કહેવાય છે કે સિંહ માનવ પ્રેમી જાનવર છે. પરંતુ સાથે સાથે તે જંગલનો રાજા પણ છે. જેથી તેના લોહીમાં ફાડી ખાવાની ખુમારીઓ રહેલી હોય છે. તે શાંત હોઈ ત્યારે સારો લાગે પણ ભુક્યો હોઈ ત્યારે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે.
ગીરના સિંહ ની તો વાત જ અલગ છે. ઘણી વખત ગીરના સિંહ ગામડાના વિસ્તારોમાં આવી જતા હોય છે. પરંતુ તેઓ માનવતા દાખવીને કોઈપણ લોકો પર હુમલા કરતા નથી અને શાંતિથી જતા રહે છે. આપણે ઘણી વખત વાયરલ વિડીયો માં પણ જોયું છે કે ગીરના સિંહ ક્યારે કોઈને નુકસાન કરતા નથી.
તેઓ માત્ર પોતાનો વટ દેખાડીને જતા રહે છે. પરંતુ સાવરકુંડલાના ગોરડકા ગામે એક ઘટના એવી બની છે જે વાંચીને તમારા પગ ધ્રુજવા લાગશે અને તમે પણ વિચારમાં પડી જશો કે એ બાળકી પર શું વીતી હશે..!
અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાઓ વસવાટ ભરપૂર માત્રામાં છે. તેઓ આખો દિવસ જંગલ ઝાડી-ઝાંખરામાં પડયા રહે છે અને રાત્રે શિકાર માટે બહાર નીકળતા હોય છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે મોડી રાત્રે એક વાડીમાંથી આઠ વર્ષની બાળકીને સિંહે ફાડી ખાધી છે.
આ ઘટના સામે આવતા જ લોકોમાં ડર ફેલાઈ ગયો છે. તેમજ તેઓ રાત્રીના સમયે બહાર નીકળવામાં પણ સાવચેત બની ગયા છે. જોકે ગીરના જંગલ વિસ્તારની આજુબાજુના ગામોના લોકો પણ રાત પડતાં જ સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી નાખતા હોય છે.
પરંતુ ઓચિંતાના ક્યારેક આવા અનેક બનાવો બની જતા હોય છે. ગોરડકા ગામના સાદુળભાઈની વાડીમાં થોડા દિવસ પહેલાં જ દાહોદ થી ખેત મજૂરી કરવા માટે એક પરિવાર આવ્યો હતો. એ પરિવાર વાડીમાં જ રહેતો હતો અને વાડીમાં જ ખેત મજૂરી કરતા હતા.
રાત્રિના સમયે એ પરિવારની આઠ વર્ષની દીકરી સંગીતા પરિવારની સાથે સૂતી હતી. એ સમયે સિંહે અચાનક હુમલો કરીને સંગીતાને ઉપાડી ગયો હતો. સવારમાં જ્યારે પરિવાર ઊઠ્યો ત્યારે સંગીતા ગાયબ હતી. પરિવાર તેની શોધખોળ ચાલુ કરી દીધી હતી અને મજૂરે વાડીના માલિક ને પણ જાણ કરી હતી.
આ ઘટનાની જાણ વન વિભાગને થતાં વન વિભાગ તુરંત જ ઘટનાસ્થળે પહોંચીને આસપાસના વિસ્તારના એરિયામાં પ્રાણીઓની ગોતવાની તજવીજ હાથ ધરી હતી. વનવિભાગ દ્વારા જંગલી પ્રાણીના પગલાંને કારણે સિંહ હુમલો કર્યો હોય તેઓ વનવિભાગનું પ્રાથમિક અનુમાન છે.
અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહોનો વસવાટ છે તેને લઈને ભૂતકાળમાં પણ મનુષ્ય પર અનેક હુમલાના બનાવો બન્યા છે ત્યારે આ ઘટનાથી ગોરડકા ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]