બે અઠવાડિયા પહેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઇ હતી. પરંતુ ત્યારબાદ આવકમાં ધીમેધીમે ઘટાડો થયો હતો. કારણકે હજુ કેરીની સિઝન શરૂ થઇ નથી. આ ઉપરાંત પાછળના વર્ષમાં રાજ્યમાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડા ત્રાટકયા હતા..
જેના કારણે કેરીના પાકને ખૂબ જ નુકસાન થયું હતું. જેના કારણે ઉત્પાદનમાં એકાએક ઘટાડો નોંધાયો છે. આ સાથે સાથે જે બગીચાઓમાં ખૂબ સારી ક્વોલિટીની કેરી પાકી છે. તે તમામ કેરીઓને વિદેશોમાં મોકલી આપવામાં આવે છે. વિદેશમાં મોકલતી કેરીઓના ભાવ ખૂબ ઊંચા બોલતા હોય છે જેના કારણે ખેડૂતો કેરીના પાકને વિદેશમાં મોકલવા માટે વેચી દે છે..
જ્યારે ગુજરાતના લોકલ માર્કેટીંગ યાર્ડોમા થોડી હલકી ગુણવત્તાની કેરીઓ વેચાતી હોય છે. હાલ છૂટક બજારમાં રત્નાગીરીની તેમજ બેંગ્લોરની અને દક્ષિણ ગુજરાતની કેરીઓ મળી રહી છે. પરંતુ તાલાલા ગીરની કેરીઓ મેળવવામાં હજી એક મહિના જેટલી વાર લાગી જશે. કેસર કેરીના આવો આ વર્ષે આસમાનની ઉંચાઈઓ એ પહોંચી ગયા છે..
ગયા વર્ષે કેસર કેરીના પાકને ખૂબ વધારે નુકસાન થયું છે એટલા માટે આ વર્ષે ૧૦ કિલોની એક પેટી નો ભાવ 1400 રૂપિયા આસપાસ બોલાયો છે. જ્યારે આ પેટીનો પાછળના વર્ષે ભાવ 700 રૂપિયા બોલાયો હતો. જો આ વર્ષે ઉનાળાની સીઝન દરમિયાન પણ કમોસમી વરસાદ પડશે તો કેરીના ભાવમાં ઘટાડો નોંધાશે..
કારણકે આંબા ઉપર રહેલી કેરી ને જો કમોસમી વરસાદનું પાણી અડકે છે. તો એ કેરીમાં જીવાત પડી જવાની ભીતિ રહેલી હોય છે. એટલા માટે કેરીના ભાવમાં ઘટાડો થતો હોય છે. કારણ કે આ વર્ષે કેરીના ભાવ સામાન્ય લોકોના ડેબા સોજવાડી દે તેવા છે. ખેડૂત મિત્રો માટે કેરીના ભાવને લઈને ખુશીનો માહોલ છે.
પરતું ગ્રાહકોમાં કેરીના ભાવને લઈને થોડીક નારાજગી છે. કારણ કે આ વર્ષે જુનાગઢની પ્રખ્યાત કેસર કેરીના ભાવ આસમાનની ઊંચાઈઓને અડકી રહ્યા છે.. વાવાઝોડા અને માવઠાને કારણે સૌરાષ્ટ્રના કેરી બગીચાઓમાં ભરપુર માત્રામાં નુકસાની જોવા મળી હતી. જેના પગલે ઘણા ખરા આંબાઓમાં કેરી આવી જ નથી.
તેમજ જે આંબાઓમાં કેરી આવી છે તેનું પ્રમાણ ખુબ જ ઓછું છે તેમજ પાકમાં સડો અને જીવાનનું પ્રમાણ પણ ખુબ જ દેખાઈ છે..સારા સમાચાર એ છે કે, જૂનાગઢના ખેતીવાડી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. એટલા માટે કેસર કેરી માત્ર એક અઠવાડિયાની અંદર અંદર જ બજારમાં મળવાનું શરૂ થઈ જશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]