Breaking News

ગેલેરીમાં કપડા સૂકવવા ગઈ મહિલા અને પગ લપસતા 19માં માળેથી નીચે પટકાઈ, આવી રીતે હવામાં લટકટી રહી..

અવાર નવાર અજાણતા અકસ્માતો સાંભળવામાં આવતા હોઈ છે. ક્યારેયક બાળક બારીમહી રમતું રમતું નીચે પડી જવાના સમાચાર, તો સાસુ વહુના ઝગડાના સમાચાર.. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ એક એવા સમાચાર કે જે સાંભળીને તમારા રુંવાડા બેઠા થઈ જશે.

દક્ષિણી ચીનના જિઆંગસુ નામના પ્રાંતમાં યંગ્ઝહૌનો નામનો વિસ્તાર છે. અહીં એક 82 વર્ષિય વૃદ્ધ મહિલા પોતાના એપાર્ટમેન્ટના 19 માળ પર રહે છે. તે વૃદ્ધ મહિલા પોતાના ઘરની ગેલેરીમાં કપડા સૂકવવા માટે રોજની જેમ ગઈ હતી. પરંતુ તેને એવી તો શી ખબર હતી કે તેની સાથે એક અજીબ ઘટના બનવાની હતી.

તે જેવી ઘરની બાલકનીમાં કપડા સૂકવવા માટે આવી કે તરત જ તેનો પગ લપસી ગયો અને તે મહિલા 19માં માળેથી નીચે પટકાઈ હતી. તે મહિલા જેવી નીચે પડી એટલે તરત જ તેને ચીસા ચીસ અને બુમા બુમ શરુ કરી દીધી હતી. મહિલાએ તો મનો મન પોતાની જીવ આજે તો ગયો તેમ વિચારી જ લીધું હશે પરંતુ તેની સાથે ચમત્કાર થવાનો હતો તેની જાણ તેને ન હતી.

હકીકતમાં મહિલા જયારે નીચે પડી ત્યારે તેના પગમાં કપડા સૂકવવાનું એંગર ફસાઈ ગયું હતું. આ એંગર ગેલેરીની જાળી સાથે ફસાઈ ગયું હતુ. તેથી જાળી સાથે એન્ગર ફસાયું અને એન્ગર સાથે મહિલાના પગ ફસાઈ ગયા હતા. તેથી આ મહિલાનો જીવ બચી ગયો હતો.

મહિલા ખુબ બુમા બુમ કરી રહી હતી તેથી તરત જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તરત જ રેસ્ક્યુ ટીમને જાન કરી દેતા તેઓ તરત જ બનાવ સ્થળે પહોચ્યા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક વૃદ્ધ મહિલા 19મા માળેથી બાલ્કનીમાંથી લપસી ગઈ, અને 18માં માળ બાલ્કનીમાં રાખેલા કપડાને એંગરમાં ફસાઈ ગઈ. તેના સહારે તે હવામાં લટકી રહી. મહિલાનું માથુ, હાથ અને ધડ 17માં માળે લટકી રહ્યુ હતું. જ્યારે તેના પગ 18માં માળે કપડાના રૈકમાં ફસાઈ ગયા હતા.

જેવુ લોકોએ આ ઘટના જોઈ કે, તેમના તો હોંશ ઉડી ગયા. તો તાત્કાલિક પોલીસ અને રેસ્ક્યુ ટીમને બોલાવી. બચાવ ટીમની એક ટોળકીએ 18માં માળે ગઈ જ્યારે બીજી ટીમ 17માં માળે ગઈ. તેમણે મહિલાના શરીરને ચારેતરફથી દોરડાવડે બાંધી દીધી. બાદમાં ધીમે ધીમે બાલકનીમાં ખેંચી લીધી.

આ ટીમે બહાદુરીથી મહિલાને બચાવી લીધી. વૃદ્ધ મહિલાને કોઈ ગંભીર ઈજા થઈ નથી. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા માટે હોસ્પિટલ લઈ જવામાં આવી. જેણે પણ આ ઘટના જોઈ તેના મોઢામાંથી એક શબ્દો નિકળ્યો, મહિલાનું બચવું એક કોઈ ચમત્કારથી ઓછુ નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *