમાં કામકાજ કરે છે. તેઓ જ્યારે સાંજના સમયે તેમના ઘરે પરત આવ્યા ત્યારે તેઓએ જોયું કે, તેમની ઘરની અંદર રહેલો તમામ સામાન્ય વેર વિખેર થયેલો હતો…

ઘરની અંદર રાખેલા બોક્સ પણ ખુલ્લા પડ્યા હતા. આ ઉપરાંત કબાટમાંથી 15 હજાર રૂપિયા રોકડા તેમજ બે ચાંદીનાં સેટ અને એક ચાંદીનું મંગળસૂત્ર પણ ગાયબ હતું. તેઓએ જણાવ્યું કે, આ અગાઉ પણ એક વખત તેમના ઘરે ચોરી થઈ ચૂકી હતી અને આ બીજી વખત ચોરી થયાનો બનાવ સામે આવતાની સાથે જ હવે તેઓએ વિચાર્યું કે તેઓ એ ઘરની અંદર છુપી રીતે કેમેરા ગોઠવવા પડશે..

આ કેમેરાની મદદથી તેઓ તેમના ઘરને મોબાઇલ ફોનના મારફતે જ જોઈ શકશે કે કોણ વ્યક્તિ તેમની ઘરની અંદર ચોરી કરવા માટે આવી પહોંચે છે. તેઓએ તરત જ તેમની ઘરની અંદર સીસીટીવી કેમેરા મુકાવી દીધા હતા અને ત્યારબાદ તેઓ રોજબરોજની જિંદગીની જેમ જ પોતાને કામ ધંધે ચાલ્યા ગયા હતા..

આ ઘટનાના અંદાજે એક મહિના પછી તેઓ જ્યારે રાત્રિના સમયે ફરી પાછા પોતાને ઘરે પહોંચે ત્યારે તેમણે જોયું કે, તેમના ઘરની અંદર ફરી એક વખત ચોરી થઈ ચૂકી છે અને આ વખતે રોકડ રૂપિયા તેમજ એક ચાંદીનું પેન્ડલ પણ ગાયબ છે. આ સાથે સાથે તેમની માતાના જુના પુરાના દાગીના પણ ગાયબ થઈ ગયા છે..

આ દ્રશ્ય જોતાની સાથે જ હવે તેઓએ તેમના ઘરે લાગેલા છુપા કેમેરાનું રેકોર્ડિંગ જોવાનું શરૂ કર્યું હતું. આ રેકોર્ડિંગ જોતાની સાથે તેઓએ હોશ ગુમાવી દીધું હતું. આ રેકોર્ડિંગની અંદરનું દ્રશ્ય જોઈને તેમના ડોળા ફાટેલાને ફાટેલા જ રહી ગયા કારણ કે, તેમના પડોશમાં રહેતા ગુડ્ડુ ભાઈ નામના વ્યક્તિની પત્ની રમીલા તેમના ઘરની અંદર પ્રવેશ કરતી નજરે ચડે છે..

રમીલા પાસે તેમના ઘરના તાળાની ચાવી હોવાથી તે ઉદયવીરભાઈના ઘરની અંદર ઘૂસી ગઈ હતી અને કબાટમાંથી રોકડ રૂપિયા તેમજ દાગીનાની ચોરી કરીને જતી નજરે ચડે છે. આ સીસીટીવી ફૂટેજ તેઓએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી હતી અને જણાવ્યું કે, તેમના પડોશમાં રહેતા જ વ્યક્તિએ તેમની ઘરે બે વખત ચોરી કરી ચૂક્યા છે…

અને ત્રીજી વખત ચોરી કરવા આવતાની સાથે જ હવે તેઓ પકડાઈ ચૂક્યા છે. તેઓએ ગુડ્ડુ ભાઈને પણ જણાવ્યું કે, તેમની પત્ની જીવની આટલી બધી ટૂંકી છે કે, તેઓએ તેમના પડોશીના ઘરેથી જ ચોરી કરી નાખી છે. શરૂઆતમાં તો રમીલા આ ચોરી તેણે કરી નથી તેમ જણાવીને પોતાનો સ્વબચાવ કરતી હતી..

પરંતુ જ્યારે તેની સામે સીસીટીવીના વિડીયો રજૂ કરવામાં આવ્યા ત્યારે તેણે કબુલ કરી લીધું કે, તેણે જ આ દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી છે. તે ખૂબ જ કીમતી સાડી અને આભૂષણો પહેરવા માંગે છે. પરંતુ તેના પતિની કમાણી ખૂબ જ ઓછી હોવાને કારણે તે મોજ શોખને પૂર્ણ કરી શકતી હતી નહીં…

એટલા માટે તેઓએ પડોશીના ઘરને નિશાને બનાવી તેમના ઘરેથી ચોરી કરી પોતાના મોજશોખ પૂર્ણ કરવા લાગી હતી. ઉદયવીરભાઈએ પોતાના ઘરની અંદર સીસીટીવી કેમેરા મુકાવ્યા હતા. એટલા માટે આ તમામ ઘટના તેની અંદર થઈ ગઈ છે. તેઓએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં પણ આ ઘટનાની જાણકારી આપી દીધી હતી..

પોલીસે રમીલાની ધરપકડ કરી તેની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉદય વીરભાઈનું કહેવું છે કે, તેઓએ તેમના પાડોશી સાથે સારા સંબંધો રાખ્યા અને તેમની ડગલેને પગલે મદદ રૂપ બની પરિવારના સભ્ય માનતા હતા. પરંતુ આ પાડોશીએ જ તેમની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરી નાખી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *