Breaking News

ગટર સાફ કરતા કર્મચારીને નાળામાંથી વાસ મારતી પેટી મળી આવી, પેટી ખોલીને જોતા જ ધોળા દિવસે અંધારા આવી ગયા.. જાણો..!

અવારનવાર ચોકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે, લોકોને આવા કિસ્સાઓ આજકાલ ખૂબ જ વધારે જોવા મળી રહ્યા છે. હાલના સમયમાં કોઈના પર વિશ્વાસ કરવા જેવું રહ્યું નથી, દરેક લોકો વિશ્વાસઘાત કરી રહ્યા છે. અવારનવાર મિત્રો કે સગા સંબંધીઓ આવી ઘટનાઓ કરી રહ્યા છે. આવી જ એક ચોકાવનારી ઘટના હાલમાં બની હતી.

આ ઘટના છત્તીસગઢના રાયપુરથી સામે આવી છે. અહી છેલ્લા ઘણા સમયથી એક પરિવાર રહે છે. આ પરિવાર રાજી ખુશીથી રહેતું હતું. પરિવારનો દીકરો તેમના બીજા મિત્રો સાથે બહાર ગયો હતો અને તે સમયે દીકરા સાથે કરુણ ઘટના બની જતા પરિવાર આઘાત સહન કરી શક્યો નહી. પરિવારમાં માતા પિતા દીકરો અને બીજા પરિવારના લોકો રહેતા હતા.

દીકરાનું નામ વિકી નેતામ હતું તો તેના મિત્રનું નામ ચંદ્ર કુમાર હોવાનું સામે આવ્યું છે. વિકી શાળાએ અભ્યાસએ જતો હતો અને શાળામાં તે બીજા મિત્રો સાથે ખૂબ જ હળી મળીને રહેતો હતો, એકદિવસ બધા મિત્રો એકબીજા ગળે ભેટી રહ્યા હતા. તે સમયે વિકી અને ચંદ્રકુમાર વચ્ચે કોઈ નાની વાત નહીં લઈને ઝઘડો થયો હતો.

જેના કારણે બંને ઝઘડામાં ખૂબ જ ઉશ્કેરાઈ ગયા અને એ દિવસે સાંજે ચંદ્રકુમાર વિકીને પોતાની સાથે બહાર લઈ ગયો હતો ત્યાં બંને ખૂબ જ નશો કર્યો હતો. ત્યારબાદ નશાની હાલતમાં બંને વચ્ચે ફરી તેમના જૂના ઝઘડાને લઈને ઝઘડા થયો હતો. ચંદ્રકુમારે વીકીને ગુસ્સામાંને ગુસ્સામાં ધારદાર સાધન વડે ઘા મારી દીધો હતો.

ઘા મારતા જ વિકી ઢળી પડ્યો હતો. ચંદ્રકુમારે તેને ઉપરા ઉપર ઘા મારીને મારી નાખ્યો હતો. ત્યારબાદ તેણે ભિલાઇના શહીદ વીર નારાયણ નગર પાસે આવેલા નાળા પાસે એક પેટીમાં મૂકી આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી તે ભાગી ગયો હતો. સવાર થતા ગટર સાફ કરવા આવેલા કર્મચારીઓએ આ પેટીને જોઈ હતી.

તે સમયે સફાઈ કરતાં કામદાર રાજેન્દ્ર નગરના જીઇ રોડ અને રેલવે ટ્રેક વચ્ચેના ગટરમાં ફેલાયેલી આ પેટીને બહાર કાઢવામાં આવી હતી. તરત જ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તે સમયે આસપાસના વિસ્તારોમાં આ વાત ફેલાઈ જતા દરેક લોકો જોવા માટે આવી પહોંચ્યા હતા.

લોકોના ટોળેટોળા થઈ ગયા હતા. તે સમયે પોલીસે પેટીને ખોલી ત્યારે દરેક લોકોએ બોક્સને જોતા જ ચોકી ગયા હતા. દરેક લોકોની આંખો ફાટી ગઈ હતી. લોકો બોક્સ ને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને બોક્સમાં એવું મળી આવ્યું હતું કે જોતા જ પોલીસ પણ ચોકી ગઈ હતી. બોક્સમાં જોયું તો ઘણા બધા ટુકડામાં કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

અને તરત જ પોલીસે આ મૃતદેહ કોનો છે તેમ તપાસ કરીને તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારજનો ઘટના સ્થળે પહોંચીને જોયું તો તેમના દીકરાનો આ હાલતમાં જોઈને તેઓ ઢળી પડયા હતા અને પરિવારમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *