Breaking News

ગેલેરીમાં ટેબલ ઉપર ચડીને સાફ સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી નીચે પડી ગઈ, માથું ફાટી જતા થયું દર્દનાક મોત..! જુવો વિડીયો..!

રોજબરોજની જિંદગીમાં કામકાજની સાથે સાથે આપણે આપણા જીવનું પણ ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડે છે. જો સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો કોઈ વ્યક્તિનો જીવ પણ જતો રહે તેવા ઘણા બધા કિસ્સા પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે. અને અત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક એવી હચમચાવી દેતી ઘટના બની છે કે, જેને જાણ્યા બાદ દરેક મહિલાએ ખૂબ જ જીતી જવું જોઈએ..

અને સાફ-સફાઈ કરતી વખતે ખૂબ જ વધારે ધ્યાન રાખવું જોઈએ, આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી ઉમિયા નગરમાં ફ્લેટ નંબર 304 માંથી સામે આવી છે. અહીં ભારતીબેન જશવંતભાઈ પટેલ નામની મહિલા તેમના પરિવાર સાથે રહે છે. ભારતીબેન ત્રીજા માળની બાલકનીની અંદર ટેબલ મૂકી તેના પર ચઢીને બાલકની સાફ-સફાઈ કરતા હતા..

એ વખતે અચાનક જ તેઓએ સંતુલન ગુમાવી દીધું હતું અને ત્રીજા માણસની બાલકની માંથી તેઓ સીધા નીચે પટકાયા હતા. નીચે પટકાતાની સાથે જ તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેમનું ઘટના સ્થળે જ દર્દનાક મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સમગ્ર રહેણાંક વિસ્તારમાં ફફડાટ મચી ગયો હતો..

આ ઘટનાને લઈને આસપાસના તમામ રહીશો પણ ત્યાં દોડી આવ્યા હતા. પરંતુ ભારતી બહેનનું મૃત્યુ થઈ ગયું હોવાથી ચારે કોર મોતનો માતમ પણ છવાઈ ગયો હતો. આ ઘટના આટલી બધી ઓચિંતા બની ગઈ કે કોઈ વ્યક્તિને ખબર પણ રહી નહીં. ઘટનાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલો હોવાથી અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે..

આ એવી ઘટના સામે આવી છે કે, જેને જાણ્યા બાદ દરેક મહિલાએ ઘરની અંદર કોઈ કામકાજ કરતી વખતે તેમજ સાફ-સફાઈ કરતી વખતે ખૂબ જ વધારે ચેતીને ધ્યાન રાખવું જોઈએ. આ અગાઉ પણ થોડા સમય પહેલા એક એવી જ ઘટના સામે આવી હતી કે જેમાં પરિવારની અંદર લગ્ન પ્રસંગ આવી પહોંચતા ઘરની અંદર સાફ-સફાઈ કરતી માં દીકરી બંનેને જોરદાર શોક લાગ્યો હતો..

અને આ શોકના કારણે બંને વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઉપરાંત થોડા દિવસ પહેલા આજે સુરતમાંથી જ વધુ એક એવી હચમચાવી દેતી ઘટના સામે આવી હતી, જે સરથાણાના યોગેશ્વર નગરમા બની હતી. અહીં એક દાદી તેના પૌત્રને તડકો ખાવા માટે બેસાડ્યો હતો પરંતુ આ બાળક નીચે પડતાની સાથે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું..

ભારતી બહેનનું ત્રીજા માળેથી નીચે પટકાવવાને કારણે કરુણ મૃત્યુ થયું છે. આ ઘટનાથી સૌ કોઈ લોકો ઊંડા શોકની અંદર ચાલ્યા ગયા છે. ભરતી બહેનની અંદાજીત ઉંમર 35 થી 40 વર્ષ હોવાનું સામે આવ્યું છે. આ અંગે તેમના પરિવારજનો પૂછવામાં આવતા તેઓએ આ બાબતે અન્ય માહિતીઓ આપવાનો ઇનકાર કર્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *